ગુજરાતી માધ્યમ ? અંગ્રેજી માધ્યમ ? – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ડૉ. આઈ. કે. વીજળીવાળાના જીવનપ્રસંગો પર આધારિત ‘સાયલન્સ પ્લીઝ !’ શ્રેણીનું ત્રીજું પુસ્તક ‘કાળની કેડીએથી’ માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ દિવસ વિકલ્પ જ ન હોય. બાળકને અંગ્રેજી માધ્યમને બદલે ગુજરાતીમાં જ ભણાવવું જોઈએ. અંગ્રેજી શીખવું જરૂરી છે, પરંતુ અંગ્રેજી માધ્યમમાં ભણીને શીખવું બિલકુલ જરૂરી નથી. આપણી માતૃભાષામાં જ બાળકને અભ્યાસ કરવા મળે એ એક વાતનો જ આપણે સૌ સંકલ્પ કરીએ !’ છાપાની પૂર્તિઓમાં માતૃભાષા અંગે ઘણું બધું છપાયું હતું.

સવારના પહોરમાં છાપાંઓ તથા છાપાની પૂર્તિઓને હું માણી રહ્યો હતો. માતૃભાષા વંદના અને એ અંગે ચાલી રહેલી વિવિધ યાત્રાઓની વિશેષ નોંધો પર નજર ફરી રહી હતી. મારા હાથમાં ચાનો કપ હતો. 2010ની જાન્યુઆરીની સવારની ગુલાબી ઠંડક વાતાવરણમાં પ્રસરેલી હતી. એ વખતે હું કડક ચા પીતાં પીતાં છાપાં વાંચવાનો અદ્દભુત લહાવો લઈ રહ્યો હતો, પરંતુ બાળકને ક્યા માધ્યમમાં ભણાવવું જોઈએ એ અંગે ઉપર લખેલાં વાક્યો વાંચતાં જ મારા મનમાંથી એક ખટકો ઊઠ્યો. મારી નજર વારંવાર એનાં એ જ વાક્યો પર જતી હતી. ગુજરાતના વિચારકો, ચિંતકો વગેરેના જુસ્સાપૂર્વક વ્યક્ત થયેલાં મંતવ્યો હતાં કે અંગ્રેજી માધ્યમમાં ગુજરાતના બાળકને ભણાવવું એ નર્યું ગાંડપણ છે. બાળકનો વિકાસ તો જ શક્ય બને જો એ માતૃભાષામાં ભણ્યું હોય ! રશિયા, જાપાન, ફ્રાંસ વગેરે દેશોનાં બાળકો માતૃભાષામાં જ ભણે છે ને ! વગેરે વગેરે…. એ બધાની સાથે તાર્કિક રીતે હું સંમત થતો હતો, પરંતુ ખબર નહીં કેમ મારા મનમાં અજંપાભર્યો એક ખટકો ઊઠી રહ્યો હતો. એ ખટકાની પીડા મને 32 વરસ પાછળ ઘસડી ગઈ. જુલાઈ 1978માં હું પહોંચી ગયો.

10 જુલાઈ, 1978ના રોજ હું વડોદરા મેડિકલ કૉલેજમાં ફર્સ્ટ એમ.બી.બી.એસ.માં જોડાયો હતો. પ્રથમ દિવસે જ કૉલેજમાં દાખલ થતાવેંત નોટિસ બૉર્ડ જોવાનો પ્રયાસ કર્યો. બધું જ અંગ્રેજીમાં લખેલું હોવાથી ધીમેધીમે ઉકેલવાની મહેનત કરી જોઈ. વીસેક મિનિટ એ મહેનત કરી જોઈ, પરંતુ વધારે ગતાગમ ન પડતાં જ એ પડતી મૂકી. મારે કયા લેક્ચરહૉલમાં જવાનું હતું અને મારો કલાસ ક્યાં હતો એ પણ મને નહોતી ખબર. અમારી કૉલેજ 15 જૂનથી શરૂ થઈ ગઈ હતી. ઍડમિશનની પ્રક્રિયા મોડી શરૂ થવાના કારણે 12મા ધોરણ હાયરસેકન્ડરી પછી ઍડમિશન લેનારા અમે પચાસેક વિદ્યાર્થી લગભગ પચીસ દિવસ જેટલા મોડા હતા. એક તો હું આટલો બધો મોડો હતો અને એમાંય પૂરું અંગ્રેજી આવડે નહીં. કોઈને પૂછવાની હિંમત ન ચાલે. પાંચમા ધોરણથી અંગ્રેજી તો ભણવામાં આવતું જ. અમારી શાળાનું ભણવાનું સ્ટાન્ડર્ડ પણ ખૂબ સારું હતું. છતાં ગામડાગામમાં રહ્યા અને ઊછર્યાં એ કારણ હોય કે બોલવા-સાંભળવાનો મહાવરો ન હોય એના કારણે હોય, જે હોય તે, પરંતુ અંગ્રેજી સાંભળવાની-વાતથી મૂંઝારો થવા લાગ્યો. સાંજ પડ્યે ગામડામાં અંગ્રેજીના બે-ચાર શબ્દો પણ ન સાંભળવા મળતા હોય, જ્યારે અહીંયા તો જ્યાં જુઓ ત્યાં ધાણીફૂટ અંગ્રેજી બોલાતું સંભળાતું ! મારા માટે તો સમજવાનાં પણ ફાંફાં હોય ત્યાં બોલવાની તો વાત જ ક્યાંથી આવે ?

