[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] મંદિરે જતી પત્નીનો રોજ ભલે હું અનુચર ન હોઉં પણ દિવાળીમાં સિક્યોરિટી ગાર્ડની ફરજ મારે અનિવાર્યપણે બજાવવી પડે છે. ના, પત્નીના અછોડાની રક્ષા માટે નહિ. મંદિરમાં ભલે મહિલાઓના અછોડાની ચીલઝડપ થાય પણ મહિલાઓનું એ ગ્રીવાવળગણ ક્યારેય છૂટવાનું નહિ. મારી પત્ની પણ એમાં અપવાદ નથી. પણ એનો અછોડો […]
Monthly Archives: October 2011
બીજ એવું વાવ, કે ફાલી ફૂલી શકે, નિષ્ઠા તું ટકાવ કે ફાલી ફૂલી શકે. જિંદગી છે ચંદન જેમ ઘસીને જો, ખુશ્બૂ એ પ્રસરાવ, કે ફાલી ફૂલી શકે ! કષ્ટ ને કઠિનાઈ, તો હરડગર મળે, કષ્ટોને જલાવ, કે ફાલી ફૂલી શકે ! અભાવ હો ભલે, તું સ્વભાવ એવા કર, છોડ તું […]
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી; કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે, તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના, હંમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી. જગતમાં […]
વૈશાખ-જેઠ માસની બળબળતી આગ છું ઝરમર રૂપે તું આવે તો શબ્દોનો બાગ છું આઘાત છે અતીતના ને ભાવિ ધૂંધળું….. પળભરના તારા સંગનો હું રંગરાગ છું. હમણાં તો ગૂંચળું નર્યું પળને કરંડિયે, જેવા વહાવે સૂર તું, મદહોશ નાગ છું ! વરદાન દીર્ઘ આયુનું પહેલાં ગમી ગયું ! જાણ્યું અનુભવે કે હું […]
નથી મંઝિલ મળી એનો ચરણને દોષ ના આપો કશું દેખાય ના તો આવરણને દોષ ના આપો. હકીકત છે તમે એકેય પણ બારી નથી ખોલી બધે અંધાર છે ઘરમાં કિરણને દોષ ના આપો નજર સામે પડેલું સત્ય સમજાતું નથી એને લખ્યું વાંચી નથી શકતો અભણને દોષ ના આપો નથી સંભવ હિસાબો […]
[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંક : ઓક્ટોબર-2011માંથી સાભાર. આપ લેખિકા વર્ષાબેનનો આ નંબર પર +91 22 22007434 સંપર્ક કરી શકો છો.] હવામાં છૂરીની ધાર જેવી તીવ્ર ઠંડી હતી, રસ્તા પર એ ઊભી રહે તો વહેરાઈ જ જાય. પણ ભારતીના ઘરમાં હૂંફાળો ગરમાવો હતો. સવારે આંખ ખોલી, પલંગમાં ફિટ કરેલું રીમોટનું બટન […]
[‘જલારામદીપ’ સામાયિક, દીપોત્સવી અંક ભાગ-1, ઑક્ટોબર-2011માંથી સાભાર.] ઘેરાયેલા વરસાદનું અંધારું કમરામાં ફેલાઈ ગયું. ઊતરતી સાંજનો ઉજાસ આ કમરામાં ફેલાયેલો હોય એની જગ્યાએ ઘેરાયેલા વરસાદનું અંધારું ફેલાઈ ગયું હતું. કમરામાં ફેલાયેલા અંધારામાં વચ્ચે શુભાંગી નાનકડા અરીસામાં જોતી હતી. દીવાલ પર અધ્ધર લટકતા નાનકડા અરીસામાં શુભાંગી ચહેરો સ્થિર રાખીને ચાંદલો કરી રહી […]
[‘સંતસાગર’ પુસ્તકમાંથી સાભાર. ભારતના કુલ 101 સંતોના ટૂંકા ચરિત્રોનું આ એક અદ્દભુત પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. શ્રીરામ સોનીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] રાતનો વખત છે. વર લગ્નમંડપમાં આવી ઊભો છે. બ્રાહ્મણોએ ઉચ્ચ સ્વરે ગર્જના કરી : ‘અતિ […]
[‘વીણેલાં ફૂલ’ ભાગ-4માંથી સાભાર.] ખાઈને ઊઠ્યો કે નાની દિકુએ પાનનું બીડું બનાવી આપ્યું. સોપારી સિવાય એમાં કશું નહોતું. હમણાં ઘરમાં પૈસાની તંગી છે, એ વાતની ચાડી પાને ખાધી. ઑફિસે જવા નીકળ્યો. પગથિયે પહોંચ્યો ત્યાં દિકુ મારી કને આવીને ઊભી રહી. કંઈક કહેવા માગતી હતી. પણ એની જીભ ઊપડતી નહોતી. મેં […]
[1] આરક્ષણ – રવિ પટેલ [ રીડગુજરાતીને સત્યઘટના પર આધારિત આ કૃતિ મોકલવા માટે શ્રી રવિભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ravipatel122788@gmail.com સંપર્ક કરી શકો છો.] બે વર્ષ અમેરિકામાં અભ્યાસ માટે રહ્યા બાદ હું ઉનાળુ વેકેશનમાં બે મહિના માટે અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. અમેરિકાના અનુભવોથી મારામાં ઘણો મોટો […]
[‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.] [1] બસને શેઠસાહેબ ! આખરે તો મેં ધાર્યું હતું એવું જ નીકળ્યું. લોકો તમારા બહુ વખાણ કરતા હતા, પણ આ તો વખાણી ખીચડી દાંતે વળગી. તમે મહાન કરોડપતિ ગણાઓ છો પણ તમારી સાથે પડેલા પ્રસંગ પછી મને લાગ્યું કે તમારા કરોડો રૂપિયા ધૂળ જેવા છે. દોલત […]
[ શ્રી રોહિત શાહ દ્વારા સંપાદિત પુસ્તક ‘સુખનું સરનામું’માંથી સાભાર.] ‘અરે…. જલદી જલદી જલદી આવો….. જુઓ આપણા ઘરે પરી આવી છે…..’ અને અચાનક જ મારી આસપાસ અનેક ચહેરા ઝળૂંબી રહ્યા. પહેલાં તો મને થયું, આ કોણ હશે ! આટલા બધા….! પણ પછી મને એમના અવાજમાં પોતાપણાનો અહેસાસ થવા લાગ્યો. મને […]