સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે,
બહુ વલોવે છે, સ્મરણની એ જ તો તકલીફ છે !
ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખના,
જીવતા પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે !
મૌન પાછળ લાગણી ઢાંકી શક્યું ના કોઈપણ,
સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે !
ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ,
હું અભણ છું ને અભણની એ જ તો તકલીફ છે !
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે.
9 thoughts on “તકલીફ છે – પ્રણવ પંડ્યા”
Nice one.
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
સરસ રચના.!
સુંદર અભિવ્યક્તિ પ્રણવભાઈ…
રદિફ પણ સરસ.
-અભિનંદન
ખુબ ગમી.
Apni gazal vachi haiyu harkhay gayu,apni gazalni ej to khubi 6e!
tame jo apo sath to akhi jindgi jivvi che,
pan hath ni lakir ma nathi aap,e j to taklif che.
Khub saras….
khub sundar gazal Thanks…
પ્રણવભાઈ,
આપની ગઝલ ઉત્તમ રહી. આભાર. … પરંતુ, છેલ્લી લીટીમાં ‘બિલ્લીપગ’ હોવું જોઈએ. જોડણી પ્રતિ ગઝલકાર લાપરવાહ ન જ રહી શકે ને ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
tame gazalma malo chho pachhi ghare kyathi malo! ekdam jakas.