સનાતન લય – રેખાબા સરવૈયા

કો’ક જંગલનું હું તો ઝરણું !
નિઃસંગ રહી એમ મારે વહેવું !
નથી તમન્ના, જાતને દરિયામાં જઈ સમાવું-
ખુદની મીઠાશ તજી ભલા, શાને ખારું થાવું ?
ક્યા સપને વિચારું ! –કે નદી કને હું પહોંચું ?
કંઈ લેવા-દેવા વગર અમથું શું આભનેય ઓઢું ?
વખતે પથ્થરો વ્હેણને સાંભળેય ખરા-
વહેતાં-વહેતાં વળી એને કંઈક કહેવું !
એકાકી નાદનું ગાન એ સમજેય ખરાં-
પરાણે તો કોઈને શું કહેવું ?
સાંભળે તો ઠીક !
સમજે તોય ઠીક !
કોઈની રીસ કે રંજ – જે પણ હોય, નાહકનું મનમાં શું લ્હેવું ?
સનાતન લયમાં ભળીને બસ, એમ ને એમ જ વહેવું !!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સનાતન લય – રેખાબા સરવૈયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.