હવે શું કરવું એ વિચારમાં હું નોટિસ બૉર્ડની બાજુમાં જ ઊભો હતો ત્યાં જ મારી નજર અમદાવાદ ખાતે ઈન્ટરવ્યૂ વખતે મારી બાજુમાં બેઠો હતો એવા એક વિદ્યાર્થી પર પડી. એને જોઈને મારા જીવમાં જીવ આવ્યો. એની નજીક જઈને મેં પૂછ્યું કે કયા લેકચરહૉલમાં બેસવાનું હતું ? એને પણ નહોતી ખબર ! પરંતુ એ વડોદરાની અંગ્રેજી મીડિયમની શાળાનો વિદ્યાર્થી હતો. એણે ફટાફટ ત્યાંથી પસાર થતા બે-ચાર જણને અંગ્રેજીમાં પૂછી લીધું. પછી મને જોડે આવવાનો ઈશારો કર્યો. અમે લોકો ફર્સ્ટ એમ.બી.બી.એસ.ના લેકચરહૉલમાં પહોંચ્યા. 150 વિદ્યાર્થીઓના અમારા એ વિશાળ વર્ગમાં હું પાંચમી લાઈનમાં જગ્યા જોઈને બેસી ગયો. બધા વિદ્યાર્થીઓ અંદરોઅંદર અંગ્રેજીમાં વાતો કરતા હતા. ઠઠ્ઠા-મશ્કરી કરતા હતા, પરંતુ હું ડાફોળિયા મારતો એમ જ બેઠો હતો.

પહેલું લેકચર શરૂ થયું. ગુપ્તાસાહેબ નામના એક જાજરમાન પ્રોફેસર ઍનેટોમી (શરીરરચનાશાસ્ત્ર) ભણાવવા આવ્યા હતા. ઊંચા, ગોરા અને પહાડી અવાજવાળા એ વયોવૃદ્ધ પ્રોફેસરે આપેલ લેક્ચરમાંથી મને કોઈક કોઈક અંગ્રેજી શબ્દો સમજાયા. બાકી ન તો એમના ભાષણ અંગે કંઈ સમજણ પડી કે ન તો એ દિવસના વિષય અંગે ! જેમતેમ કરીને એ 50 મિનિટ મેં કંઈક સમજી શકાય તો સમજવાની માથાકૂટમાં વિતાવ્યા. આજુબાજુ બેઠેલ અંગ્રેજી મીડિયમના સહાધ્યાયીઓ ફટાફટ ભાષણ લખી રહ્યાં હતાં. મારો જીવ ચચરતો હતો. સૌરાષ્ટ્રના અભણ આદમીને કોઈએ ઈંગ્લૅન્ડના અંતરિયાળ પ્રદેશમાં ઉતારી દીધો હોય અને એને જેવું લાગે એવું કાંઈક મારા મનને લાગી રહ્યું હતું. બીજું લેક્ચર ફિઝિયોલૉજી (શરીર કાર્યશાસ્ત્ર)નું હતું. સમય થતાં ડૉ. મિસિસ ચાંદવાણી નામના પ્રોફેસર આવી પહોંચ્યાં. ઊંચાં, પાતળાં, એકવડિયો બાંધો, મૃદુભાષી અને અતિ નમ્ર એવા એ મૅડમે લેક્ચર શરૂ કર્યું. મૅડમનો અવાજ મૃદુ અને ધીમો હતો, પરંતુ એમની બોલવાની ઝડપ મને અધધધ લાગતી હતી. બંદૂકની ગોળીની માફક બહાર પડતા એ અંગ્રેજી શબ્દોને સમજવાનું મારું તો ગજું જ નહોતું. હું નીચું જોઈને બેસી રહ્યો, જેથી એમના લેક્ચરના શબ્દોને મારા માથા પરથી જવામાં સરળતા રહે ! મારી આજુબાજુના વિદ્યાર્થીઓ લેક્ચરને ઝડપભેર લખી રહ્યાં હતાં. હું સાવ બેઠો છું એવું ન લાગે એટલા માટે મારી નોટમાં લીટા કરતો રહ્યો. એ પચાસ મિનિટ મેં માંડમાંડ પૂરી કરી.

એ પછી બપોરે હું જમવા ગયો. મારા મનમાં ઊંડેઊંડે ઉદાસી અને લઘુતાગ્રંથિ બંનેએ સ્થાન ગ્રહણ કરી લીધું હતું. જીવ બળતો હતો. હૉસ્ટેલમાં તેમ જ કૉલેજ બધે જ બધાને અંગ્રેજી આવડતું હતું. એક હું જ એવો હતો જેને અંગ્રેજીમાં કંઈ ગતાગમ નહોતી પડતી. એ દિવસે મને જમવાનું પણ ન ભાવ્યું. જેમતેમ જમીને બપોરે હું કૉલેજ પર પાછો આવ્યો. બપોર પછીના સમયમાં ઍનોટોમીમાં ડિસેક્શન કરવાનું હતું. ડિસેક્શન એટલે માનવ-મડદાંને ચીરીને એની અંદરની રચના જોવી-જાણવી અને એના વિશે જ્ઞાન મેળવવું. એ દિવસે અમારે પગના સ્નાયુઓ અંગે શીખવાનું હતું. ડેમોન્સ્ટ્રેટરે એ દિવસનાં ડિસેક્શન અંગે બધું સમજાવ્યું. હું કાંઈ કરતાં કાંઈ જ ન સમજ્યો. ‘મસલ’ એટલે સ્નાયુ થાય એ મારા માટે પણ નવું હતું. બારમા ધોરણ સુધી અમે અંગ્રેજી ભણ્યા જ હતા, પરંતુ અભ્યાસક્રમમાં આવતા પાઠ, એના સવાલજવાબ તેમ જ વ્યાકરણથી વધીને આગળ કંઈ જ કરવાનું નહોતું. બોલવા-સાંભળવાની ટેવ તો જરા પણ નહીં, એટલે ઝડપથી ઉચ્ચારાતા શબ્દો તેમ જ ઝડપથી બોલાતાં અંગ્રેજી વાક્યો મને જરાકેય સમજાતાં નહીં. અંગ્રેજી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પૂછીપૂછીને થોડુંક ડિસેક્શન કર્યું. સાંજે પાંચ વાગે કૉલેજ પૂરી થઈ.

