Archive for October, 2011

વાળવૃદ્ધિનો એક અદ્દભુત પ્રયોગ – રતિલાલ બોરીસાગર

[ ‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ ‘રામાયણ’માં એવું આવે છે કે દશરથ રાજાએ એક વાર અરીસામાં જોયું અને એક સફેદ વાળ નજરે પડ્યો. રાજાએ તરત નિર્ણય કર્યો કે હવે જ્યેષ્ઠ પુત્ર રામને અયોધ્યાની ગાદી સોંપીને પોતે રિટાયર થઈ જવું જોઈએ. મેં અરીસામાં પહેલીવહેલી વાર એકી સાથે અનેક વાળ સફેદ થતા જોયા ત્યારે […]

ઝરણું વહે છે તો વહેવા દો – સુરેશ દલાલ

[‘ઝલક-પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.] અમદાવાદના ઍરપૉર્ટ પર થોડા વખત પહેલાં એક બહેન મળ્યાં. વય કદાચ પાંસઠની આસપાસ. ગોરો દેહ. જાજરમાન વ્યક્તિત્વ. શરીરમાં ક્યાંય સ્થૂળતા નહીં. ચહેરા પર શાંત પ્રસન્નતાનો વૈભવ. વ્યક્તિત્વમાં આમદાની અને ખાનદાની બંને. અવાજમાં એક પ્રકારની ઊંડી નિસબત. વાતોમાં ભરપૂર વાચનની ઝલક. સ્વામી આનંદ, મકરન્દ દવે, હરીન્દ્ર દવે, દલાઈ લામાની વાતોની લહેરખી વહ્યા કરે. […]

નૂતનવર્ષાભિનંદન – તંત્રી

આજથી શરૂ થતું વિ.સ. 2068 આપ સૌ વાચકમિત્રો અને સૌ પરિવારજનો માટે ખૂબ જ ફળદાયી, સુખદાયી અને પ્રસન્નકર્તા બની રહે તેવી રીડગુજરાતી તરફથી હાર્દિક શુભકામનાઓ. આ નૂતન વર્ષમાં આપણે સૌ એકસાથે વધુ ને વધુ વાંચન કરીએ, ચિંતન કરીએ અને ઉત્તમ લેખોનું મનન કરીને આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીનું નિયમિત પાન […]

દિપાવલી પર્વની શુભકામનાઓ – તંત્રી

પ્રિય વાચકમિત્રો, વિ.સ. 2067ના અંતિમ દિવસ એટલે કે આ દિપાવલીના પર્વની આપ સહુને તથા આપના સૌ પરિવારજનોને શુભકામનાઓ. આખું વર્ષ જેમના ચરણોમાં બેસીને આપણે શુભ વાંચન, મનન અને ચિંતન કરીએ છીએ એ માતા સરસ્વતીને આજના મંગલ દિને ભાવપૂર્વક વંદન કરીએ. પ્રતિવર્ષ દિવાળીના દિવસો દરમ્યાન રીડગુજરાતી પર કંઈક રમૂજી અને હાસ્યલેખો આપણે માણતા હોઈએ છીએ. પરંતુ […]

મેરે પૂર્વજ મહાન ! – રતિલાલ બોરીસાગર

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] લોકો પોતાના પૂર્વજોને યાદ કરે છે, તેમની છબિઓ ભીંત પર ટિંગાડે છે. પિતા કે દાદા જીવતા હોય ત્યારે પાણિયારેથી પાણીનો પ્યાલો ભરી દેવામાંય અખાડા કર્યા હોય એવાં મનુષ્યો ભાદરવા મહિનામાં, પીપળે પાણી રેડી, સ્વર્ગમાં પૂર્વજોને પાણી સપ્લાય કરે છે. શ્રાદ્ધના દિવસોમાં કાગડાસમાજની એજન્સી દ્વારા સદગત માતાપિતા અથવા માતા કે પિતાને મિષ્ટાન્ન જમાડે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.