ગિટારની પહેલી ધૂન – આશા વીરેન્દ્ર

[ નોંધ: સામાન્યતઃ રીડગુજરાતી પર નિયમિત રૂપે બે લેખો પ્રકાશિત કરવામાં આવે છે. પરંતુ હાલમાં ટેકનિકલ કારણોસર તમામ વાચકો વેબસાઈટ વાંચી શકતા નથી. અમુક વાચકોને ત્યાં વેબસાઈટ ખૂલી શકતી નથી તો અમુક વાચકોના કમ્પ્યૂટર પર ખૂબ ધીમે ખૂલે છે. આ સમસ્યા દૂર કરવા માટે સર્વર વિભાગ કાર્ય કરી રહ્યું છે. આથી, હમણાં કામચલાઉ ધોરણે માત્ર એક જ લેખ પ્રકાશિત કરવામાં આવે છે. અસુવિધા બદલ ક્ષમા કરશો. આ સમસ્યા દૂર થતાં જ નિયમિત રૂપે બે લેખ પ્રકાશિત કરવામાં આવશે. – તંત્રી.]

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

‘જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા.’ એક ભિખારી ગળું ફાડીને બોલ્યે જતો હતો. તો વળી સહન ન થઈ શકે એટલા કર્કશ સ્વરમાં એક દંપતી ગાતું ગાતું આગળ વધી રહ્યું હતું-
‘ગરીબોં કી સુનો, વો તુમ્હારી સુનેગા…..’

પાણીનાં પાઉચ વાળો, વડા-પાઉં વાળો, ચાંદલા, પીન-બક્કલ વેચવાવાળી – આ બધા ઠસોઠસ ભરેલા ડબ્બાની ભીડમાં ઉમેરો કરતા હતા. એક તો કાળ-ઝાળ ગરમીના દિવસો, એમાં શ્વાસ ન લઈ શકાય એટલા ખીચોખીચ ભરાયેલા મુસાફરો અને પસીનાની તીવ્ર, નાકમાં ઘૂસી જાય એવી ગંધ. સારંગને અકળામણ થતી હતી. સતત હાલક-ડોલક થયા કરવું પડે એવી પરિસ્થિતિમાં આજે નવી જ ખરીદેલી ગિટાર સાચવવી એ મુશ્કેલ કામ તો હતું પણ બે-એક સ્ટેશન ગયા પછી થોડી બેસવાની જગ્યા મળી એટલે જરા રાહત લાગી. અત્યાર સુધી ખભે ભરાવી રાખેલી ગિટાર હવે એણે ખોળામાં લીધી.

‘આ ભિખારડા, જ્યારે જુઓ ત્યારે ભીખ માગવા નીકળી જ પડ્યા હોય.’ બાજુમાં બેઠેલા મુસાફરે હૈયાવરાળ ઠાલવી. આવી રસપ્રદ વાતને અનુમોદન ન મળે એવું કંઈ બને ? એમની વાતમાં એક પછી એક સૂર ઉમેરાતા ગયા, ‘સાવ સાચી વાત છે તમારી. કામ-ધંધો કંઈ નહીં ને હરામના રોટલા ખાવા છે.’
‘આટલી ગિરદીમાં આપણને એક પગ પર ઊભા રહેવાની જગ્યા માંડ મળે પણ આ જમાત કેવી રીતે પોતાને માટે જગ્યા કરી લે છે, કોણ જાણે !’ બીજાએ પોતાને સતાવતો પ્રશ્ન રજૂ કર્યો.
અત્યાર સુધી ચૂપ બેઠેલા એક ભાઈએ જ્ઞાન પ્રદર્શિત કરવાની તક ઝડપી લીધી, ‘અરે ભલા માણસ, આ તો બધા ચોર. જેમ ભીડ વધારે એમ એ લોકોને પાકીટ તફડાવવાનું વધુ સારું પડે.’

