સોરી બોસ – ભાવેશ ભટ્ટ

તમે મને જે કામ માટે મોકલ્યો હતો,
હું કરી ના શક્યો.
તમે મને શ્વાસોનાં કાદવમાં ધકેલીને,
ચોખ્ખા બહાર આવવા કહ્યું,
પણ હું તો કાદવથી પણ વધારે ખરાબ થઈ બહાર આવ્યો.
તમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવા કહ્યું,
પણ મને તો એક આગિયોય ના મળ્યો.
તમે મને ટોળાનો હિસ્સો બનીને રહેવાનું કહ્યું,
હું ટોળામાં તો રહ્યો પણ એનો હિસ્સો ના બની શક્યો.
અને હા, તમે મને જે સમયનો તાકો સાચવવાં આપ્યો હતો,
ઊલટાનું એણે તો મારા જ લીરે-લીરા ઉડાવી દીધા.
આઈ એમ એક્સ્ટ્રીમલી સૉરી બોસ,
બોસ તમે મને ડિસમિસ ના કરતા, પ્લીઝ મને ફરી એક વાર…..


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous લીલીછમ સુગંધ – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’
જીવ્યા હતા – ચંદ્રેશ મકવાણા Next »   

5 પ્રતિભાવો : સોરી બોસ – ભાવેશ ભટ્ટ

 1. pragnaju says:

  સુંદર
  તમે મને શ્વાસોનાં કાદવમાં ધકેલીને,
  ચોખ્ખા બહાર આવવા કહ્યું,
  પણ હું તો કાદવથી પણ વધારે ખરાબ થઈ બહાર આવ્યો.
  તમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવા કહ્યું,
  પણ મને તો એક આગિયોય ના મળ્યો.

  શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;કાદવમાં પછી ખૂંપી ગયો. ખૂટી ગઇ છે મારી પણ ધીરજ હવે આમ જીવન જીવતા થાકી ગયો. મારી મરજી હો, ન તારી મરજી ……………………………..

 2. બોસ તમે મને ડિસમિસ ના કરતા …. પણ
  હુ જ તમને ડીસમીસ કરૂ છુ….

 3. સુન્દર રચના.
  ટોળામા રહેવા છતા એનો હિસ્સો ન બની શક્યો !
  નીર્વીવાદ,કેટલાય લોકોને આવી દુવીધા જીવનભર સતાવતી હોય છે.

 4. Pratibha says:

  નવી તાજગી લાવનારને આવી બીક. રચના ગમી. અભિનંદન.

 5. Pravin Shah says:

  તમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવા કહ્યું,
  પણ મને તો એક આગિયોય ના મળ્યો.
  સાચી જ વાત કહી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.