એમ જ થોડા દિવસો પસાર થયા. એ પછી મને હૉસ્ટેલમાં ઍડમિશન મળી ગયું ત્યાં સુધી હું મારા મિત્રના ઘરે રહેતો હતો. થોડા દિવસ કંઈ પણ આવડ્યા વિનાના પસાર થયા પછી મેં નક્કી કર્યું કે આવું તો સાવ ન જ ચાલે. આપણને અંગ્રેજી શું કામ ન આવડે ? આપણે ખૂબ જ મહેનત કરવી ! આપણે પણ ખૂબ જ લખવું-વાંચવું. મનમાં આવું જોશ અને જનૂન ભરીને મેં ગ્રે-ઍનેટોમી નામની ટેક્સ્ટબુક ખોલી. પ્રથમ પાનું ખોલીને જોતાં જ હું ઠરી ગયો. એમ કહું તો સાવ હતાશ થઈ ગયો. એના ઝીણા પ્રિન્ટ્સ તેમ જ તોડી નાખે એવું અઘરું અંગ્રેજી જોઈને હું ડઘાઈ જ ગયો હતો. આવું બધું મારે ભણવાનું હતું ? જો આમાંથી એક પણ સ્પેલિંગ જ ન આવડે તો એ વાંચી તો કઈ રીતે શકાય ? તો પછી શું કરવું ? મારા મનમાં એક વિચાર આવ્યો કે જો સ્પેલિંગ્સ પાકા કરી નાખવામાં આવે તો વાંચવાનું સરળ બની જાય, એટલે સ્પેલિંગ પાકા કરવા ! 200 પાનાંની નોટ લઈને ‘Muscle : મસલ એટલે સ્નાયુ’ અને ‘Flex : ફલેક્સ એટલે વાળવું’ એમ એકએક સ્પેલિંગ દસદસ વખત લખીને ગોખવાનું શરૂ કર્યું, પરંતુ આ તો ડોલેડોલે દરિયો ભરવાની વાત હતી ! એ ક્યારે અને કઈ રીતે ભરી શકાય ? ત્રણથી ચાર નોટ ભરાઈ પછી હિંમત ભાંગી ગઈ. લધુતાગ્રંથિની જોડાજોડ થોડીક હતાશાએ પણ મગજના એક ખૂણામાં ઘર કરી લીધું હતું. છતાં જેમ બધાને આવડી જતું હોય છે એમ મને પણ મેડિકલશાસ્ત્ર ધીમેધીમે આવડી જશે એમ હું મનને મનાવતો રહેતો અને એ દોહ્યલા દિવસો જેમતેમ પસાર કરતો.

કૉલેજના દિવસોમાં ભણવા સાથે આનંદ-ઉત્સવના દિવસો પણ આવતા હોય છે. ઍન્યુઅલ ડે, યુનિવર્સિટી વીક કે મેડિકલ વીકમાં ભલભલી સ્પર્ધાઓ તેમ જ રમતો થતી. જસ્ટ-અ-મિનિટ વગેરે રમતો અંગ્રેજીમાં રમાતી. અન્ય પ્રવૃત્તિઓ પણ અંગ્રેજીના પાયા પર આધારિત રહેતી. એ વખતે અંગ્રેજી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લેતા. અમે ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓ ફક્ત શ્રોતા બની રહેતા. કોઈ ગુજરાતી આઈટમ હોય તો હજુ કોઈક ભાગ લેતું. બાકી તો શ્રોતા બનીને માણવાનું જ રહેતું.

એમ દિવસો પસાર થતા ગયા. અતિ પરિશ્રમ અને રાત-દિવસની મહેનત પછી ભણવામાં થોડોથોડો ટપ્પો પડવા માંડ્યો. પંદર મહિના પૂરા થયા. પ્રથમ એમ.બી.બી.એસ.ની પ્રિલિમિનરી પરીક્ષા આવી ગઈ. અમારા વખતે ત્રણેય એમ.બી.બી.એસ. દોઢ-દોઢ વરસનાં હતાં. પ્રથમ વરસની પ્રિલિમિનરી પરીક્ષામાં આખા જ વરસનો અભ્યાસક્રમ પૂછાય. બારમા ધોરણનું કૅમેસ્ટ્રી ગુજરાતીમાં ભણેલો એટલે એ જ વિષય અંગ્રેજીમાં ભણતાં ખૂબ જ અઘરું લાગતું હતું. બાયોકૅમિસ્ટ્રી નામનો વિષય મને કોઈ વાતે આવડે જ નહીં. નત્રલ પદાર્થ કે કાર્બોદિત પદાર્થનું મનમાં અંગ્રેજી કરવું, બધાં અંગ્રેજી વાક્યોને ગુજરાતીમાં ફેરવીને એનો અર્થ સમજવો અને એ પછી બધાં વાક્યોને બરાબર ગોઠવીને શું કહેવા માગે છે એ સમજવાની પ્રક્રિયામાં ખરેખર સમજવાનું શું છે એ રહી જ જતું ! આટલી અડચણો છતાં મેં તનતોડ મહેનત કરીને તૈયારી કરી હતી. હું રાત્રે ત્રણ વાગ્યા સુધી વાંચતો અને સવારે સાડાસાત વાગે ઊઠી જતો. જિંદગીમાં જાણે ભણવા સિવાય બીજું એકેય કામ જ નહોતું રહ્યું એવું મને લાગતું હતું. કૉલેજ જતાં પહેલાં અને ત્યાંથી આવ્યા પછી અભ્યાસ સિવાય મેં બીજું કશું કર્યું જ નહોતું. અર્જુનને જેમ પક્ષીની આંખ જ દેખાતી હતી એમ મને પણ બસ, પ્રિલિમિનરી પરીક્ષા જ દેખાતી. છેલ્લે એ દિવસ આવી પહોંચ્યો. અમારી પ્રિલિમ આવી પહોંચી.

