દિપાવલી પર્વની શુભકામનાઓ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

વિ.સ. 2067ના અંતિમ દિવસ એટલે કે આ દિપાવલીના પર્વની આપ સહુને તથા આપના સૌ પરિવારજનોને શુભકામનાઓ. આખું વર્ષ જેમના ચરણોમાં બેસીને આપણે શુભ વાંચન, મનન અને ચિંતન કરીએ છીએ એ માતા સરસ્વતીને આજના મંગલ દિને ભાવપૂર્વક વંદન કરીએ.

પ્રતિવર્ષ દિવાળીના દિવસો દરમ્યાન રીડગુજરાતી પર કંઈક રમૂજી અને હાસ્યલેખો આપણે માણતા હોઈએ છીએ. પરંતુ ચાલુ વર્ષે સર્વરની સમસ્યાઓ અને તેની આંતરિક ચકાસણીને કારણે ઘણો સમય સાઈટને નિયમિત કરવામાં વ્યતિત થયો છે. હાલ પૂરતી આંતરિક રીતે હવે કોઈ સમસ્યા નથી. દેશ-વિદેશમાં લગભગ બધી જ જગ્યાએ સૌ વાંચી રહ્યા છે. જો કે ઘણા નિયમિત વાચકોનો ક્રમ તૂટ્યો છે પરંતુ આ કાર્ય દિવાળીના વેકેશન દરમ્યાન જ કરી લેવું વધારે હિતાવહ હતું કે જેથી નવા વર્ષમાં આપણે પુનઃ નિયમિત રીતે નવા લેખો માણી શકીએ. આમ, ટેકનિકલ કાર્યને કારણે સ્થગિત કરાયેલા ઘણા બધા નવા લેખો, નવા વર્ષની શરૂઆતથી જ પ્રકાશિત થતા રહેશે અને આપણે હંમેશની જેમ સાહિત્યના વિવિધ સ્વરૂપોનું પાન કરતા રહીશું.

આવતીકાલથી શરૂ થનારા નવા વિક્રમસંવત નિમિત્તે ફરી એકવાર સૌ અહીં મળીશું અને ત્યારબાદ 31 ઓક્ટોબર, એટલે કે જ્ઞાન પંચમીના દિવસથી નિયમિત બે લેખો માણતા રહીશું. ફરી એકવાર, આપ સૌને દિપાવલીના પર્વની હાર્દિક શુભકામનાઓ.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મેરે પૂર્વજ મહાન ! – રતિલાલ બોરીસાગર
નૂતનવર્ષાભિનંદન – તંત્રી Next »   

14 પ્રતિભાવો : દિપાવલી પર્વની શુભકામનાઓ – તંત્રી

 1. Vivek Doshi says:

  રીડ ગુજરાતીના તમામ વાંચકોને..છેક દિલના તળીયેથી જણાવવાનું કે…….

  આવનારા નવા વર્ષમાં તમારી પ્રગતિનો ગ્રાફ ઉંચોને ઉંચો જાય તેવી શુભેચ્છા..

  – આ વર્ષે ડોક્ટર તમારા ઘરથી દૂર રહે..
  – તમારા છૈયા છોકરાની માર્કશીટમાં એક પણ લાલ લીટી ન પડે
  – તમે બસ સ્ટેશન જાવ ત્યારે બસ અને રેલ્વે સ્ટેશન જાવ ત્યારે ટ્રેન તમારી રાહ જોતી હોય..
  – તમારી દૂકાને ગ્રાહકોની લાઈનો પડે, અને નોકરીમાં બોસ તમારું કહેલું જ કરે
  – તમાર બ્લોગમાં લોકો અઢળક કોમેન્ટો કરે અને તમારા બ્લોગ માંથી કોઈ ઉઠાંતરી ન કરે
  – તમારું બેન્ક બેલેન્સ એટલું બધુ વધે કે બેન્ક વાળા તમારા ખાતા માંથી તમોને પૈસા ઉપાડી લેવા નોટીશ મોકલે

  ..અને હા છેલ્લે, હું ક્યારેક તમારી પાસે ઉધાર પૈસા માગુ ત્યારે મને પૈસા આપવામાં તમારું મન કદાપી ન ખચકાય તેવી અપેક્ષા સાથે..HAPPY DIWALI & HAPPY NEW YEAR

 2. Renuka Dave says:

  Happy New Year to Mrugeshbhai and Readgujarati.com team.

  May Ma Saraswati give you strength to continue this noble work for long time and with long vision.

  God Bless You, Mrugeshbhai..!

 3. મૃગેશભાઈ , આપને દિપાવલી અને નવા વર્ષની શુભકામનાઓ.!
  વિધિ – હેપી – હેમાક્ષી – પીયૂષ

 4. Jay Shah says:

  Happy Diwali and Prosperous New Year to you and your family… Hope coming year is better than the one left and we get to read lot more good…better…best stuff!

 5. i.k.patel says:

  dipak ni roshani, mithai ni mithas, fatakada no avaj, dhan ni varsad roj tamara par thay tevi hardik shubhechchhao.

 6. DEAR MRUGESH BHAI,

  WISH YOU AND YOUR FAMILY MEMBERS
  VERY HAPPY DIWALI AND NEW YEAR

  NUTAN VARSHA ABHINANDAN

  MANISH SHUKLA
  SANGITA SHUKLA

 7. દિવાળીની શુભેચ્છાઓ

 8. ushapatel says:

  મૃગેશભાઈ,સર્વ વાચકો,બ્લોગરો અને અબાલવૃદ્ધ સૌ ને નવાવર્ષની શુભકામનાઓ અને આવનારું વર્ષદરેક રીતે ફળદાયી બને એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. અસ્તુ.

 9. Govind Maru says:

  આપને અને સૌ વાચકમીત્રોને દીપાવલી અને નુતન વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..

 10. jaykant jani says:

  રીડ ગુજરાતીના તમામ વાંચકોને તથા મુ શાહ ને ..છેક બોટમ ઓફ હાર્ટ થી લખવાનું કે…….

  આવનારા બધા વર્ષમાં તમારી આધ્યાત્મીકતાનો ભક્તિ આંક ઉંચો ને ઉંચો જાય તેવી શુભેચ્છા..

  – ધનવ્ંતરી દેવી ની ક્રુપાથી નિરોગી રહો.
  – સરસ્વતિ દેવી ની ક્રુપાથી તમારા સંતાનો સારુ , અને સાચુ ભણે .
  – જીવનમા સુર્ય જેવી નિયમિતા કેળવો.
  – સમોવડીયાને કામથી અને સાહેબને માનથી જીતો.
  – ગુજરાતી ભાષાને ઉજળી કરો અને પ્રેરણા દાઇ લખો.
  – જીવનમા અપરીગ્રહ અપનાવો ગુજરાતી જેમ કમાઓ ,મરાઠી જેમ ભોગવો મારવાડી જેમ બચાવો.

  -ભગવાની પાસે ભિક્ષુક ના બનો પાર્થના મા રોકાયેલા બે હાથ કરતા પરિશ્રમ મા
  રોકાયેલા હાથ વધુ સુંદર છે.

 11. Gulhasan says:

  રીડ ગુજરતીના તમામ વાચક બંધુઓને નવાવર્ષની હાર્દીક શુભકામના…

 12. nilam doshi says:

  wishing you a very happy new year, mrugeshbhai

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.