તમને ડાયાબિટીસ હોય કે ન હોય, આ જરૂર વાંચો – લતા જ. હિરાણી

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ લેખિકાબેનનો આ સરનામે lata.hirani55@gmail.com સંપર્ક કરી શકો છો.]

ડાયાબિટીસમાં દવા વગર ચાલે ? તમે શું માનો છો ? તમારો જવાબ હા હોય કે ના, આ લેખ જરૂર વાંચો. ક્યાંક વાંચેલું કે ‘આપણે જે ખાઈએ છીએ એમાંથી એક ભાગ આપણા પોષણ માટે છે, બાકીના બે ભાગ પર ડૉક્ટરો જીવે છે.’ આપણને જ્યારે પણ કંઈ તકલીફ થાય ને ડૉક્ટર પાસે જવાનું થાય ત્યારે મોટેભાગે આવો સંવાદ થાય :
‘ચિંતા ન કરો, આ દવા સવાર, બપોર, સાંજ લેજો. સારું થઈ જશે.’
‘અને ખાવા-પીવામાં ?’
‘સાદો ખોરાક લેવાનો. નોર્મલ જે ખાતા હો એ ખાવાનું. વાંધો નથી.’

આ ખોરાક ગરમ પડે કે આનાથી વાયુ થાય કે આ ચીજ ઠંડી પડે અથવા તો આ વિરુદ્ધ આહાર થાય એટલે ન ખવાય એવી પરેજી જે આયુર્વેદ બતાવે છે, એ બાબતને એલોપથી સાથે એટલો નાતો નથી. વધુમાં વધુ સાદો ખોરાક, હળવો ખોરાક લેવો અને ભારે ખોરાક ન ખાવો એટલી સૂચના હોઈ શકે. એ સાયન્સ જુદું જ છે. અલબત્ત, એલોપથી વિજ્ઞાને માનવજાતની જે સેવા કરી છે એ અમૂલ્ય છે. એ નિર્વિવાદ છે કે બાળમરણનું પ્રમાણ ઘણું ઘટ્યું છે. સુવાવડમાં મૃત્યુ પામતી સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે અને અમુક સમસ્યાઓનો તો ઓપરેશન જ ઈલાજ છે, તરત પરિણામ આપવાની બાબતમાં કે રોગ પર ઝડપથી કાબૂ લેવાની બાબતમાં એલોપથીનો કોઈ વિકલ્પ નથી અને આ બધી મહામૂલી સિદ્ધિઓ છે. પણ એલોપથી એ મૂળે શરીર સાથે કામ પાર પાડનારું વિજ્ઞાન, રોગનાં લક્ષણો અને એના ઉપચારની આસપાસ ઘુમતું વિજ્ઞાન. હવે આ શાખાના નિષ્ણાતો પણ માનતા થયા છે કે રોગ થવાનું મૂળ કારણ મોટેભાગે મન તથા અયોગ્ય આહાર-વિહાર છે. એટલે એનું નિયંત્રણ એ પહેલો ઉપચાર, પછી દવા.

નેચરોપથી એટલે કે નૈસર્ગિક ઉપચારનો આ પાયો છે. યોગ્ય આહાર કે ઉપવાસ દ્વારા શરીરમાં જમા થયેલા કચરાનો નિકાલ એટલે શરીરની શુદ્ધિ અને કસરતો, યોગ, પ્રાણાયામ, પ્રાર્થના, હકારાત્મક વિચારો અને પૂરતા આરામ દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત કરવાનો અને તાણ દૂર કરવાનો પ્રયાસ. એ પછી જે તે બગડેલા અવયવને ઠીક કરવા માટે પણ કુદરતી તત્વો માટી, જળ, વરાળ, શેક વગેરેનો ઉપયોગ.

