બળાપો – બકુલેશ દેસાઈ

વૈશાખ-જેઠ માસની બળબળતી આગ છું
ઝરમર રૂપે તું આવે તો શબ્દોનો બાગ છું

આઘાત છે અતીતના ને ભાવિ ધૂંધળું…..
પળભરના તારા સંગનો હું રંગરાગ છું.

હમણાં તો ગૂંચળું નર્યું પળને કરંડિયે,
જેવા વહાવે સૂર તું, મદહોશ નાગ છું !

વરદાન દીર્ઘ આયુનું પહેલાં ગમી ગયું !
જાણ્યું અનુભવે કે હું એકાકી કાગ છું !

છે રામનાં રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું !

કૃપાકટાક્ષ મારી ઉપર તારો ક્યાં થયો !
હું આજની પળેય જો, યત્નો અથાગ છું !

માની લીધું નજીવું છે મારું વજૂદ, પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું !


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દોષ ના આપો – ઉર્વીશ વસાવડા
દશા સારી નથી હોતી – બરકત વીરાણી ‘બેફામ’ Next »   

3 પ્રતિભાવો : બળાપો – બકુલેશ દેસાઈ

 1. છે રામનાં રખોપાં એવું હું કહું અને
  મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું !

  સુંદર શેર.. સુંદર ગઝલ…

 2. Lata Bhatt says:

  સુંદર ગઝલ
  માની લીધું નજીવું છે મારું વજૂદ, પણ
  કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું !
  શેર ખૂબ ગમ્યો

 3. Nitin Chauhan says:

  Nice Poetry

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.