અનહદ – માધવ રામાનુજ

આપનાર આપીને ભૂલી ન જાય-
…………… અને લેનારા રાખે ન યાદ !
કેવું એ દાન અરે કેવું વરદાન
…………… કેવો જીવતરનો અનહદ સંવાદ !….

અબજોના અબજોનું આપ્યું અજવાળું
…………… ને ઉપરથી અઢળક અંધાર,
મોંઘામાં મોંઘો આ પ્રાણ અને વાયુ
…………… આ ધરતીને સૃષ્ટિનો સાર-
આપ્યું એ ભૂલી ન આપ્યાની રોજરોજ
…………… કરતા રહ્યા રે ફરિયાદ…..

એમ તો એકાંતમાં કે ભીડમાં કે ગમે ત્યાં
…………… મનને બેસાડો લઈ માળા-
જુઓ પછી ભીતરની દોમદોમ સાહ્યબીના
…………… સાતે પાતાળના ઉછાળા !
અંતરથી અંતરમાં ઊતરીને અંતરને
…………… ધીરેથી કરી જુઓ સાદ !

-એવું આ દાન અરે, એવું વરદાન
…………… પછી જીવતરનો અનહદ આનંદ…..


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સુખ – માવજી મહેશ્વરી
ગઝલ – અનિલ ચાવડા Next »   

4 પ્રતિભાવો : અનહદ – માધવ રામાનુજ

 1. Kaumudi says:

  બહુ જ સરસ કવિતા – “અદંર તો એવું અજવાળુ અજ્વાળુ….” એ ગીત યાદ આવી ગયુ

 2. આપનાર આપીને ભૂલી ન જાય-
  …………… અને લેનારા રાખે ન યાદ !
  ખુબજ ભાવુક રચના રામાનુજ ભાઇ. અંતરના ઉંડાણથી આપને આ રચના કરવા બદલ અભિનંદન. નવા વર્ષની શુભકામનાઓ સાથે…. !સ્‍નેહલ! પટેલ. ગાંધીનગર.

 3. devina says:

  khubaj sundar rachana,ketlu e aapyu ane pan haji aapne maangya j karie che .

 4. BHUMIKA says:

  જુઓ પછી ભીતરની દોમદોમ સાહ્યબીના
  …………… સાતે પાતાળના ઉછાળા !
  અંતરથી અંતરમાં ઊતરીને અંતરને
  …………… ધીરેથી કરી જુઓ સાદ !

  ખુબ જ સરસ અર્થપૂર્ણ રચના……

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.