લગભગ સાત-આઠ વર્ષ પહેલાં હું વલ્લભ વિદ્યાનગરના નિસર્ગોપચાર કેન્દ્રમાં મારા આર્થરાઈટીસની તકલીફ માટે ગયેલી અને મને ઘણો ફાયદો થયેલો. એ પછી નક્કી કર્યું હતું કે દર વરસે દસેક દિવસ આ સારવાર લેવી. ભલે તકલીફ ન હોય તો પણ શરીર શુદ્ધિ થાય એટલે નવી સ્ફૂર્તિ મળે એ ફાયદો તો ખરો જ. જેમ આપણે વાહનને સારું રાખવા એની નિયમિત સર્વિસ કરાવીએ છીએ એમ જ શરીરની અંદરના અવયવો અને એની કામગીરીને સારી રાખવા માટે આ ઉપચાર અત્યંત જરૂરી છે. આવા કેન્દ્રોમાં ઘણા લોકો આ ડિટોક્સીફિકેશન માટે આવતા હોય છે. પણ એ પછી ઘણા બધા વરસે ફરી જવાનું ગોઠવી શકાયું. આ વખતે નવી જગ્યાનો અનુભવ લેવો એમ વિચારી વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ વિનોબા આશ્રમ – નિસર્ગોપચારમાં જવાનું નક્કી કર્યું. મારો આશય આ વખતે મુખ્યત્વે ડિટોક્સીફિકેશનનો અને હવે ડાયાબિટીસ પાળવાનો આવ્યો છે તો એમાં કંઈક સુધારો થાય એ હતો. વેબસાઈટ પરથી વિનોબા આશ્રમનું લીલાં વૃક્ષો, હરિયાળી લોન અને ખરે જ આશ્રમ જેવું સૌંદર્ય ધરાવતું સ્થળ ઘણું આકર્ષક લાગ્યું. ફોન અને સંપર્કો દ્વારા વધારે માહિતી મેળવી. આ પ્રકારની ઉપચાર પદ્ધતિનો મને અગાઉનો જાતઅનુભવ હતો એટલે એ વિશે કશી અવઢવ નહોતી.

શહેરથી થોડે દૂર કેન્દ્રના રમ્ય, પ્રાકૃતિક વાતાવરણમાં દાખલ થતાંવેંત શાંતિ અનુભવાતી હતી. રહેવાના રૂમોની સગવડ ઘણી સારી હતી. ડૉ. કમલેશભાઈ સાથેના લાંબા કન્સલ્ટીંગથી શરૂઆત થઈ. પછીથી ડૉ. ભરતભાઈને પણ હું મળી. દર્દી સાથેની વાતચીતમાં ઊંડા ઊતરી સમસ્યાના મૂળ સુધી જવાની ખાંખત અને વિષય અંગેની એમની પૂરી દક્ષતાં મેં અનુભવ્યાં. પહેલા દિવસથી માંડીને રોજ રાઉન્ડમાં આવતા ડૉ. કમલેશભાઈની સારવાર અંગેની તમામ બાબતોની સજ્જતા ઉપરાંત અત્યંત સૌજન્યપૂર્ણ અને સ્નેહપૂર્ણ વ્યવહાર એ ઉપચારનો જ એક ભાગ હતા. આમ પહેલા દિવસના કન્સલ્ટીંગ પછી સવારના ઉપચાર સાથે મારા સારવારના કાર્યક્રમની શરૂઆત થઈ. મારા માટે જે મહત્વની વાત હતી એ મારો ડાયાબિટીસ. નિસર્ગોપચાર કેન્દ્રમાં આહાર અત્યંત મહત્વની બાબત છે. પહેલે દિવસે બપોરે પાતળી ઘી વગરની બે રોટલી, તેલમસાલા વગરનું શાક, સલાડ અને ચટણી હતાં. એ વાત ખાસ નોંધપાત્ર છે કે શાકમાં તદ્દ્ન ઓછા તલના તેલમાં જીરાથી વઘાર, મસલામાં આદુ, મીઠું, હળદર, ધાણાજીરુ અને જરૂરી હોય ત્યાં ઓર્ગેનિક ગોળ, વળી કૂકરમાં બાફીને જ બનાવેલું, છતાંય ઘણું સ્વાદિષ્ટ લાગે છે. અગાઉ વલ્લભ વિદ્યાનગરના નિસર્ગોપચાર કેન્દ્રનો પણ મારો આવો જ અનુભવ હતો. પછીથી ઘરે આવીને ઘણો સમય એ જ રીતે શાક બનાવતી. પણ વળી ફરી ક્યારે મૂળ પદ્ધતિ પર આવી ગઈ, રામ જાણે !! મૂળ તો એ શાક જોવામાં જરા ફિક્કું લાગે અને કોઈ મહેમાન આવે ત્યારે એમને ભાવશે કે નહિ એ ચિંતામાં આપણી મૂળ રીતે રાંધવાનું બને. અંતે અલગ અલગ બનાવવાનું બંધ થઈ જાય અને એમ ધીમે ધીમે ઠેરના ઠેર થઈ જવાય.