ખૂબ મહેનત અને રાત-દિવસ જોયા વિના કરેલ પરિશ્રમ પછી આપેલ પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ આવ્યું. ફિઝિયોલૉજીના વિષયમાં હું સાત માર્ક માટે નાપાસ થયો હતો. મને ભયંકર ધક્કો લાગ્યો. સરદાર પટેલ હૉલ (હૉસ્ટેલ)ના બાથરૂમમાં જઈને હું ધરાઈને રડ્યો હતો. એ સાંજે મને થયું કે મેડિકલના ભણતર માટે હું લાયક જ નથી. અંગ્રેજી માધ્યમાં ન ભણેલા હોય એમને અને એમાંય ગામડામાંથી આવતા હોય એવા વિદ્યાર્થીઓએ આ બ્રાંચમાં આવવું જ ન જોઈએ. હવે મારે શું કરવું એ અંગે પણ મને જાતજાતના વિચારો આવવા લાગ્યા. મને થયું કે મારે ભણવાનું છોડી દેવું જોઈએ. ગામડે જતો રહું એવું થઈ આવ્યું, પણ જો હું આમ ભાગીને જતો રહું તો મારા પરની આશાના તાંતણે લટકી રહેલાં મારાં ગરીબ મા-બાપ તો ભાંગી જ પડે ને ?

આજે દિલ ખોલીને કહું તો હું ખરા અર્થમાં સાવ જ હતાશ થઈ ગયો હતો. એ વખતે અમારા ગામના અને એન્જિનિયરિંગમાં ભણતા આનંદભાઈ અંધારિયા નામના અમારા એક સિનિયરે મને ખૂબ જ હિંમત આપી હતી. બધાની ખૂબ જ સમજાવટ પછી હું ફરીથી વાંચવા માટે તૈયાર થયો. અંગ્રેજી મીડિયમમાંથી આવેલા વિદ્યાર્થીઓ ખૂબ મૂડમાં અને આનંદથી તૈયારી કરી રહ્યા હતા. હું તૈયારી તો કરી રહ્યો હતો, પરંતુ અત્યંત હતાશાની લાગણીઓથી કચડાઈને ! એ વખતે મને થતું કે શું મેડિકલની ચોપડીઓ પણ ગુજરાતીમાં ન લખી શકાય ? અથવા તો 11-12 ધોરણમાં વિજ્ઞાનના વિષયમાં દરેક શબ્દનું અતિશુદ્ધ ગુજરાતી કરવાને બદલે ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી શબ્દો ન રાખી શકાય ? સ્કંધમેખલા એટલે શોલ્ડર ગર્ડલ એવું મેડિકલમાં માંડમાંડ સમજાય એના કરતાં પ્રથમથી ગુજરાતીમાં જ બંને શબ્દો જોડે ન રાખી શકાય ? જો એવું બની શકે તો મારા જેવા કેટલા બધા વિદ્યાર્થીઓને માતૃભાષામાં ભણ્યા હોવાની આવી આકરી સજામાંથી તો પસાર ન થવું પડે !

અંતે ફર્સ્ટ એમ.બી.બી.એસ.ની પરીક્ષા પસાર થઈ ગઈ. અથાગ મહેનત અને ઈશ્વરકૃપાથી હું પાસ થઈ ગયો, પરંતુ અંગ્રેજી ન આવડવાનો ઘા મનમાં ખૂબ જ ઊંડે એક ન મટી શકે એવા નિશાન સાથે કાયમ માટે રહી ગયો. એ પીડા અને એનાથી ઊભી થયેલી લઘુતાગ્રંથિને જતાં ઘણો વખત થયો. એ વરસ પછીનાં દરેક વરસો ધીમેધીમે મારી નજર સામેથી પસાર થતાં ગયાં. એ પછી તો ધીમેધીમે અંગ્રેજી સમજતાં આવડ્યું. મેડિકલ પણ આવડ્યું, પરંતુ પેપર લખવાથી માંડીને કેસ પ્રેઝન્ટેશનમાં બોલવા સુધી અંગ્રેજી નડતું તો રહ્યું જ ! (કે ગુજરાતી નડતું રહ્યું ?)

‘અરે ! તમે શું વિચારમાં પડી ગયા ? તમારી ચા ઠંડી થઈ જશે ! થઈ જશે શું, જુઓ, ઠરીને ઠીકરા જેવી થઈ જ ગઈ છે !’ મારી મિત્ર કૃતિકાએ કહ્યું.
‘હેં ! શું ? અરે ! હા, સાચી વાત છે !’ વિચારોમાંથી બહાર આવતા હું બોલ્યો. કપમાં ગરમ ચા રેડી, ઘૂંટડો ભરતાં મેં છાપામાં ફરીથી નજર નાખી : ‘બાળકને માતૃભાષામાં જ ભણાવવું જોઈએ !’ એ વાક્યો પર મારી નજર અટકી ગઈ હતી. લખનાર વરિષ્ઠ વિચારકો સાથે હું તાર્કિક રીતે સંમત જ હતો, છતાં ખબર નહીં કેમ પણ પેલો ખટકો હજી જતો નહોતો. છતાં, છાપું વાળીને મૂકતાં હું એટલું જ સ્વગત બોલ્યો, ‘બરાબર છે ! તમારી ચળવળ બરાબર છે. સાવ સાચું છે, ભાઈ ! સાવ જ સાચું !’

