નૂતનવર્ષાભિનંદન – તંત્રી

આજથી શરૂ થતું વિ.સ. 2068 આપ સૌ વાચકમિત્રો અને સૌ પરિવારજનો માટે ખૂબ જ ફળદાયી, સુખદાયી અને પ્રસન્નકર્તા બની રહે તેવી રીડગુજરાતી તરફથી હાર્દિક શુભકામનાઓ. આ નૂતન વર્ષમાં આપણે સૌ એકસાથે વધુ ને વધુ વાંચન કરીએ, ચિંતન કરીએ અને ઉત્તમ લેખોનું મનન કરીને આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીનું નિયમિત પાન કરનારા સૌ વાચકમિત્રો, પ્રકાશકો, યોગદાન આપનારા સૌ દાતાઓ, લેખકમિત્રો અને અન્ય સૌને નવા વર્ષના સાલમુબારક. સર્વર પરની ટેકનિકલ ક્ષતિને કારણે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે દીપોત્સવી પર્વના વિશેષ લેખો પ્રકાશિત કરી શકાયા નથી પરંતુ હવે તા. 31-ઓક્ટોબરને લાભપાંચમથી આપણે નિયમિત નવા લેખોનું રસપાન શરૂ કરીશું. ત્યાં સુધી રીડગુજરાતી પર રજા રહેશે. ફરી એકવાર સૌને નૂતનવર્ષાભિનંદન. આભાર.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી
+91 9898064256

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “નૂતનવર્ષાભિનંદન – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.