હા, તો વાત ભોજનની ચાલતી હતી. બે દિવસ લંચમાં આવો આહાર અને રોજ સાંજે માત્ર ફળાહાર શરૂ થઈ ગયો. સવારમાં ઉકાળો અને બપોરે ચાર વાગે ઉકાળો અથવા દૂધીનો રસ એ ખરું. માત્ર બે દિવસ એક ટાઈમ અનાજ ખાધું અને પછીથી છ દિવસ હું બંને ટાઈમ ફળાહાર પર રહી. જવાના છેલ્લા બે દિવસ લંચમાં રાંધેલો ખોરાક (ત્યાં અપાય છે એ જ) પણ સાંજે તો ફળાહાર જ…. ફળોમાં મુખ્યત્વે તરબુચ અને સાથે કેળાં, ચીકુ, કેરી વગેરે રહેતું. આમ દસ દિવસમાં પહેલાંના બે દિવસ અને છેલ્લા બે દિવસ લંચમાં જ અનાજ ખાધું બાકી બધા ટંક ફળો પર રહી. બીજી અગત્યની વાત કે મારી બધી દવાઓ બીજા દિવસથી બંધ કરી હતી. જ્યાં રોગ બહુ જૂનો અને એક્યુટ હોય છે ત્યાં દવા ચાલુ પણ રખાય છે. મારે ડાયાબિટીસની તકલીફ એક વરસ જૂની હતી અને દવાના ઓછા ડોઝથી સુગરનું પ્રમાણ બરાબર જળવાઈ રહેતું હતું એટલે મારા સંબંધે, મારી સંમતિથી દવા બંધ કરવાનો નિર્ણય લઈ શકાયો. જોખમ કોઈ લેવાનું નહોતું. સતત પરીક્ષણ ચાલુ હતું. રોજ સવારમાં અને જમ્યા પછીથી સુગર ચેક થતી હતી. આ થઈ આહારની વાત. આ ઉપરાંત સારવારમાં સવારમાં દોઢેક કલાક યોગ અને પછીથી કટિસ્નાન, માલિશ, એનીમા, વમન, એક્યુપ્રેશર, સ્ટીમ બાથ, શિરોધારા જેવા ઉપચારો થતાં. જમ્યા પછી માટીપટ્ટી, ખાસ ડાયાબિટીસ પેક જેમાં કમરની નીચે બરફની થેલી અને પેટ ઉપર ગરમ પાણીની થેલી રાખવામાં આવે. સાંજે ઘુંટણ અને કમરની કસરતો અને વિશેષ યોગાભ્યાસ. આ મેં લીધેલા ઉપચારો હતા. સાંજના ભોજન પછી રાત્રીપ્રાર્થના. આ અમારો દૈનિક કાર્યક્રમ હતો.