[કુલ પાન : 104. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : http://gujaratibestseller.com/ અથવા આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. ઈ-મેઈલ : sales@rrsheth.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હું વાર્તા કેવી રીતે લખું છું ? – ઈશ્વર પેટલીકર
સૌંદર્ય-મીમાંસા – દાદા ધર્માધિકારી Next »   

50 પ્રતિભાવો : ગુજરાતી માધ્યમ ? અંગ્રેજી માધ્યમ ? – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. rutvi says:

  આભાર,
  પણ મારા મતે માતૃભાષા તો આવડવી જ જોઈએ, પણ એનો મતલબ એવો નહી કે તમે અંગ્રેજી ભાષા જાણો જ નહી, આજ ના જમાનામાં અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે.
  મારા મતે, જો તમે માતૃભાષા જાણતા હોવ્ તો બીજી કોઇ પણ ભાષા શીખવાનુ સહેલુ બની જાય છે (અંગ્રેજી મા તો ખાસ, મારો પોતાનો અનુભવ)
  રુત્વી

 2. Margesh says:

  ડો. આઈ કે વીજળીવાળા ની વાત ગુજરાતી માધ્યમ માં થી ૧૨ માં ધોરણ ના અભ્યાસ બાદ medical અને engineering માં જતા લગભગ દરેક વિદ્યાર્થી માટે સંપૂર્ણ પણે સાચી છે. કહેવાનો સાર એટલોજ કે તમે ગુજરાતી માધ્યમ માં ભણતા એ ના ભૂલી જાવ કે અંગ્રેજી એ વિશ્વ ભાષા છે અને અંગ્રેજી માધ્યમ માં ભણતા એ ના ભૂલી જાવ કે ગુજરાતી તમારી માતૃ ભાષા છે…

 3. મે પણ એકદમ આવું જ કોલેજના પહેલા વરસમાં અનુભવેલ છે.
  અને એજ કારણે મારા બાળકોને ENGLISH SCHOOLમાં મુકેલા છે.

 4. ડો. આઈ કે વીજળીવાળાસાહેબની વાત ગુજરાતી માધ્યમમાંથી ૧૨માં ધોરણ ના અભ્યાસ બાદ medical અને engineering માં જતા લગભગ દરેક વિદ્યાર્થી માટે લગભગ સાચી છે.

  ડો. આઈ કે વીજળીવાળાસાહેબ જેવો જ અનુભવ મને પણ થયો હતો..

 5. shruti maru says:

  આ લેખ માટે શું કહુ?

  same this sitution going with me which happend wish dr.vijalivala

  b.c.a નું 5th sem chale chhe pan haji man ma laghutagranthi chhe ke english nathi aavdtu.

  bca ni books gujarati ma hot to kyaar na agad nikdya hot

  na samjvanu badhu samjay je samjvanu hoy tej oondhu samjay.

  gujarati bhasha mari sauthi mangamti bhasha chhe.pan kam nasib e chhe ke further study all in english.

  ખુબ સુંદર લેખ લખ્યો છે.

  ગુજરાતી માંથી english medium માં આવતાં વિધાર્થી ની મનોદશા નું અદભુત અને દર્દજનક વર્ણન છે.

  ખુબ આભાર વિજળીવાલા સર નો.

 6. shruti maru says:

  khub sundar lekh lakhyo chhe.

  aaj manodasha e darek student ni chhe je gujarati medium mathi english ma aave chhe.

  mari potani manodasha same chhe. bca na 5th sem ma chhu pan aaj sudhi e j lagyu ke gujarati ma badha pustko hot to ketli saralta thi bhanya hot.

  je samjva nu hoy te koi divas na samjay na samjva nu badhu j samajay tevu thaay che.

  ahinya khub adbhut varnan karyu chhe ane thodu dardbharyu pan chhe.

  vijalivala sar no khub khub aabhar aava sundar lekh mate.

  • AMIT says:

   shrutiji,

   HU TAMARI VAT SATHE SAHMAT CHHU. DEGREE ABHYASH KRAM ENGLISH MEDIUM MA HOY CHHE. ENGINEERING GUJARATI MEDIUM MA NA BHANI SAKAY? KE PACHHI GUJARATI MEDIUM JETLU BHANI NE CLEARK NI JOBJ KARVANI.ENGLISH MEDIUM MA EDUCATION HOY TO GHARE TO GUJARATIJ BOLVANU HOY AETLE GUJARATI TO AAVDIJ JAVANU NE.

   LEKH KHUBAJ SARAS CHHE THANKS BUT DR. SAHEB TAMARA JETLU TORCHER BADHHA SAHAN KARI SAKE ? ANE TAMETO AAMEY RENKER HATA.

 7. લેખકની વાત સાચી.શાળામાં અભ્યાસ કરતી વખતે આપણને ખબર જ નથી હોતી કે આગળ આપણે કઈ દિશામાં જવાનું છે…આ સભાનતા કેળવાય તો અંગ્રેજી આપણે તે દ્રષ્ટિએ ભણીએ.વળી કોઈ પણ બાબતે લઘુતાગ્રંથિમાંથી બહાર આવવું કપરું હોય છે.

  • એક્દમ સાચું.આ જ કારણથી પહેલે વર્ષે કોલેજમાં નાપાસ થનારની સંખ્યા વધુ હોય છે.

 8. Vipul says:

  1978ના જમાનામા શકય છે.

