ભગવાને જ્યારે પિતાની રચના કરી…. – ડૉ. આઈ. કે. વીજળીવાળા
[‘અંતરનો ઉજાસ’ પુસ્તકમાંથી સાભાર.]
ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું : ‘ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં જ હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે ? નહીં તો એ બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો એ કૂકા કે કૂંડાળાં રમી શકે ! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહીં શકે અને સાવ નમશે ત્યારે જ નાના બાળકને બચી ભરી શકશે. જો આવું જ થવાનું હોય તો આટલી ઊંચાઈનું મહત્વ શું ?’
ભગવાન હસી પડ્યા અને બોલ્યા : ‘હા ! એ બધી વાત બરાબર છે પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટાં થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકો ક્યાંથી મેળવત ? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે.’ આ ‘ઊંચાઈ’ શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહીં.
એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખૂબ મોટા, નહીં જરાય સુંવાળા કે નહીં સહેજેય કૂણા ! આંગળીઓ પણ જાડી અને બરછટ ! દેવદૂતથી આ જોઈને બોલાઈ ગયું, ‘ભગવાન ! આ વખતે તો મારે કહેવું જ પડશે કે આ હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને એ ખ્યાલ હોય જ કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. એ કેમ કરીને બાળકના વસ્ત્રનાં બટન ખોલશે ? પિન ખોસતાં તો એને જરા પણ નહીં ફાવે. દીકરીઓના વાળની ચોટીમાં દોરી નાખતાં એને નાકે દમ આવી જશે. લાકડાનાં રમકડાંથી રમતાં જો બાળકને ફાંસ વાગશે તો આ બરછટ અને જાડા હાથ એ નહીં જ કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઈ ત્યાર પહેલાં આમાં કંઈ સુધારો કરી નાખો તો કેવું ?’
આ વખતે પણ ભગવાન હસીને બોલ્યા, ‘તું સાવ સાચું કહે છે. તારી વાત સાથે હું જરા પણ અસંમત નથી. પણ તને ખ્યાલ છે કે આ મજબૂત હાથ જ ખેતર ખેડી શકશે ! એ બરછટ હાથ લાકડાં પણ કાપી શકશે, અરે ! કુટુંબનું પેટ ભરવા માટે એ પહાડ પણ ખોદી શકશે. એ જ મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સર્જી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખાં વગેરે એ હાથમાં મૂકશે અને એમાંની એક પણ વસ્તુ પાડ્યા વિના આ મોટા હાથનો વિશાળ ખોબો એ બધું જ ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે !’ નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો. આવો વિચાર તો એણે કર્યો જ નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખૂબ વિશાળ ખભાની રચના પણ પૂરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઊઠ્યો, ‘ભગવાન ! આટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે ? નાનકું બાળક પોતાના પિતાને વહાલ કરતાં કરતાં બે પગ વચ્ચેથી પડી નહીં જાય ? અને એના આટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે ?’
ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા : ‘અરે ભાઈ ! માતાનો ખોળો તો મેં બનાવ્યો જ છે. અને એ બાળક માટે પર્યાપ્ત છે. આ મજબૂત પગ તો બાળક જ્યારે સાઈકલ ચલાવતાં શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયું રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરની લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને આ વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતાં કે સરકસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતાં બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતાં સુધી એ પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે.’ ભગવાને પિતાના લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા જ માંડ્યું. માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, ‘સાચું કહું પ્રભુ ! હવે તો ખરેખર હદ થાય છે. આવા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બિવડાવશે. નાનકડા ઘરમાં એનાં રમકડાં કે ઘરઘર રમતાં ગોઠવેલાં એના રાચ-રચીલાને કચરી નાખશે. બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર એ ખ્યાલ વગર જ ઉડાડી દેશે ! એટલે હું કહું છું કે તમે ફરી એક વાર વિચાર કરી જુઓ. નહીં તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો !’
મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, ‘અરે નાદાન ફરિશ્તા ! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો ? તને જે પગ ફાફડા જેવા લાગે છે, એ પગ પર પગ મૂકીને નાનકડું બાળક ‘પાગલો પા…. મામાને ઘેર રમવા જા !’ તેમજ ‘ઢીચકા ઢમણ…’ જેવી રમતો રમી શકશે. એ પગ પર પગ મૂકી એ ચાલશે. એ પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈકેટલીયે વસ્તુઓ ભરવાની રમતો એ રમી શકશે. અને એ સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં એ પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે.’ દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય તેવું લાગતું હતું.
રાત થઈ ગઈ હતી. ભગવાન હવે પિતાનો ચહેરો બનાવી રહ્યો હતો. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો કે તરત જ દેવદૂત બોલી ઊઠ્યો, ‘ભગવાન, તમે પિતાની સંપૂર્ણ રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની જોડ તો આ ચહેરો ન જ આવે ! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો ?!’ આ વખતે ભગવાન હસ્યા નહીં. ખૂબ જ ગંભીર બની ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં એમણે એક એક આંસુ મૂક્યું. એ સાથે જ એ દઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો. એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, ‘હવે જો ! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાનાં બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મૂકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુદ્ધાં આપી દેવા તૈયાર રહેશે. બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવાં દુઃખો દઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઈ જશે. એના ખભે માથું મૂકી કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાન્તવન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલે નહીં, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશાં છલકતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે !!’
દેવદૂત પાસે હવે એક પણ સવાલ બાકી નહોતો રહ્યો. એ ચૂપ થઈ ભગવાનને વંદન કરતો ઊભો રહી ગયો.



બહુ જ મસ્ત No words for it.
સ્રરસ……….
Speechless!!!
બહુ જ મસ્ત
ખુબ જ સરસ.