એકાંતરે દિવસે આખા શરીરે થતો મસાજ અને કટિસ્નાન તન-મનને અત્યંત રાહત અને હળવાશ આપતાં. ઘરે પણ એ કરી જ શકાય. એવું જ આખા શરીરે માટીલેપનું અને બપોરે લેવાતી માટીપટ્ટીનું. ચારેક દિવસ એનીમા અપાયો અને બેથી ત્રણ વાર વમન ઉપચાર થયો. વલ્લભ વિદ્યાનગરના કેન્દ્રમાં આ ઉપરાંત ‘કોલન’ ઉપચાર પણ હતો જેમાં મશીન દ્વારા આંતરડાની સંપૂર્ણ સફાઈ થાય છે. એ વખતે મેં ત્યાં વાંચ્યું હતું કે કોલન પદ્ધતિથી નાના બાળકના આંતરડા જેટલા સાફ હોય એટલી સફાઈ થાય છે. અદ્દભુત હતું શિરોધારા. માથું ઢળતું રહે એમ સુવડાવી, એક લિટર તલનું તેલ એક કાંણાવાળા પાત્રમાં ભરીને, કપાળ પર ડાબેથી જમણે રેડાતું રહે અને તેલની ધારા કપાળ અને વાળને પલાળતી નીચે રાખેલા વાસણમાં પડે. આ પ્રયોગ ત્રણ દિવસ રોજ લગભગ અડધો કલાક ચાલે પણ એટલો સમય ગજબની શાંતિ અને આરામ લાગે એ અનુભવે જ સમજાય. વાળને પછી નિચોવવા જ પડે અને માથા પર ત્રણ દિવસ જાડું કપડું બાંધી રાખવું પડે એ ખરું. આ મેં લીધેલા ઉપચારો.

ખુદ મને પણ વિશ્વાસ નહોતો અને જે થયું એની વાત હવે કરીશ. ડાયાબિટીસના દર્દીને ભૂખ વધુ લાગે અને એનાથી ભૂખ્યા ન રહેવાય. મને કહેવામાં આવ્યું હતું કે એક બે દિવસ સવારમાં તમને ઉકાળાની સાથે નાસ્તામાં મમરા અપાશે. જરૂર લાગે તો ખાજો. અને એવી જ રીતે બંને ટાઈમના ખાણાં સિવાય પણ ભૂખ ન લાગે તો માત્ર ફળ લેજો. મારા આશ્ચર્ય વચ્ચે ત્રીજા દિવસથી મને સવારના મમરાની જરૂર રહી નહિ અને મેં ના પાડી દીધી. પછીથી સવારે માત્ર ઉકાળો લીધો. દિવસના ભાગે પણ મને જે કંઈ આહાર અપાતો એ સિવાય ભૂખ નહોતી લાગતી. એટલો ખોરાક પૂરતો થઈ પડતો. એકાદ દિવસ ભૂખ લાગેલી ત્યારે એકાદ ફળ લીધું હતું પણ એ અપવાદરૂપે જ. બાકી બે ટાઈમ માત્ર ફળો પર આરામથી રહી શકાતું હતું અને કોઈ જ અશક્તિ કે થાકની ફરિયાદ વગર !! ઘરે તો સવારની કસરતો, પ્રાણાયામ પતે એટલે ક્યારે પેટમાં કંઈક નાખું એ સિવાય કશું સુઝે નહિ. બે ટાઈમ વ્યવસ્થિત જમવા છતાં આડીઅવળી ભૂખ તો લાગે જ. એ અહીં ગાયબ થઈ ગયાં !! અને એથીયે મોટા આશ્ચર્યની વાત હવે આવે છે કે બિલકુલ દવા વગર બંને ટાઈમ મારું સુગર લેવલ એકદમ નોર્મલ આવતું હતું !! ન ઓછું, ન વધારે !!! આ બહુ મોટી ઉપલબ્ધિ હતી !! કોઈ દલીલ કરી શકે કે ખોરાક જ એટલો ઓછો અને એવો લેવાય તો સુગર ક્યાંથી વધારે આવે ? સાવ સાચી વાત છે પણ જો એટલા અને એવા ખોરાકથી સારી રીતે જીવી શકાતું હોય, કામકાજ કરી શકાતું હોય તો બિલકુલ દવા વગર સુગર પર આટલું નિયંત્રણ મેળવી શકાય એ બહુ મોટી વાત ન ગણાય ?