 9. Pinky says:

  I agree with Dr Vijaliwala & Margeshbhai. I had same experience in my university days. Although I was a brillient student I also failed in my first year. Learning English along Gujarati is very important.

 10. I believe that primary education must be in mothertongue but English should be taught simultaneusly(i.e.reading and speaking).

 11. Bhumi Shah says:

  Very well explained by Sri Dr Vijlivala Saheb….had same xperience during graduation…but what I think is, that happened because of the english syllabus at that time…if we teach our children english alphabets in Primary 5, isn’t it too late for today’s generation? I believe children should get their education in their mother toungue, which is their first language, but english should not be ignored….children have minds like a sponge…they can learn many languages very easily…so educate them in your own language and let them learn other languages on time…

 12. Komal says:

  Surprisingly, I had a reverse experience….Maybe because it was M.Com and not Medical or engineering – I studied in English medium and gave M.Com external exams in English, but the accounting textbooks were all in Gujarati!!! Though it was not very difficult since gujarati is my mother tongue, it was certainly little difficult….

 13. JyoTs says:

  very good and very true ….thanx

 14. Shilpa says:

  Very good article….People can have a debate over this but they are turning away from the reality. The reality is that in this Global world, English is not a fancy language but a necessity. It is just like having a Chinese food for dinner or diaper for baby or lets say Internet. When we have accommodate every other aspect of life from the global world, why to make a fuss over English Language ? If we want our child to survive in this global world and make a successful career, shouldn’t we teach them steps starting from the language which is English .
  When we talk about China, Japan , Russia or any other country who is promoting their own language, one shouldn’t forget that they are equally good in English and any other aspect of globalization…they have learned how to keep balance…( I have experience this during my visits to these countries )….so when our seniors talk about having our children learn in Gujarati medium, first they need to learn how to keep balance….
  There is no shame in studying English medium because it will only help. By doing otherwise, it will only produce confusion.
  BTW, this strong opinion is coming from a person who has done schooling in Gujarati Medium , college in English Medium from Baroda and right after college, residing in USA with a successful Career.

 15. શિક્ષણ માતૃભાષામાં હોવું જરૂરી છે. ડૉ. સાહેબે જે વાત કરી એ શક્ય છે પણ ૧૯૭૮ ના જમાનામાં. મારા ખ્યાલથી અત્યારના ૨૦૧૧ ના જમાનામાં આ શક્ય નથી. અત્યારે ગુજરાતી માધ્યમના પાઠ્ય પુસ્તકો અને ભણાવવાની પદ્ધતિમાં ઘણો ફરક આવી ગયો છે. જો બાળક ગુજરાતી માધ્યમમાં હોય તો એ આરામથી શાળામાં જ અંગ્રેજી શીખી જાય છે અને આરામથી અંગ્રેજીમાં વ્યવહાર પણ કરી શકે છે. પરંતુ અંગ્રેજી માધ્યમમાં ભણતું છોકરું કોઈ કારણે ગુજરાતી – માતૃભાષાથી અતડું થઈ જાય છે – એને ગુજરાતીમાં તકલીફ પડવા માંડે છે. … આ મારું જ ઉદાહરણ આપું. આખી જિંદગી અમદાવાદમાં ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું અને ૧૨મા ધોરણથી લઈને અત્યારે કોલેજ શિકાગોમાં કરું છું. ગુજરાતી માધ્યમમાંથી સીધો જ અંગ્રેજી પર જ ચાલતા દેશમાં આવીને ભણું છું પણ મને ક્યારેય નથી લાગ્યું કે હું અંગ્રેજીના લીધે પાછળ પડી ગયો હોઉં. અભિમાન નથી કરતો પણ આપની માતૃભાષાની કિંમત સમજાવવા માટે કહું છું …. કે … ઉલટાનું અહીંના વિદ્યાર્થીઓ કરતા પણ અનેક ગણા સારા માર્ક આવે છે અને દર સાલ કોલેજના ટોપ વિદ્યાર્થીઓમાં નામ પણ આવે છે. જ્યારે અમદાવાદ હતો ત્યારે અંગ્રેજીમાં એક આખું વાક્ય પણ નથી બોલ્યો પણ અહીંયા શિકાગોમાં કોલેજમાં બધો વ્યવહાર અંગ્રેજીમાં જ કરું છું અને આજ સુધી કોઈ જ મુશ્કેલી નથી પડી.

  મારો કેહવાનો સાર એટલો જ છે કે … ગુજરાતી માધ્યમમાં ભણતું બાળક અંગ્રેજી ના શીખી શકે અને એના લીધે પાછળ પડી જાય એ વાત કદાચ ૧૯૭૮ માં શક્ય હતી પણ આજે એ વાત એક માન્યતા કરતા વધારે કંઈ જ નથી એમ માની શકાય. અત્યારના સમયમાં ગુજરાતી માધ્યમમાં ભણતું બાળક આરામથી અંગ્રેજી શીખી શકે છે અને ચાહે તો બધો જ વ્યવહાર એ ભાષામાં કરી શકે છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે બાળકને માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ અને જોડે જોડે અંગ્રેજી જેવી ઇન્ટરનેશનલ ભાષા પણ શિખડાવવી જોઈએ.

  • Ami says:

   Exact same experience for engineering 1992 to 96. I was top ranker in one of the best Gujarati school.

