હોય ઈચ્છા પ્હોંચવા કણકણ સુધી તો પ્રથમ જાવું પડે દર્પણ સુધી એ ઊડ્યાં ખેતર બધું લઈ ચાંચમાં હાથ મારો ના ગયો ગોફણ સુધી જે તરસ છીપી નહીં કોઈ તટે એ તરસ પથરાઈ છેવટે રણ સુધી કમનસીબે નીંદ પણ આવી નહીં સ્વપ્ન તો આવ્યું હતું પાંપણ સુધી કેટલી અહીં અટકળો ટોળે […]
Monthly Archives: September 2011
પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ, ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ; અપાર પડશે અને જિગર હાય ! આળું થયું, કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ ! પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે, અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું […]
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને ! પછી દસ દિશામાં પરમ તું નીરખને ! અગમ તું નીરખને ! નિગમ તું નીરખને ! દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને ! મળ્યો છે તને તે ધરમ તું નીરખને ! આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને ! હવે ક્ષણનું છેટું […]
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] ઝાડ મારે ના પોતાનાં ફૂલને સૂરજનાં કિરણો પણ બોલ્યાં : સવાર પડી, બીક તને કોની છે, ખૂલને ! એક પછી એક એની પાંખડીઓ પસવારી ઝાકળ લ્યો, હેતે નવરાવે પંખીયે ટહુકાને મોકળા મૂકીને એના કાન મહીં ફોરમ છલકાવે ડાળખીએ નમી કહ્યું લાડથી : આ વાયરાની સાથે જરીક તુંય […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] શીલા આજે પાંચ વાગ્યાની ઊઠેલી. શશિના દોસ્તાર જમવા આવવાના હતા. પહેલાં તો બધું ઠીકઠાક કર્યું. વ્યવસ્થિત ગોઠવ્યું. સફાઈ કરી. નહાઈ. આજે તો ચણાનો લોટ લઈ નહાઈ, માથું ધોયું. ચણાના લોટની સુવાસ હજી આવતી હતી. એક-બે વાર એણે હથેળી નાક પાસે લઈ સૂંઘીયે ખરી. મનમાં જરીક મલકાઈ. […]
[ જાણીતા બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીની કલમે લખાયેલી સુંદર બાળવાર્તાઓમાંથી કેટલીક ચૂંટેલી બાળવાર્તાઓનું સંપાદન તેમના પુત્રવધૂ શ્રીમતી રેણુકાબેન શ્રીરામ સોનીએ ‘લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ’ શીર્ષક હેઠળ કર્યું છે. સૌ બાળકો સુધી આ સંસ્કાર વારસો પહોંચે તે માટે કુલ 214 પાનામાં પ્રકાશિત કરાયેલી 51 જેટલી વાર્તાઓનું આ પુસ્તક રાહતદરે ફક્ત […]