અહીં આવી ત્યારે નિશ્ચય કરીને આવી હતી કે પૂરા મનથી સારવાર લેવી છે. રવિવારે રજા હોય, બપોર પછી કોઈ ટ્રીટમેન્ટ ન હોય, પણ નક્કી કર્યું હતું કે કેમ્પસની બહાર નથી નીકળવું. જે તે સ્થળના વાઈબ્રેશન્સ માનસિક શાંતિ પર ઘણી અસર કરતાં હોય છે અને સાજા થવા માટે શરીર અને મન બંનેનો સુયોગ હોય તો પરિણામ જલ્દી અને સારું મળે. આ દસ દિવસના નિસર્ગોપચાર કાર્યક્રમે મને સાબિત કરી આપ્યું કે મારો આહાર આ પ્રમાણે રાખી શકું અને રોજિંદા જીવનમાં મારી માનસિક શાંતિ પણ પ્રમાણમાં સારી રીતે જાળવી શકું તો હું ચોક્કસ દવા વગર મારા ડાયાબિટીસ સાથે કામ પાર પાડી શકું !! કોઈ જરૂર એમ દલીલ કરી શકે કે ખાવાપીવાના આટલાં નિયંત્રણો પાળવા કરતાં એક ગોળી લઈ લેવી સારી. દલીલમાં વજુદ પણ છે કેમ કે રોજબરોજની જિંદગીમાં, નજર સામે આટઆટલા સ્વાદિષ્ટ વ્યંજનોની બહાર છલકાતી હોય ત્યારે જીભના ચટાકા અને સ્વાદ પર કાબૂ રાખવો એ ખૂબ અઘરી બાબત છે પરંતુ સામે બીજી વાત એ પણ છે કે એલોપથીની એક પણ દવા આડઅસર વગરની નથી હોતી. ડૉક્ટર કહે છે, મલ્ટીવિટામીન્સ પણ નહિ. આ દવાઓ રોગને નાથે છે તો સાથે સાથે બીજા હાનિકારક દ્રવ્યો પણ શરીરમાં છોડે છે જે લાંબે ગાળે બીજી સમસ્યાઓને જન્મ આપે છે, એટલે કયો વિકલ્પ પસંદ કરવો એ આપણે વિચારવાનું છે. બીજી વાત તણાવભર્યા જીવનની. એ સાચું છે કે રોજિંદા જીવનમાં તાણ વગરની જિંદગી અઘરી છે પણ અશક્ય નથી. નિયમિત યોગ, પ્રાણાયામ, ધ્યાન અને એ પ્રકારની માનસિક સજ્જતાથી એ જરૂર પામી શકાય છે. બહારથી ઉથલપાથલો વચ્ચે જીવવા છતાં એને મન સુધી બહુ ન પહોંચવા દેવાની કળા એટલી અઘરી નથી. એક સંકલ્પની અને એ વિશેની જાગૃતિની જરૂર હોય છે.