  • ગુજરાતી કે અન્ય પ્રાદેશીક ભાષામા શીખવાથી આપણી હાલત સંસ્કૃત માધ્યમમાં શીખતા હોઈએ એવી થાય છે. પાણીની પાંતજલીએ વ્યાકરણ અને વાક્યરચનાને એટલું મહત્વ આપ્યું કે છેવટે સંસ્કૃતની રીતસરની ઠાઠડી નીકડી. પ્રાદેશીક ભાષામાં વ્યાકરણ અને વાક્યરચનાના નીષ્ણાતો છેવટે તો માતૃભાષાને મરણ પથારીએ લઈ મારશે પછી ગમે તે દવા ઈન્જેંકશ કરીયે એ તો મુડદાની સારવાર જેવું છે.

  • rutvi says:

   નીલભાઇ,
   હુ તમારી સાથે ૧૦૦% સહમત છુ. હું ઈન્ડિયામા ૧૧ ધોરણ સુધી ગુજરાતી મિડિયમ મા ભણી અને પછી અમેરિકામા આવી, મને અહી અંગ્રેજી શીખવામા કોઇજ તકલીફ નથી પડી કારણકે અંગ્રેજી નો પાયો ગુજરાતી માધ્યમમા જ મજબૂત થઇ ગયો હતો. આજે મને ગર્વ છે કે મારા માતા-પિતાએ (બન્ને એ જમાનામા પણ સુશિક્ષિત અને સારી જોબ પર હોવા છતાં)મને અને મારા ભાઇ ને ગુજરાતી માધ્યમમા મુક્યા (બધાની ટિકાઓને અવગણીને). આજે હું ગુજરાતી સાહિત્ય વાંચી અને સમજી શકુ છુ સાથે સાથે અંગ્રેજી તથા અન્ય ઇન્ટરનેશનલ ભાષા પણ સહેલાઇ સમજી (શીખી) શકુ છુ.
   “ગુજરાતી માધ્યમમાં ભણતું બાળક….અંગ્રેજી જેવી ઇન્ટરનેશનલ ભાષા પણ શિખડાવવી જોઈએ” — ૧૦૦% સહમત

  • patel nilesh says:

   તમારી વાત ૧૦૦% સાચી છે. બાળકને માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ અને જોડે જોડે અંગ્રેજી જેવી ઇન્ટરનેશનલ ભાષા શિખડાવવી જોઈએ.અંગ્રેજીનું શિક્ષણ આજ ના યુગમાં ફરજીયાત હોવું જ જોઈએ પણ માતૃભાષાના ભોગે તો નહિ જ.

 16. Parul says:

  I am 100% agreed with Shilpaben. My situation was like that too. Now I am also in USA and i don’t have any problem of English language.

 17. pragnaju says:

  ખૂબ સ રસ છણાવટ
  હવે આઈ ટી ક્ષેત્રે. ભારતની પ્રગતિ જોઈ,ચીને પણ વિશ્વભાષામા વિધ્યાર્થીઓને નિષ્ણાત બનાવવા પ્રયત્નો કરવા માંડ્યા છે.

 18. Amee says:

  Strong opinion to put child in English medium. And taught them Gujarti. How gujari medium works like studen taught english as one subject but they can be powerful. Same thing do in english medium , give child one subject as gujarati.

  Because if our background grom gujarati medium than in real life, where we have to work in english. Our perfomance become average because we have to translate guajarti sentence to english.

  Ex. If i stuck somewhere and i need some help from my manger.
  Than gujarti translation in english

  ” Madam, help me or answer me for this question.”

  But People belongs from English background will ask
  “Please advice on this”

 19. trupti says:

  ભણતર નુ માધ્યમ ગુજરાતતી કે અંગ્રેજી……એ એક ડિબેટબલ વિષય છે.

  મારુ ભણતર નુ માધ્યમ ૧૦ ધોરણ સુધી ગુજરાતી. પણ અમારી શાળા મા અંગ્રેજી ધો.૧ થી શીખડાવવા મા આવતુ, જ્યારે તે સમયે (હું ૧૯૮૧ મા ધો.૧૦ પાસ થઈ) ગુજરાતી માધ્યમ ની શાળા મા ધો.૫ થી અંગ્રેજી શીખડાવવા મા આવતુ.
  હૂ. તે સમય ની વિલેપાર્લા ની પ્રખ્યાત શાળા ગોકળીબાઈ મા હતી. અને અમારી શાળા નુ સ્તર તે સમય ની બીજી ગુજરાતી માધ્યમ થી શાળા કરતા ઘણુ ઊંચુ હતુ. અમને અંગ્રેજી શિખડાવવા પારસી અને ઈસાઈ શિક્ષકો હતા જેમનુ અંગ્રેજી નુ જ્ઞાન સારુ ગણાતુ. માટે વિષયનો પાયો મજબુત હતો. તે ઉપરાંત મારા પપ્પા ઘરે પણ અંગ્રેજી પાઠમાળા માથી વ્યાકરણ કરાવતા માટે જ્યારે કોલેજ મા અગ્રેજી માધ્યમ મા ભણવાનુ આવ્યુ ત્યારે તકલિફ ન પડી અને એક જ વરસ મા તો કડકડાટ અંગ્રેજી બોલવા પણ લાગી. શિખવા ની ધગશ હોયતો કોઈ પણ ભાષા અઘરી નથી. જ્યારે કોલેજ ના પહેલા વરસ મા હતી ત્યારે બોલવા મા તકલિફ થતી પણ નસિબ જોગે સખી ઓ અંગ્રેજી માધ્યમ મા ભણેલી મળી હતી, અને જો હું ખોટુ અંગ્રેજી બોલુ તો તે પ્રેમ થી સુધારતી અને તેમનૂ સુધાર માટે ની ટોક પોસેટિવલી લીધી માટે વાંધો ન આવ્યો.

