અડ્ડો જમાવી બેઠી છે – જલન માતરી

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]

આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?
પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ?

ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,
ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ?

નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,
તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ ?

ઈમાનદારી છોડવાનો છે સમય હવે
આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ ?

અડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,
ભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ ?

લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,
પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઘાસ અને હું – પ્રહલાદ પારેખ
હૈયું થરથરે છે ! – કુતુબ આઝાદ Next »   

15 પ્રતિભાવો : અડ્ડો જમાવી બેઠી છે – જલન માતરી

 1. Renuka Dave says:

  Very Nice Gazal..! N yes, very true.! Everyone have this hidden question in heart for any such issue – WHY IT IS SO..?

 2. ઈમાનદારી છોડવાનો છે સમય હવે
  આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ!

  ખુબ સરસ રચના..!

 3. ખુબ સરસ રચના
  હવે તો પરવરદીગાર પણ ઈમાનાદારો અને ગરીબોથી વીમુખ લાગે છે.

 4. Vimal Parikh says:

  એક્દમ સાચિ વાત છે.

 5. Kartik patel says:

  really symbolises the current affairs !

 6. જનાબ જલનસાહેબની ધારદાર ગઝલ…
  ખૂબ ગમી.
  અભિનંદન.

 7. sanat says:

  હુ તો જલન સાહેબ નો આશિક થઇ ગયો છુ

 8. mavji ahir says:

  nice

 9. dr ojas shah says:

  અદભુત રચના

 10. Harshad Patel says:

  This seems to be true in India. Selfish, corrupt politicians and limited resources is putting poor people in worst condition.

 11. V.A.Patel Dantali (Tampa,Fla.U.S.A> says:

  Harshadbhai
  I agree whatever you quote in your blog.

 12. Vijay says:

  જિંદગી ની કડવી સચ્ચાઈ ને શબ્દો માં વર્ણવી છે.
  ખુબ સરસ…….!!!

 13. Jignasu Oza says:

  Very Nice Sir,I pray to Khuda for your good health forever.

 14. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  જલનસાહેબ,
  સંસારની આ કડવી વાસ્તવિકતાઓને ગઝલમાં કંડારવા બદલ આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.