- ReadGujarati.com - http://www.readgujarati.com -

દિપાવલી પર્વની શુભકામનાઓ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

વિ.સ. 2067ના અંતિમ દિવસ એટલે કે આ દિપાવલીના પર્વની આપ સહુને તથા આપના સૌ પરિવારજનોને શુભકામનાઓ. આખું વર્ષ જેમના ચરણોમાં બેસીને આપણે શુભ વાંચન, મનન અને ચિંતન કરીએ છીએ એ માતા સરસ્વતીને આજના મંગલ દિને ભાવપૂર્વક વંદન કરીએ.

પ્રતિવર્ષ દિવાળીના દિવસો દરમ્યાન રીડગુજરાતી પર કંઈક રમૂજી અને હાસ્યલેખો આપણે માણતા હોઈએ છીએ. પરંતુ ચાલુ વર્ષે સર્વરની સમસ્યાઓ અને તેની આંતરિક ચકાસણીને કારણે ઘણો સમય સાઈટને નિયમિત કરવામાં વ્યતિત થયો છે. હાલ પૂરતી આંતરિક રીતે હવે કોઈ સમસ્યા નથી. દેશ-વિદેશમાં લગભગ બધી જ જગ્યાએ સૌ વાંચી રહ્યા છે. જો કે ઘણા નિયમિત વાચકોનો ક્રમ તૂટ્યો છે પરંતુ આ કાર્ય દિવાળીના વેકેશન દરમ્યાન જ કરી લેવું વધારે હિતાવહ હતું કે જેથી નવા વર્ષમાં આપણે પુનઃ નિયમિત રીતે નવા લેખો માણી શકીએ. આમ, ટેકનિકલ કાર્યને કારણે સ્થગિત કરાયેલા ઘણા બધા નવા લેખો, નવા વર્ષની શરૂઆતથી જ પ્રકાશિત થતા રહેશે અને આપણે હંમેશની જેમ સાહિત્યના વિવિધ સ્વરૂપોનું પાન કરતા રહીશું.

આવતીકાલથી શરૂ થનારા નવા વિક્રમસંવત નિમિત્તે ફરી એકવાર સૌ અહીં મળીશું અને ત્યારબાદ 31 ઓક્ટોબર, એટલે કે જ્ઞાન પંચમીના દિવસથી નિયમિત બે લેખો માણતા રહીશું. ફરી એકવાર, આપ સૌને દિપાવલીના પર્વની હાર્દિક શુભકામનાઓ.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.