[ પ્રેરક કાવ્યો, બોધકથાઓ તેમજ મનનીય ચિંતનકણિકાઓનું સુંદર અને કલાત્મક સંકલન ધરાવતા ‘જીવનપ્રેરક ચિંતન રત્નો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સરઘસની ઈયળો જહૉન હેનરી ફેબર નામના એક મહાન ફ્રેંચ નિસર્ગવાદી થઈ ગયા. પોતાના પ્રયોગોમાં એ સરઘસ આકારે ચાલતી કતારબંધ ઈયળોનો ઉપયોગ કરતા. આવી ઈયળો […]
Monthly Archives: September 2011
[‘ભૂમિપુત્ર’ સામાયિક સપ્ટેમ્બર-2011માંથી સાભાર.] ડૉ. પ્રકાશસિંહ સૌને વ્હાલા દાદાજી. કુટુંબીજનો હોય કે મિત્રો, સગાં-સ્નેહી હોય કે એમના દર્દીઓ – દરેકને એમને માટે ભારોભાર સ્નેહ અને આદર. ડૉકટર સાહેબ આયુષ્યનાં 75 વર્ષ પૂરાં કરીને 76માં પ્રવેશવાના હતા. આખા પરિવારે મળીને આ પ્રસંગ યાદગાર બની રહે એ રીતે ઊજવવાનું નક્કી કર્યું હતું. […]
[‘રમૂજની રંગોળી’ પુસ્તકમાંથી સાભાર.] [1] અજિત લગ્ન માટે એક યુવતીને જોવા ગયો. યુવતી સાથે વાત કરવા અજિતે પ્રથમ સવાલ પૂછ્યો : ‘તમને રસોઈ બનાવતાં આવડે છે ?’ યુવતીએ પ્રશ્નનો જવાબ આપવાને બદલે કહ્યું : ‘આપણે દરેક સમસ્યાના ઉકેલ માટે ક્રમબદ્ધ ચાલવું જોઈએ. રસોઈ બનાવવાનો સવાલ પ્રથમ નથી.’ અજિતે મુંઝાતા પ્રશ્ન […]
આ એક એવા માણસની વાત છે જે એમ માનતો હતો કે પોતે જીવતોજાગતો માણસ છે એ જ એનો મોટો હોદ્દો છે. પોતાની જિંદગીની દરેક પળ તેણે માણી હતી. તદ્દન ગરીબ માણસ હતો, પણ તેને પૈસાની ભૂખ પણ નહોતી અને તેને મહત્વાકાંક્ષા જેવું પણ કંઈ નહોતું. તે બરાબર ચુંમાળીસ વર્ષ જીવ્યો, […]
[‘ઉદ્દેશ’ સામાયિક સપ્ટેમ્બર-2011માંથી સાભાર.] વહાલી જસુ, તારા કહ્યા પ્રમાણે વિગતવાર બધું જ લખું છું, ‘વર્ડ’માં જ મોકલું છું જેથી ફાઈલ ખૂલવામાં વાંધો નહીં. સાથે ઝીપ-ફાઈલમાં ફોટા પણ છે. લગ્ન વખતે ભગવાન પાસે જે એક વાર માગ્યું તે માગ્યું, પછી માગવાનો વારો નથી આવ્યો. ઈચ્છું અને થતું જાય. પેલા સુતિષ્ણ ઋષિની […]
[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ પ્રકાશિત (ભાગ-1, 2, 3, 4) કર્યા હતા. એ અનુસંધાનમાં આજે થોડાક વધુ વિચારબિંદુઓને મમળાવીએ.] [1] આપણને જે વસ્તુની, જે રીતે, જેટલી માત્રામાં અસર થતી હોય, એ જ વસ્તુની […]
[ ગુજરાતી સામાયિકો પૈકી એક ઓછું જાણીતું પરંતુ સુંદર સામાયિક છે ‘તથાગત’. આ સામાયિક દ્વિમાસિક છે. જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરતા આ સામાયિકના તંત્રી શ્રીમતી રેણુકાબેન દવે છે. અમદાવાદથી પ્રકાશિત થતા આ સામાયિકનું પ્રકાશન ‘તપનસ્મૃતિ ટ્રસ્ટ’ કરે છે. આ સામાયિકની કોલમ ‘ડાયરીમાંથી…’ આજે આ બે કૃતિઓ સાભાર લેવામાં આવી છે. […]
[ મનને આનંદ પમાડનારા અને રસતરબોળ કરી મૂકે તેવા શ્રી કાકાસાહેબ કાલેલકરના કેટલાક લલિત નિબંધો આપણે આ અગાઉ માણ્યા હતા. આજે એ જ પુસ્તક ‘કાલેલકરના લલિત નિબંધો’માંથી કેટલાક વધુ નિબંધો માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] […]
કદી સ્વપ્ન સાચું પડે પણ ખરું, -ને મનગમતું સામે જડે પણ ખરું ! વસે આંખમાં એ યુગોના યુગો, કદી આંસુ થૈને દડે પણ ખરું. કરી બંધ દિલ-દ્વાર બેઠા અમે, તમે આવો તો ઊઘડે પણ ખરું ! ગઝલ બોલતાં ક્યાંય શીખ્યા નથી, તને જોઈને આવડે પણ ખરું. મળે સાથ તો હો […]
ઘણીય વસ્તુઓ વેરવિખેર પડી હોય છે તોય કહીએ છીએ તો ઘર. વેરવિખેર મકાનો હોય તોય કહેવાય છે તો શેરી. વેરવિખેર હોય શેરીઓ, પણ કહેવાય છે તો શહેર. વેરવિખેર ટમટમે તારલા તોય કહેવાય છે ગગન. ઘણુંય હોય વેરવિખેર અંદર તોય તે કહીએ છીએ તેને જ મન. આમ વેરવિખેરનેય હોય છે પરોવતો […]
હરિ, ભલે હુંશિયારી મારો, પણ અક્કલમાં ટાંચા અંગ્રેજી મીડિયમમાં આવો ટોપ તો માનું સાચા ફૂલ તો છોડો, ફૂલ ઉપરનું ઝાકળ પણ ના તોડ્યું, મટકી ફોડી પણ એકઝામનું એક્કે પેપર ફોડ્યું ? ફોડ્યું હોત તો ગુરુએ બે ત્રણ માર્યા હોત તમાચા મથુરા જઈ મામો ટચકાવ્યો તેમાં ધાડ શું મારી ? ઐં […]
ખલકમાં ખેલતો ખટઘડીમાં રમ્યો તું જ નરસિંહ ને તું જ મહેતો; શિવકૃપાએ કરી તલ-અતલ ઊઘડ્યાં, નિજ ગગનમાં સદા મગન રહેતો. જીવ થકી શિવ થયો, હાથ બાળી રહ્યો, રાસલીલા ભલી તેં નિહાળી, ગૂર્જરી વાણમાં તેજ એવાં ભર્યાં કવિકુલો કંઈ રમ્યા દેઈ તાળી. ઝૂલણે ઝૂલતાં, જાતને ભૂલતાં શબ્દનાં શિખર કંઈ ઊર્ધ્વ સ્થાપ્યાં […]