અડ્ડો જમાવી બેઠી છે – જલન માતરી
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]
આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?
પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ?
ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,
ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ?
નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,
તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ ?
ઈમાનદારી છોડવાનો છે સમય હવે
આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ ?
અડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,
ભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ ?
લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,
પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?



Very Nice Gazal..! N yes, very true.! Everyone have this hidden question in heart for any such issue – WHY IT IS SO..?
ઈમાનદારી છોડવાનો છે સમય હવે
આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ!
ખુબ સરસ રચના..!
ખુબ સરસ રચના
હવે તો પરવરદીગાર પણ ઈમાનાદારો અને ગરીબોથી વીમુખ લાગે છે.
Very true…
એક્દમ સાચિ વાત છે.
really symbolises the current affairs !
જનાબ જલનસાહેબની ધારદાર ગઝલ…
ખૂબ ગમી.
અભિનંદન.
હુ તો જલન સાહેબ નો આશિક થઇ ગયો છુ
nice
અદભુત રચના
This seems to be true in India. Selfish, corrupt politicians and limited resources is putting poor people in worst condition.
Harshadbhai
I agree whatever you quote in your blog.
જિંદગી ની કડવી સચ્ચાઈ ને શબ્દો માં વર્ણવી છે.
ખુબ સરસ…….!!!
Very Nice Sir,I pray to Khuda for your good health forever.
જલનસાહેબ,
સંસારની આ કડવી વાસ્તવિકતાઓને ગઝલમાં કંડારવા બદલ આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}