હૈયું થરથરે છે ! – કુતુબ આઝાદ

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર. જેમણે માણસને વૈચારિક ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે પોતાનું આખું જીવન સંદેશમય બનાવ્યું એવા મહાત્મા ગાંધીને આજે ગાંધી જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન.]

નિત નિત નવા પ્રપંચો માણસ અહીં કરે છે,
ઈશ્વરને માનનારા ઈશ્વરને છેતરે છે.

વસ્તીનો આ વધારો ભરખી જશે જગતને,
પોતાનો નાશ લોકો પોતે જ નોતરે છે.

માનવસ્વભાવ એવા વિકૃત થઈ ગયા છે,
ફૂલોની છે જરૂરત કાંટાઓ પાથરે છે.

મસ્જિદ ને મંદિરોમાંયે સ્વાર્થ સાધવા છે,
દેખાવ દંભ કરવાને પ્રાર્થના કરે છે.

દોલતની ભૂખ માટે છે દોડધામ આજે,
જ્યાં જ્યાં નજર પડે ત્યાં સ્વાર્થ વિસ્તરે છે.

દિલના દયાળુઓ પણ નિષ્ઠુર થઈ ગયા છે,
આપીને રોજ જખ્મો, જખ્મોને ખોતરે છે.

પૈસો ને પાપ બન્ને ચાલે છે એક સાથે,
‘આઝાદ’ મારું હૈયું ક્યારેક થરથરે છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અડ્ડો જમાવી બેઠી છે – જલન માતરી
ચિંતન સ્ફુલિંગો – પ્રિયકાન્ત પરીખ Next »   

12 પ્રતિભાવો : હૈયું થરથરે છે ! – કુતુબ આઝાદ

 1. Suresh says:

  Very good
  ખૂબ સરસ

 2. એક સુન્દર રચના

 3. Jaykishan says:

  ખૂબ સરસ રચના

 4. We have build too many temples and ignored the poor human beings! Mahants and Mullas are dictating their quirements.
  Over poulation has reduced our natural resouces. Poem is very true.

 5. Jay Shah says:

  કરોડો રૂપીયા થી મોટા-મોટા સાંપ્રદાઈક મંદીરો બનાવાય છે… લાખો રૂપીયા ના થાળ અને ભોગ લગાવાય છે…. કરોડો રૂપીયા ના દાન થાય છે…. પણ એ જ મંદીર ની બહાર ઊભેલા એક ગરીબ નાં આંસુ, એની ભુખ અને એનું ઠંડી, તાપ અને વરસાદ થી જજુમતું શરીર કોઈને દેખાતુ નથી!

 6. ખુ સુંદર રચના છે.. ઘણા સમય પછી આ પ્રકારની રચના વાંચવા મળી છે

 7. ramesh khambhayata says:

  આ રચના થથરાવી ગયી.

 8. Chaman kuar dahyalal says:

  Saras

 9. jeef says:

  આવી સરસ ગઝલો નો સંગ્રહ (પુસ્તક) મને ખુબજ ગમેછે પણ મારે આવા પુસ્તક ઘરે વસાવવા છે પણ ઓનલાઈન કે પોસ્ટ દ્વારા કેવી રીતે મંગાવવા તેની ખબર નથી આથી જે મિત્રો ને ખબર હોય તેઓ ક્રુપા કરી મને માહિતી આપજો મો.9737590341
  મુ.ગઢડા
  તા.મુળી
  જિ.સુરેન્દ્રનગર
  ===ગઝલ રસિકોને યાદ…..

 10. Kalidas V. Patel {Vagosana} says:

  આઝાદસાહેબ,
  મજાની અને ધારદાર ગ્ઝલ આપી. આભાર.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.