સારંગ બધાની વાતો સાંભળ્યા કરતો હતો. એને થયું, કશી લેવા-દેવા વગર મારે શા માટે આ નકામી ચર્ચામાં ઝંપલાવવું જોઈએ ? ગિટાર સાથે મળેલી નોટેશન્સની ચોપડી કાઢીને એ વાંચવામાં મશગૂલ થઈ ગયો. મુસાફરોની, ફેરિયાઓની અને ભીખ માગવા વાળાઓની અવર-જવર ચાલુ જ હતી. એમાં વળી તાબોટા પાડતાં પાવૈયાઓ આવી પહોંચ્યા એટલે લોકોનું ધ્યાન એ તરફ ગયું. દસ-બાર વર્ષના લાગતા બે છોકરાઓ ‘પાઈ-પૈસો આપો માઈ-બાપ, બે દિવસથી ભૂખ્યા છીએ’ એમ બોલતા પૈસા ઉઘરાવતા હતા. એમાંથી એકનો ધક્કો લિજ્જતથી ચા પી રહેલા કાકાને લાગ્યો. કાકાનો પિત્તો ગયો.
‘કેમ દેખાતું નથી ? આંધળો છે ? આ મારાં કપડાં પર ચા ઢોળાઈ એના ડાઘા કોણ, તારો બાપ કાઢશે ?’
સારંગે નજર કરી તો કાકાનાં કપડાં પર ક્યાંય ચાના ડાઘ દેખાતા નહોતા. હા, થોડીક અમથી ચા ઢોળાઈ હતી જરૂર. પણ એ તો ટ્રેનની ફર્શ પર. એક જુવાનિયાએ મજાક કરતા કહ્યું, ‘કાકા, ગુસ્સો ન કરો. હવે તો આવું જ ચાલવાનું. આ તો આપણા હિન્દુસ્તાનનું ભાવિ છે, મેરા ભારત મહાન.’ આસપાસના સૌ હો હો કરતા હસી પડ્યા. ત્યાં જ છ-સાત વર્ષની એક બાલિકા બેએક વર્ષના લાગતા એના ભાઈને કાખમાં ઘાલીને આવી પહોંચી. ચીંથરેહાલ ફ્રોક, સુગરીના માળા જેવા વાળ અને દયામણા ચહેરાવાળી એ છોકરીએ તેડેલા ભાઈને બટન વગરનો અને ફાટેલો બુશ્કોટ ભલે પહેરાવ્યો હતો પણ ચડ્ડીનો વેત નહીં થયો હોય એટલે નાગોપૂગો જ હતો.

‘ચાલો, આજે વળી નવા કલાકારની એન્ટ્રી થઈ.’ રોજ અપ-ડાઉન કરનાર પેસેન્જરે કહ્યું. આમ તો સારંગ પણ છ મહિનાથી આ રુટ પર આવ-જા કરતો હતો પણ આજ પહેલાં એણે આ બાળકોને જોયાં નહોતાં. સામે બેઠેલાં બહેને સહાનુભૂતિભર્યા સ્વરે કહ્યું, બે દિવસ પહેલાં ટ્રેનની અડફેટે આવીને જે બાઈ મરી ગઈને, આ એનાં છોકરાં છે. બિચારાં નમાયાં થઈ ગયાં.’ ઘડીભર માટે દયાનું મોજું ફરી વળ્યું. લોકો ખીસામાં હાથ નાખી નાખીને ચાર આઠ આના કાઢવા લાગ્યા પણ પેલી છોકરી તો કોણ જાણે કેમ, એકીટસે સારંગ સામે જ જોઈ રહી હતી. આગળ જાય, પાછળ આવે ને ફરી પાછી સારંગ પાસે આવીને ઊભી રહે. સારંગને હંમેશા સાથે ચોકલેટ રાખવાની ટેવ હતી. એણે બે ચોકલેટ કાઢીને આપી એટલે નાનકડો છોકરો ખુશ થઈ ગયો. પણ છોકરીની નજરમાં હજીય કશીક માગણી હતી. સારંગે પૂછ્યું :
‘શું જોઈએ ? પૈસા ?’
‘ના સાહેબ, પણ આજે મારા ભાઈનો જન્મદિવસ છે.’
‘અચ્છા ? બહુ સરસ. તારે એને માટે કાંઈ લેવું છે ?’
‘ના સાહેબ’, એણે ગિટાર તરફ નજર કરતાં કહ્યું, ‘પણ તમે…. તમે આનાથી હેપ્પી બર્થ ડેનું ગીત વગાડોને ! મારો ભાઈ ખુશ થઈ જશે. મા વગર રડ્યા કરે છે ને તે…..’

