જીવ્યા હતા – ચંદ્રેશ મકવાણા

એય છૂટી જાય ના એ બીકમાં જીવ્યા હતા,
એક મુઠ્ઠી જેટલી ઉમ્મિદમાં જીવ્યા હતા.

હા, અમે પણ પાંખથી છૂટેલ પીંછાઓ હતાં,
હા અમે પણ સાવ ઉજ્જડ નિડમાં જીવ્યા હતા.

આગમાં સેકાઈ ગ્યા તો ઈંટનો અવતાર લઈ,
આયખાભર એક મુંગી ભીંતમાં જીવ્યા હતા.

કાળથીયે આકરી તાકીદમાં જીવ્યા હતા,
ક્યાં અમે પણ કોઈ ચોક્ક્સ રીતમાં જીવ્યા હતા.

લાખ ટહુકામાં ભળ્યા કે લાખ ચાંચેથી ખર્યા,
એ છતાં અફસોસ છે કે ઠીબમાં જીવ્યા હતા.


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સોરી બોસ – ભાવેશ ભટ્ટ
લઈ જાય છે – નીતિન વડગામા Next »   

8 પ્રતિભાવો : જીવ્યા હતા – ચંદ્રેશ મકવાણા

 1. pragnaju says:

  સ રસ ગઝલના આ શેર વધુ ગમ્યા
  હા, અમે પણ પાંખથી છૂટેલ પીંછાઓ હતાં,
  હા અમે પણ સાવ ઉજ્જડ નિડમાં જીવ્યા હતા.

  આગમાં સેકાઈ ગ્યા તો ઈંટનો અવતાર લઈ,
  આયખાભર એક મુંગી ભીંતમાં જીવ્યા હતા.
  યાદ
  નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
  જાંળુ સળગે ચોમેર..
  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
  વેળા એવી વીતી રે વેદનતણી
  ઉકલ્યા અગનના અસનાન જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય…

 2. ashok patel says:

  વ્ર્રુધ્ધ બનિને આન્ખો સોધે દિવાર પર નો ચિત્ર
  અધ ખુલ્લિ આન્ખો ઝાખા સ્વપ્ન દિવર પર

  કથદ્તિ હતિ જિવન નિ ઝાન્ખિે

 3. આગમાં સેકાઈ ગ્યા તો ઈંટનો અવતાર લઈ,
  આયખાભર એક મુંગી ભીંતમાં જીવ્યા હતા.

 4. sudhir patel says:

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 5. Jaimini says:

  Waw! Ketli saras rachna,
  very nice!

 6. Kalidas V. Patel { Vagosana } says:

  ચન્દ્રેશભાઈ,
  દસ લીટીની નાનકડી ગઝલમાં જોડણીની ત્રણ ભૂલો ! વળી , બધા શબ્દો રોજબરોજના સીધા સાદા શબ્દો હોવા છતાં. દા.ત. નિડ . { નીડ = માળો }
  સાચા શબ્દો વગર ગઝલ સફળ કેવી રીતે થાય ? સાચી જોડણી એ ગુજરાતી સાહિત્યનું
  અનિવાર્ય અંગ છે એ ન ભૂલાવું જોઈએ.
  કાલિદાસ વ.પટેલ { વાગોસણા }

 7. jigna trivedi says:

  ગઝલ માણવાનેી મજા આવેી.

 8. કે.વી.પટેલ સાહેબ માફ કરજો !!!
  આ ટીપ્પણિ લખતા ખેદ થાય છે, જેમા તમારી નજરે બેશક અસ્ખ્ય ભુલો હોવાનીજ છ્તા પણ બેધડક કહેવાનો જ્.
  આવી સુદર રચનાઓ કે લેખો માટે તમોને ઘણુખરુ બે સારા શબ્દોની કાયમ ખોટ પડ્તિ હોય છે. જેમા જોડ્ણીની ભુલો કાઢી તમો ગુજરાતી ભાશાના ગ્નાનનુ આ રીતે વારવાર પ્ર્ર્દ્શ્ન કરી રચનાઓ પેશ કરનારાઓને એન્કરેજ કરવાને બદ્લે ડિસએન્ક્રેરેજ્ કરવાનુ બધ કરો તો સારુ એવુ મારુ પુરા આદર સહીત નમ્ર સુચન્.
  તમે તમારિ કોઇ રચનાઓ પેશ કરીને બતાઓ !!!!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.