ગઝલ – અનિલ ચાવડા

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અનહદ – માધવ રામાનુજ
દસ કાગળિયા (બાળગીત) – ડૉ. રક્ષાબેન પ્ર. દવે Next »   

27 પ્રતિભાવો : ગઝલ – અનિલ ચાવડા

 1. ખુબ સુંદર

  “ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
  મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.”

 2. jaywant says:

  હૃદયસ્પર્શી રચના.

 3. સુંદર સંવેદનશીલ રચના…આ વિશેષ ગમ્યું..

  ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
  મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

 4. મા માટેની સુંદર ગઝલ વાંચી આનંદ થયો.

 5. ખુબ સુન્દર , મા તે મા….

 6. Bhargavi says:

  ખુબ સુંદર છે મા.

 7. i.k.patel says:

  માં ની મમતા ને સત્-સત વંદન.

 8. Hetal says:

  very very nice.. just want to say…
  I wish every mother is respected- young or old and mine or yours- they all have such distinctive qualties..but unfortunately we think only my mother is like that ..

 9. Sudhir Patel says:

  ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 10. એકદમ વાસ્તવિક,સુંદર

 11. Prerak says:

  “ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
  મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.”

 12. vinay says:

  ખુબ સુન્દર , મા તે મા….

 13. alkesh says:

  ખુબ જ સરસ

 14. ખુબ જ સુન્દર!!…

 15. Rajnikant says:

  હ્રદય સ્પર્સિ….

 16. kamlesh makwana says:

  સુંદર રચના

 17. KETU says:

  આઇ લવ ધિસ ગઝલ …….!
  આઇ મિસ્સ યુ મા….!

  khubaj saras.

 18. વર્તમાન સમય માટે જ્રુરૂરી એવી સરસ રચના. આપણે માતાપિતાના નીસ્વાર્થ પ્રેમના ભવોભવના ઋણી છીએ ! છતા કેટલાયે નીષ્ઠુર સન્તાનો દ્વારા, મા-બાપને હડડધૂત કરી,મારપીટ થાય છે અને મીલ્ક્ત હડપ કરવાના દાખલાઓ પણ જાણવા મળે છે. આ સન્તાનો ક્યા પથ્થર દીલે આ બધુ કરતા હહશે ?? શુ આ આપણી સન્સક્રુતી ??
  માતાનુ સ્થાન કોઇપણ ના લઈ શકે, અને તેથી કહેવઆ જ “મા તે મા બીજા બધા વગડાના વા”

 19. Dhaval Vyas says:

  મા એ મા બીજા બધા વગડા ના વા…એમ જ થોડી કેહવાય છે…ખુબ સરસ…

 20. Ami .J.G. says:

  very nice……..Really its touching our heart…..

 21. devina says:

  few very new lines heard,good one keep it up….

 22. PRIYAVADAN PRAHLADRAY MANKAD says:

  Very good poem. Read it over to my wife who reads only good poems. Congrats a lot.

 23. Pritesh Makwana says:

  સરસ રચના

 24. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  અનિલભાઈ,
  મા એટલે મા. તે આંસુઓ સંતાડવા માટે પાંપણની નીચે ” પર્સ ” રાખે છે. કેવી અદભુત સંવેદનશીલ કલ્પના ! બહુ જ સુંદર ગઝલ.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 25. Desai nagji says:

  Good one !

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.