નિસર્ગોપચારના મારા અનુભવ દરમિયાન ડૉ. ભરતભાઈ, ડૉ. કમલેશભાઈ, ડૉ. નયનાબહેન, ડૉ. શ્રુતિ, નિમેષભાઈ, ડૉ. ચાંદની, હેમાબહેન, શાલિનીતાઈ, કલાબહેન અને બીજા અનેક કર્મચારીઓનો હસમુખ ચહેરો અને મીઠો, સ્વાગત અને સહકારપૂર્ણ સાથ – એણેય મનને ઘણું દુરસ્ત કર્યું છે. સ્વાતિ, અનીતા, ફાલ્ગુની જેવા મિત્રો બન્યા એ જુદું. સંપૂર્ણ સારવાર એ આનું નામ – એવી કંઈક સમજ મને આ વિનોબા આશ્રમમાં મળી છે. ગાંધીજી અને વિનોબાજીના નામ અને સિદ્ધાંતો સાથે જોડાયેલી આ સંસ્થાએ મને એક નવો જ અનુભવ આપ્યો અને એય ચોખવટ કરી લઉં કે આ વિષયમાં મારી જાણકારી એક સામાન્ય માનવી જેટલી છે. અનુભવો મારા પોતાના છે એટલે આમાં જે કંઈ ખૂટતું લાગે કે બરાબર ન લાગે એને મારી જ મર્યાદા ગણવી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous તોફાની બાળક વધુ તોફાની કઈ રીતે બને છે ? – ડૉ. રઈશ મનીઆર
એક વિરામ – તંત્રી Next »   

38 પ્રતિભાવો : તમને ડાયાબિટીસ હોય કે ન હોય, આ જરૂર વાંચો – લતા જ. હિરાણી

 1. Ankita says:

  saras ane gani sundar mahiti thi bharelo lekh che. Aabhar

 2. Jay Shah says:

  Very useful information…. useful things to know… Thank you for sharing!!!!

 3. બહુ જ સરસ લેખ,જેને માટે આભાર માનવો જ રહ્યો.

 4. Ashvin Bhatt says:

  હેલ્લો લતા બેન્,

  your experience for curing your diabetes is really motivating and assuring.

  One question: How did you continue “your routines” which you did at the GOTRI/VADORA clinic?? The specific Massages, and other treatments may not be possible at home.. so how did you manage to CONTROL YOUR diabetes at home? please let us know.. Also

  How long did you go thru that treatment at the Vadodara ashram? what it minimum cost for this stay at ashram ?

  Best wishes/// Namaste..

  Ashvin Bhatt

 5. jigaar says:

  The persons who are intersted in this article must visit the web site here under.you will get very much usefull knowledge.

  http://newdiet4health.org/
  http://www.swadarshan.webs.com/

  Thanking you

 6. Laxman Bhuva says:

  સારો લેખ્

 7. સાત વર્ષ પહેલાં એન્જીયોપ્લાસ્ટી, કારણ – ધુમ્રપાન. પછી પણ ના છોડી શકાયું… બે વર્ષથી સુગર આવી – ૨૦૦ – ૩૦૦…. ચાલવાની ટેવ નથી.જમવામાં એટલું સારુ કે કંઈ પણ એક ટાઈમ ચાલે…. એક મિત્રએ કહ્યું, ગ્રીન ટી લેવાનું શરુ કરો, સુગર પ્રોબ્લેમ નહીં રહે….. રામબાણ ઈલાજ…. સુગર એકદમ નોર્મલ ફક્ત બે દિવસમાં……. જય મહા-કાલ

 8. SIR, thanks for provide this type information this very useful for us. sir now i have some little problem & i want to sollution if possible from your side. sir my daughter is 10 year old & her hair fall from root. & seen skin of head. please give me proper sollution if possible ASASP.

 9. ઘરે આવ્યા પછી અમુક સમય પછી એ રીતનો આહાર મુશ્કેલ બન્યો હતો અને રુટિન જિંદગીમાં રુટિન ભોજન શરુ થઇ ગયું પણ એ વાત ચોક્કસ કે ત્યાંથી આવ્યા પછી દવાનો ડોઝ ઘટી ગયો અને એ પ્રમાણ આજ સુધી ચાલુ છે.

  આ લેખમાં રસ લેનાર સૌનો ખૂબ આભાર.

  આભાર મૃગેશભાઇનો પણ..

  લતા હિરાણી

 10. મૃગેશભાઇ, સપ્ટેમ્બરના અખંડ આનંદમાંનો મારો લેખ ‘ખુદને મળવાની વાત’ પણ તમને ગમશે અને ઘણાં લોકોને ઉપયોગી થશે.

