તકલીફ છે – પ્રણવ પંડ્યા

સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે,
બહુ વલોવે છે, સ્મરણની એ જ તો તકલીફ છે !

ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખના,
જીવતા પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે !

મૌન પાછળ લાગણી ઢાંકી શક્યું ના કોઈપણ,
સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે !

ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ,
હું અભણ છું ને અભણની એ જ તો તકલીફ છે !

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “તકલીફ છે – પ્રણવ પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.