એની વાત સાંભળીને સારંગ હલબલી ગયો. એ ઊભો થયો. કવરમાંથી ગિટાર બહાર કાઢી અને વગાડવાનું શરૂ કર્યું.
‘હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ડિયર……’
આખા કંપાર્ટમેન્ટના મુસાફરો તાળી પાડવામાં અને ગિટારની ધૂનની સાથે સાથે હેપ્પી બર્થ ડે ગાવામાં જોડાયા. છોકરીનો ચહેરો એક અનોખી પ્રસન્નતાથી છલકાઈ ગયો. એણે હળવેથી પોતાના ભાઈને કેડ પરથી ઉતારીને નીચે મૂક્યો. નાનકડું બાળક સંગીતના તાલ પર ખુશીથી નાચવા લાગ્યું. છોકરીએ સારંગ પાસે આવીને હળવેથી કહ્યું, ‘સાહેબ, મા મરી ગયા પછી આજે પહેલી જ વાર મારો ભાઈ હસે છે.’ ધૂન ભલે ‘હેપ્પી બર્થ ડે’ની વગાડતો હોય પણ આંખમાંથી આંસુ ન નીકળી પડે એ માટે સારંગને ખૂબ મહેનત કરવી પડતી હતી. એને લાગ્યું, કદાચ એણે ગિટારની ખરીદી ખૂબ શુભ ચોઘડિયામાં કરી હતી. ગિટાર પાછી કવરમાં મૂકી છોકરાને માથે સ્નેહથી હાથ ફેરવતા એણે કહ્યું : ‘હેપ્પી બર્થ ડે બેટા.’

(અખિલ રાયજાદાની હિંદી લઘુકથાને આધારે)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચિંતન સ્ફુલિંગો – પ્રિયકાન્ત પરીખ
સાહેબ, હું તમારો વિદ્યાર્થી છું – માય ડિયર જયુ Next »   

40 પ્રતિભાવો : ગિટારની પહેલી ધૂન – આશા વીરેન્દ્ર

 1. ખુબ સુન્દર!
  એક શેર યાદ આવે છે,
  ‘ઘર સે મસ્જિદ હૅ બહોત દૂર,
  ચલો, કીસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે!….’

 2. Very touching story… its hard to control tears.

 3. મસ્ત says:

  બહુ સરસ લખ્યું છે. અમારા up-down ના દિવસો ની યાદ આવી ગયા.

 4. આ વાંચીને આંખ ન ભરાઇ આવે તો જ નવાઇ!

 5. શરીર ખાલી ખાલી લાગે છે સાજા થયા પછી,
  દર્દ ની કિમત સમજાણી ઝખ્મો રુઝાયા પછી.

 6. Moxesh Shah says:

  સાચેજ. આ વાંચીને આંખ ન ભરાઇ આવે તો જ નવાઇ!

 7. vaishali says:

  speechless……made me cry…

 8. હ્રદય સ્પર્શી રચના. મા ગઈ એટલે છ સાત વરસની જ છોકરી છતાં માની જગ્યા લઈ લીધી. એટલી નાની છોકરીને કેવી સમજણ અને ભાઈ પ્રત્યે પ્રેમ , મા ના હોય ત્યારે આનાથી વિષેશ રીતે જન્મ દિવસની ઉજવણી થઈ જ ના શકે .

 9. Preeti says:

  ખુબ જ સરસ. લાગણી થી ભરપુર.

 10. સરસ હ્ર્દય સ્પશી વાર્તા.
  ગીરતે હુએકો ઉઠાનેકે લીયે
  અપને લીયે જીયે તો ક્યા જીયે

 11. Labhshankar Bharad says:

  ખૂબ સુંદર- હૃદયસ્પર્શી વાર્તા. ગિટારનો પ્રથમ ઉપયોગ બહુ સરસ રીતે થયો ગણાય. આ તકે, કવિ શ્રી. ઉર્વીશ વસાવડાનો મને ગમતો શેર ટાંકુ છું :
  “એક આંસુ કો’કનું લુછી લીધું,
  જો ખુદા કેવી ઈબાદત થઈ ગઈ”

 12. Rajni Gohil says:

  Albert Einstein ના શબ્દો “Only the life lived for others is a life worthwhile” ની યાદ અપાવતી અને બીજાને પણ પ્રેરણા આપતી સુંદર મઝાની વાર્તા ગમી. માનવતાની મહેંક પ્રસરાવવા ભગવાન બધાને તક આપતા જ હોય છે. જરુર છે ફક્ત એને ઝડપી લેવાની.

