પપ્પાજીએ રંગબેરંગી દસ કાગળિયા દીધા,
ઋચાબહેને એમાંથી કેવાં કામણિયાં કીધાં !
પહેલો કાગળ કાળો એનો કર્યો કાગડો કાળો,
બીજો કાગળ લીલો એનો પોપટ કાંઠલાવાળો.
ત્રીજો કાગળ પીળો એનું પીળક કીધું કેવું !
ચોથો કાગળ ભૂરો એનું કીધું રે પારેવું.
પાંચમો કાગળ ધોળો એનો બગલો ચોટીવાળો,
છઠ્ઠો કાગળ રાતો એનો મરઘો માંજરવાળો.
સાતમો કાગળ કથ્થાઈ એનાં કાબરડાં કલબલતાં,
આઠમો કાગળ બહુરંગી એના મોર કીધા રૂમઝૂમતા.
નવમો કાગળ કેસરીયા એની ધજા કરી ફરફરતી,
દસમો કાગળ સોનેરી એની દરી કરી ચકમકતી.
બધાં પંખીને દેરી પરના ગુંબજ પર બેસાડ્યાં,
કળ દાબી પછી કેમેરાની કટ-કટ ફોટા પાડ્યા.
7 thoughts on “દસ કાગળિયા (બાળગીત) – ડૉ. રક્ષાબેન પ્ર. દવે”
ખુબ સુઁદર બાળ કાવ્ય ! રુચાબેન ખુબ હોઁશિયાર !
Good to read Raksha ben on read Gujarati.Raksha ben was my teacher in Nund Kuverba High School.I read her kavya Sangrah when I was in school.After 30 years thanks to read Gujarati I got to read her poem in Toronto Canada.Thanks read gujarati.
i am remembering ,when she was my teacher in gandhi mahila collage-bhavnagar and inspiring me too for poetry writing. She is still my inspiration and will be.
રક્ષાબેન,
ગમ્મત સાથે જ્ઞાન પીરસતું મજાનું બાલગીત આપ્યું. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
No.1 Website For Finding Job In Kutch
No.1 Website For Finding Job In Kutch
nice article findyouhealthy