પંથ જે તારા સુધી લઈ જાય છે.
એ અમીધારા સુધી લઈ જાય છે.
એક ઊંડી ને ઉઘાડી આંખ પણ,
કૈંક વરતારા સુધી લઈ જાય છે.
ભાંગતી રાતે બધીયે ભીંત આ,
કેમ ભણકારા સુધી લઈ જાય છે !
તેજને પ્રગટાવતો તણખો પ્રથમ,
છેક અંધારા સુધી લઈ જાય છે.
ઊડતો રહેતો સતત એ આગિયો,
સ્હેજ ઝબકારા સુધી લઈ જાય છે.
સ્વાંગ ફૂલોનો સજીને આખરે,
કોઈ અંગારા સુધી લઈ જાય છે !
એટલે માળા જપું છું શબ્દની,
એ મને મારા સુધી લઈ જાય છે.
One thought on “લઈ જાય છે – નીતિન વડગામા”
ઊડતો રહેતો સતત એ આગિયો,
સ્હેજ ઝબકારા સુધી લઈ જાય છે.
એટલે માળા જપું છું શબ્દની,
એ મને મારા સુધી લઈ જાય છે.
very nice ! Nitinbhai…