પ્રિય વાચકમિત્રો, અન્ય લેખોનું સમીક્ષા તેમજ ટાઈપિંગનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે એક વિરામ લઈશું. આવતીકાલથી નવા બે લેખો સાથે ફરીથી મળીશું. વિશેષમાં એ જણાવવાનું કે મોબાઈલ પર રીડગુજરાતી વાંચવા માટે સતત વાચકોના પત્રો મળતા રહે છે. રીડગુજરાતીની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવાની હોઈને આ કાર્યમાં સહાયતા કરી શકે તેવા પ્રોગ્રામિંગ […]
Monthly Archives: November 2011
[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] નાના હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતી એક કવિતા વિના સમજ્યા અમે ગોખી મારતા : સાંજરે ને સવારે દઈ કાગળો નિત્યુ તું માર્ગ તારે સિધાવે, તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું, કોઈ દી તું ભલા, ઉર લાવે ? કવિતાના આરંભમાં એક ટપાલીનું ચિત્ર પણ મૂકેલું. એ ચિત્ર […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] ‘તમારા જીવનનો હેતુ શું ? તમારા પ્રયત્નો શેના માટે છે ? તમે આખરે શું ઈચ્છો છો ?’ આવા સવાલો તમે તમારી આસપાસના સમાજના જુદા જુદા લોકોને પૂછશો તો મોટા ભાગના જે જવાબો હશે, તેમાં ‘સુખ, શાંતિ કે / અને સફળતા’ સમાયેલ હશે. કોઈને દુઃખ, અશાંતિ કે […]
[‘કોફીમેટ્સ’-‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે બીજી ઓક્ટોબર 2011ના રોજ યોજાયેલ ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ શ્રેણીમાં અપાયેલ દિનકરભાઈના પ્રસ્તુત વક્તવ્યનું શબ્દાંકન પલ્લવીબેન ઠક્કરે કર્યું છે. તેમનું આ વક્તવ્ય ‘નવનીત સમર્પણ’ (ડિસેમ્બર-2011)માંથી સાભાર લેવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય શ્રી દિનકરભાઈનો (મુંબઈ) ખૂબ […]
[ નાજૂક વિષયોને સુંદર રીતે આલેખીને, કથા-પાત્રોના મનોભાવોને અત્યંત સૂક્ષ્મ રીતે રજૂ કરવા એ હિમાંશીબેનની લેખનશૈલીની વિશિષ્ટતા છે. ઘટના કે બોધ કશું જ ન હોય પરંતુ સમજનાર વાર્તાના પ્રવાહમાંથી જ ઘણું બધું સમજી જાય એ રીતની આ વાર્તાઓ તાજેતરમાં ‘ઘટના પછી….’ નામના પુસ્તકમાં પ્રકાશિત થઈ છે, જેમાંથી પ્રસ્તુત વાર્તા ‘સમજ’ […]
[તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ટકોરા મારું છું આકાશને’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.] [1] આ ખુલ્લી બારીયે…. આ ખુલ્લી બારીયે કેમ લાગે છે ……………. ભીંત જેવી ?! બંધ બારણે ટકોરા મારીએ એમ હું ટકોરા મારું […]
[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] ધમધમતી શેરીઓની સંકુલતામાંથી એક પતંગ આકાશમાં, અગાસીઓની અડોઅડ જડી સંકડાશમાંથી એક પતંગ મોકળાશમાં. દોરના એક છેડે ફરફરે પ્રસન્નતા ચગે બીજે છેડે ચકિત મન, લહર પર લહર પર લહર રંગબેરંગી ખુશીમાં ફરફરે દિશાઓ તમામ. લંબાય અગાસીઓના હાથ સૂસવાતા પવનમાં, સંધાન પૃથ્વી અને આકાશનું જરીક અમસ્તા ફરકાટમાં…..
[ મૂળ અંગ્રેજીમાં લખાયેલી આ કૃતિનો અનુવાદ શ્રી રમેશભાઈ પુરોહીતે કર્યો છે. ‘સુખને એક અવસર તો આપો’ પુસ્તકમાંની આ કૃતિ તાજેતરમાં ‘આપણે’નામના ત્રૈમાસિકમાં પ્રકાશિત થઈ હતી, જે અહીં સાભાર લેવામાં આવી છે.] અય દોસ્ત, સુખી થવા માટે તારા સમયનો સદુપયોગ કર. તું પોતે જ જીવતોજાગતો ચમત્કાર છે. તારા સમોવડિયું કોઈ […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] દીકરો પરદેશ જો દોડી ગયો, એક સ્મરણ પાછળ સખત છોડી ગયો. લઈ ગયો આશિષ માતાની ભલે, નામના બંધન બધાં તોડી ગયો. ભાલને ચમકાવવાના લોભમાં, ઘર તરફ જાતી નજર મોડી ગયો. લાગણીની દોર તોડી નાખી, ને- તાર દૂરસંચારના જોડી ગયો. રાતભર ખટકો રહે છે આંખમાં, એક તણખલું કેવું […]
[ રામકથા અંતર્ગત પૂ. બાપુ દ્વારા પ્રસંગને અનુરૂપ કહેવાયેલા સુંદર દષ્ટાંતો અને જીવનપ્રેરક વિચારોનું સંપાદન કરીને આપણા જાણીતા હાસ્યલેખક અને હાસ્યકલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીએ ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં બે વર્ષ અગાઉ ‘માનસદર્શન’ નામે કૉલમ લખવાનું શરૂ કર્યું. આ કૉલમમાં પ્રકાશિત થયેલા લેખોમાંથી ચૂંટેલા લેખોનું તાજેતરમાં ‘માનસદર્શન’ પુસ્તક રૂપે પ્રકાશન થયું છે; […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘મહાબળેશ્વર’ નામના આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં મહાબળેશ્વર તથા તેના જોવાલાયક સ્થળોની ખૂબ નાનામાં નાની વિગત સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આ પુસ્તકમાંના પ્રથમ પ્રકરણનો કેટલોક અંશ ટૂંકાવીને અહીં સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ […]
[ માનભાઈ ભટ્ટ એટલે ભાવનગરની શિશુવિહાર સંસ્થાના સ્થાપક. સગપણે તેઓ મીરાબેન ભટ્ટના મામાજી થાય. એમના જીવન અને વ્યક્તિત્વનું દર્શન કરાવતું તેમનું સુંદર સંક્ષિપ્ત જીવનચરિત્ર એટલે આ પુસ્તક ‘હાથે લોઢું હૈયે મીણ’. તેમાંથી પહેલું પ્રકરણ અહીં સાભાર પ્રસ્તુત કર્યું છે. ઉત્તમ માનવીઓના ચરિત્રો ખૂબ પ્રેરણાદાયી હોય છે. એ દષ્ટિએ આ પુસ્તકનું […]