બીજ એવું વાવ, કે ફાલી ફૂલી શકે,
નિષ્ઠા તું ટકાવ કે ફાલી ફૂલી શકે.
જિંદગી છે ચંદન જેમ ઘસીને જો,
ખુશ્બૂ એ પ્રસરાવ, કે ફાલી ફૂલી શકે !
કષ્ટ ને કઠિનાઈ, તો હરડગર મળે,
કષ્ટોને જલાવ, કે ફાલી ફૂલી શકે !
અભાવ હો ભલે, તું સ્વભાવ એવા કર,
છોડ તું તનાવ, કે ફાલી ફૂલી શકે !
સહજ બધાં કૈં તારા જેવા હોય નહીં,
સૌના રાખ લગાવ, કે ફાલી ફૂલી શકે.
તું જ તારો નેતા ને તું જ તારો સેવક,
રાખ એ પ્રભાવ, કે ફાલી ફૂલી શકે !
8 thoughts on “ગઝલ – નૈષધ મકવાણા”
મકવાણા સાહેબ, સારું છે કે તમને ગઝલ લખવાનો સમય મળી જાય છે.
જિંદગી છે ચંદન જેમ ઘસીને જો,
ખુશ્બૂ એ પ્રસરાવ, કે ફાલી ફૂલી શકે !
ખુબ સરસ્…
Divine Brother Naishedhbhai Makvana very nice your Efforts
Neetaben
અભાવ હો ભલે, તું સ્વભાવ એવા કર,
છોડ તું તનાવ, કે ફાલી ફૂલી શકે !
શ્રી નૈષધભાઇ સાહેબ, આપ ખરેખર અન્ય અધિકારીઓ માટે પ્રેરણારુપ છો.
અભિનંદન સર,
આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ આપશ્રી સાહિત્યમાં યોગદાન આપતા રહયા છો.
સર્ ખુબ સરસ ગઝલ!! એક દમ સાચેી વાત તનાવ જાય તો માણસ ફાલેી શકે.
મકવાણાસાહેબ,
ખૂબ જ પોજીટીવ વિચાર વાળી ગઝલ આપી. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}