  ખૂબ ખૂબ આભાર.

  લતા હિરાણી

 11. DK says:

  ઉત્તમ માહિતિ

 12. Nitin Rathod says:

  સચોટ મહિતિ

 13. pareshbhai H Jariwala says:

  મનેસલાદથિ ખાવા થી સાદ્ય્ય રોગ સરા થૈઈ જાઈ

 14. Darshanaben says:

  માનનિય લતાબેન,

  નમસ્તે,

  મારા મિસ્ટરને ઘણા સમયથી ડાયાબિટીસ છે. ઉપાયો કરીને થાકી ગયા.

  આ આપનો લેખ એમને જરૂર વઁચાવીશ્. તમને ખબર નથી તમે અમને શૂ

  આપ્યુ છે? કેવી રીતે આભાર માનુ?

 15. Bharat Joshi says:

  વધુ પ્રચાર્નિ જરુરચે બહુજ ઉપ્યોગિ વાત જેત્લા વધરે લોકો સુધિ પહોચે તે જરુરિ ચે
  ઘના લોકો ના આશિર્વદ મલે તેવુ કામ ચે દિલ નિ સુભેચ્હ સાથે.ભરત જોશિ મોબઈલ્-૯૮૨૫૦૬૦૪૬૫

 16. Ramesh Dodiya says:

  આપે જે ડાયાબિટિસ નિ વિગત્તવાર માહિતિ આપિ એ ખુબજ ઉપયોગિ લાગિ… ખુબ આભાર, અમારા આખા ગ્રુપે આપનો આભાર માન્યો… ટિંબા યુવા ગ્રુપ

 17. sachin desai says:

  Adbhut mahitiprad lekh badal lekhika ne Abhinandan.

 18. vandana says:

  nice. badha jo aa apnave to dayabitise rahej nahi. all is well.

 19. મ્ને અશ્રમ નુ અદ્રેશ જોએચ્હે

 20. Jayantibhai Radadiya says:

  ત્મ્રૃ

 21. Jayantibhai Radadiya says:

  Your system is very good.You are please give your address.

 22. MANOJ GAMARA says:

  ખુબ સરસ વાચવા ની મજા આવી……..

 23. kinjal patel says:

  i was diabities 2 year old. right now i m 26year old men. i was 520 diabities..after my Direcor Advise Me Go at Dr.Navinbhai Soni & Meet him He Will Give Proper Advice For Diabities. At that time i accept him advice of Netropethi….After I get Excellent BEnifit Form Dr. Advice….

  Right Now My Suger Level Is Less Than 100 & Nearest

  I m Very Thankfull To Him.. To See Proper Way

  Thanks
  KInjal Patel
  M 9998601948

 24. Balubhai Valjibhai Chauhan says:

  For the guidence of any kind of diseases, log on to :
  1)…..www.newdiet4health.org &
  2)…..www.swadarshan.webs.com.
  U can also contact the persons who have experimented on their own-Thecontact details are furnished therein.

 25. suryakant M PATEL says:

  this articular is very good but implementation is very impotent without practical done regularly and achieved the goal.

 26. Dr.Thakker says:

  આલેખ અતિ સ્રરસ અને ઉપ્યોગિ થાય્
  આભિન્ન્દન્

 27. vijaybhai says:

  Thanks

 28. vibhabhai patel says:

  very nice

 29. MUSTUFA KHEDUVORA says:

  સરસ લેખ્ આભાર .

 30. Prabhudas vaya says:

  Bhu j saro lekh ane hu hamna j Jayne aawyo 330 Ma thi 140 sugar karine aawyo anea Pana 33 Percent dawa! Jane manyama n aawtu hoy te anubhav lay aawe.

 31. mukesh hadiya says:

  CHalo apane dava vagar ni duniya ma sahbhagi thaye

 32. Cameraman Pandya says:

  I which to get information from your end.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.