 13. Nayan Patel says:

  ટુમ ઇતના જો મુરસ્કુરા રહે હો! ક્યા ગમ હૈ જો છુપા રહે હો! Excellent story. many things to learn from that little girl who asked for just a song, even not for herself, but for her little brother. So touchy!!

 14. raj says:

  very touchy, in society we need more people like sarang ,who can understand others.
  great story
  raj

 15. Jay Shah says:

  આંખો માં આસું આવી ગયા…. કેટલી અદભુત વાત છે….

 16. shree says:

  મારો ભાઈ ખુશ થૈ જસે…મા વગર રડ ચે ને.આ લાઈન વાચિને કમ્પારેઈ આવિ ગઈ.

 17. JP says:

  really niche and touching story….keep it up…..

 18. Rana Babu says:

  ફૂલો કા તારો કા ….સબ કા કહેના હે…,

  ઍક હજારો મે મેરી ..બેહના હે….

  મારા બહેન ઘણી વખત નાનપણ ની વાતો યાદ કરે…
  હું નાનો હતો ત્યારે મને કેડે તેડી ફળિયા માં રમવા લઈ જતા….

 19. rmanashvi says:

  ખુબ જ સુન્દર.આંખ ભરાઈ આવી.

 20. ખુબ જ હ્રદયસ્પર્શી વાર્તા. આનંદ કે સુખની કોઈ જ નિશ્ચિત પરિભાષા નથી હોતી.

 21. આ વાર્તાના બધા જ પાત્રો કેવાં સુંદર..અને લેખિકાનું અંતરમન!

 22. સુંદર વાર્તા.એટ લીસ્ટ આ વાર્તા વાંચનાર તો હવે કોઇ બાળક્ને હડ્ધૂત નહિ જ કરે એની ખાત્રી.લેખિકાબેન પાસેથી આવી વધુ વાર્તા મળતી રહેશે એવી આશા.

 23. Simply mind-blowing. Very heart-touching story. Could not stop my tears rolling out from eyes.

  Thank you for such an excellent story Ms. Asha Virendra. Loved it!

 24. ખુબ જ સરસ અને હ્રદય્સ્પર્શિ વાર્તા.

 25. jinal says:

  heart touching story…….બીજાના ચેહરા પર આપણા થકી ખુશી આવે, એનાથી રુડુ બીજુ શુ???

 26. RITA PRAJAPATI says:

  સરસ ……………..

 27. nirali says:

  એક ધબકાર ચુકી જવાય એવું! કેવી નાની નાની વાતો માં લોકો ખુશી શોધી લેતા હોય છે…….

 28. NEAH says:

  VERY TOUCHING

 29. milap says:

  સાચેજ. આ વાંચીને આંખ ન ભરાઇ આવે તો જ નવાઇ!

 30. Jaimin says:

  Words and All i have words to make you smile….

 31. Rajesh.Dhokiya says:

  Very Nice and Heart Touching . !

 32. shweta says:

  very painful story…..crying

 33. Shrikant S. Mehta says:

  Very nice story. Think twice before insult any poor child.

 34. Bhumi Gohil says:

  Heart touching story….

 35. The Coloured Canvas says:

  Khub j Saras varta.
  Aaj na doddham bharya yug ma mansai be fari thi yaad karavi de tevi varta

 36. Bhavesh joshi says:

  Very sensitive story.

  “Garibi ek abhisap!!!!!

 37. Kalidas V. Patel {Vagosana} says:

  આશાબેન,
  દૂર દૂર મંદિરની ભીડમાં માથું ટેકવવા શીદને જાવું ?
  ચાલો કોઈ અકિંચન માસૂમને થોડું હસાવી લઈએ !

  સરસ અને સચોટ રચના !

  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.