Really superb!!!!!!!!! No words for it.
આ લેખ ખુબ સુન્દર છે. મારા પપ્પા સાથે અને મમ્મી સાથે મારો સમ્બન્ધ પણ્ મિત્ર જેવો જ છે. માતા તો ભગવાન નુ અનમોલ સર્જન છે જ , પણ પિતા બાળક માટે મિત્ર અને માર્ગદર્શક છે.
હ્રદયસ્પર્શી લેખ.
વાહ!ખુબ જ સરસ.
હવે એક પણ સવાલ બાકી નહોતો રહ્યો.
I have no words for this article. Papa is the Papa
માનો મહિમા કરનારા હવેથી પિતાને પણ યાદ કરશે.ખુબ જ સરસ લેખ.
ખૂબ જ સુંદર લેખ.
રિડગુજરાતી ઉપર જ વાચેલુ કે ” બાળક એ પિતા નો નિબંધ છે અને માતા નુ કાવ્ય.” અતિ સુન્દર.
ખરે ખર પ્રથમ વખત પિતા નુ મહાત્મય દર્ર્શાવતો લેખ વાન્ચવા મલ્યો.
સુન્દર કલ્પના-
પરન્તુ સર્વશકિતમાન-સર્વવ્યાપી-સદાહિતકારી-પરદુખભન્જન.અસન્ખ્ય નાના નાના નીર્દોશ ભુલકાઓને નોધારા.નીસહાય અને રસ્તે રઝળતા કેમ બનાવી દે છે.
હું શું કહુ… આંખો મા આંસુ આવી ગયા…. ખરેખર…. સુંદર લેખ…
“બાળક એ માતા નું કાવ્ય તો પીતા નો નીબંધ છે!” – રીડગુજરાતી
ખુબ જ સરસ પ્રેરક વાર્તા.સીધીસાદી ભાષામાં પ્રેમ લાગણી સંભાળ વગેરેની વાત મૂકી માણસને માણસ બનાવતા શીખવાડતી વાર્તા.શ્રી.આઈ,કે.વીજળીવાળા તથા શ્રી મૃગેશભાઈ..આપને અભિનંદન તથા દિવાળી નવા વર્ષોની શુભકામનાં.
DONT HEART YOUR DAD FEELINGS.
very nice 1st time i read for father story.this is little less than actual. Atchual is more than this whole life father spending for children.
Very nice.
સરસ ….
પિતા માટે આટલું સરસ અને આટલા ઊંડા વિચાર સાથે લખ્યું છે જેનો આપડે ક્યારે વિચાર નહોતો કર્યો..
બહુજ સરસ …. 🙂
પિતા માટે આટલું સરસ અને આટલા ઊંડા વિચાર સાથે લખ્યું છે જેનો આપડે ક્યારે વિચાર નહોતો કર્યો..
બહુજ સરસ ….
સુન્દર ,પિત્રુ દેવો ભવ !
very good artical.
પિતા નુ ચરિત્ર્ય ખુબ સારી રીતે સમજાવ્યુ છે.
khubj srs.mom vise to all writers article lkhe 6 pn tme father nu value drsavi 6.nc
nc.mom ni value drsavta article to all writer lkhe 6 pn tme father ni value drsavto article lkhyo.khub j srs…
ખુબ સરસ્…
really yar nice……..speechless………. dad is dad yar. dad ne lagatu paheli j var vanchyu…. mummy mate to batha lakhe pan dad mate?????????? koi child ne papa vise essay
lakhavanu k to su te lakhi sakse?
SUPERB
CANT SAY MORE
i really like this article
I love you papa.
કહેવા માટે શબ્દો જ મલતા નથિ .. !
Superb .. !
‘ભગવાને જ્યારે પિતાની રચના કરી….’ ડૉ.આઈ.કે.વીજળીવાળા;…તમારો આ લેખપણમનેખૂબગમ્યો..”આધ્યાત્મ”માંપણથોડાસમયપરતમારાપિતાજીનાસ્મરણોસમર્પના અંગે વાચી ભાવવિભોર થઈ ગયેલો॰ તમેભાવવાહી સારાલેખો લખો છો॰અભિનંદન॰લખતા
રહો અને બધાના દિલમાં વસતા રહો॰ મારી શુભેચ્છા તમારી સાથે છે॰હું તમને રૂબરૂ મળવા
ઇછું છું॰હરિ ઈચ્છા॰**********જયેશ શુક્લ॰”નિમિત્ત॰”સુભનપુરા,વડોદરા-૩૯૦૦૨૩॰
૨૬।૦૯।૨૦૧૩॰ગુરુવાર॰૧૫.૧૬p॰m॰
I’m Speechless. Thank you author and Read Gujarati for such a good article.
ખુબ જ સરસ…હ્રદય સ્પર્શી ,,,પિતા એટલે પરમાત્મા..
એક દમ મુસ્ત લખ્યુ , ગમ્યુ મને મા વિશે તો બધ લખે પન બાપ નુ મહત્વ કોઇને ખબર ન્હોતિ , બાપ વગર અને મા વગર બધુ અધુરુ , બન્ને નુ એક સર્ખુ જ મહત્વ .આભર સહેબ
love u papa.their no word for this article.its awasome.
લાજવાબ…
Dear Sir,
No words for discriptions….khubaj saras lekh che. bhagvan badhanu bahluj icche che…. i like it.. hu hamesha tamara lekh nu search karto rahu chu..bas ek aadatj padi gai che…ke jyare time male bas reading…. Aap khubaj samajdar person cho… ane bahuj saru kam kari rahiya cho..
Thank you very much for giving such kind of thoughts..
kash hu tamne mali shakto hot…..
પપા નેી લાડ્કેી દેીકરેી …………………………………………………….love u paapaaaa….
I love you papa nothing is more than you