  પણ આજના વખત ની વાત કરીએ તો કોમ્પીટિશન નો જમાનો છે અને ગુજરાતી માધ્યમ ની શાળા ઓ નુ સ્તર કથળતુ જાય છે ત્યાં બાળક ને ગુજરાતી માધ્યમ ની શાળા મા મુકવાની ભુલ ન કરાય તે મારુ માનવુ છે. પણ એવી શાળા મા મુકવા જોઈએ જ્યાં ગુજરાતી એક વિષય તરિકે શિખડાવવા મા આવતો હોય જેથી કરી ને બાળક લખતા વાંચતા શિખે. ઘર મા ફક્ત ગુજરાતી મા વાત કરવા નો આગ્રહ રાખવો જોઈએ અને એકાદ ગૂજરાતી છાપુ મંગાવવુ જોઈએ અને તે વાંચવાની આદત પાડવી જોઈએ.

  મારી ૧૪ વરસ ની દિકરી અત્યારે અંગ્રેજી માધ્યમ ની શાળા મા ધો.૧૦ મા ભણે છે અને ધો.૧ થી ગુજરાતી એક વિષય તરિકે ભણે છે અને અમે ઘર મા ફક્ત ગુજરાતી જ બોલીએ છીએ. દરોજ તો એટલો વખત નથી હતો પણ શનિ-રવિ ની રજા ના દિવસે ગુજરાતી છાપુ મંગાવિએ છીએ. અને હું ગર્વ થી કહી શકુ છું કે મારી દિકરી ને અંગ્રેજી જેટલુ જ ગુજરાતી પણ સારુ આવડે છે.

 20. આ માતૃભાષાનું તુત સમજવા જેવું છે. ગુજરાતીમાં શીખી ૧૬-૧૮માં વર્ષે અંગ્રેજીમાં શીખતી વખતે જે મુશ્કેલી અને અપમાન થાય છે એના કરતાં તો ભાંગી તુટી અંગ્રેજી શીખીએ એ જ બરોબર છે. કમ સે કમ એના બાળકો તો બરોબર અંગ્રેજી શીખશે. મુંબઈમાં ગુજરાતી અને મરાઠી શાળાઓ જે રીતે બંધ થાય છે એનો હીસાબ કરવા જાઈએ તો હવે જલ્દી આ બધી મરાઠી અને ગુજરાતી શાળાઓ થોડાક સમયમાં જ (થોડાક વર્ષ પણ નહીં) બંધ થઈ જશે અને થવી પણ જોઈએ. આમેય ગુજરાતી અને મરાઠી શાળાઓ જોડણી અને વ્યાકરણની ભુલો કાઢવા સીવાય બીજો કામ પણ્ શું કરે છે?

  • Bhumi Shah says:

   Not agreed Shri Vorabhai….It is said that when Language dies, a whole culture dies….I do agree with importance of learning english as a second language…but our individuality and our specialty is far more important…we are proud of being Gujaratis…and our language is one of the main thing which makes us Gujaratis…I can understand your anger for quality and standard of education in Gujarati medium schools but we cannot say that learning english is better than learning our own language….sorry I’m replying you in english because I tried to type in gujarati but cannot type some of the words…

   • Nirav Vasavada` says:

    I am totally convinced with what Ms. Bhumi has written. If we will make ourselves close hearted for our mother tongue it will definitely spoil the cultural base of Gujarat. I feel today 70 % of Gujaratis are running behind a fog of English and because of that they put their children in English schools. But, everybody should atleast understand that only knowing Gujarati is not important, but you children should also be aware about what Gujarati language has given to us like Zaverchand Meghani, Kanaiyalal Munshi, Father Valese, Kajal Oza-Vaidya, and many more. An English medium child would never be able to read the language based books in Gujarati. And only study is not important for life, but these kind of books make a child sentimental, as well as practical in life also. In fact, English will never provide a child the endurance and emotions that Gujarati can give to our children.

  • Amol says:

   Hello Vorabhai,

   If our childern know only English then they will spend rest of the life in copying their “so-called” English-culture. How many English stories are as haeart touching as stories from Dr. Sharad Thakar or Nasir Ismaili.
   As a language I dont have anything against English but we must teach our childern Gujarati so that they can enjoy our liturature, songs and so on.

   Rgds,
   Amol

 21. AG Hingrajia says:

  દુનિયાના ખૂબ ઓછા દેશ છે જ્યાં અંગ્રેજી ભાષા બોલાતી હોય,ાભ્યાસનું માધ્યમ હોય.
  માફ કરજો પણ વીજળીવાળા સાહેબની વાત જરા અતિશયોક્તિ ભરેલી લાગે છે.જે વિદ્યાર્થી મેડિકલમાં જવાની ક્ષમતા ધરાવતો હોય તેનામાં અંગ્રેજી ભાષાની આટલી સજ્જતા પણ ન હોય કે અભ્યાસક્રમ છોડવા સુધીની નીરાશા કે લઘુતાગ્રંથિ આવી જાય્.
  ખરેખરતો તેમના જેવા લોકોએતો પાછળ આવતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાશ્રોત બનવું જોઇએ કે વિકટ સંજોગોમાં પણ હિંમત હાર્યા વિના પ્રયત્ન કરનાર સફળ થય જ.અંગ્રેજી તો શું પણ ગુજરાતી પણ બરાબર ન જાણનારાઓએ અમેરીકામાં જઇને ડંકા વગાડ્યા છે અને આર્થિક સામ્રાજ્યો ઉભા કર્યા છે.

 22. Hiral says:

  ડૉ. નો અનુભવ એમની જગ્યાએ એક્દમ સાચો છે. એમની કઠણાઇ એ હતી કે એમને ગામડામાં બિલ્કુલ અંગ્રેજી બોલવા સાંભળવાનું બનતું નહિ હોવાના કારણે કદાચ વધુ તકલીફ પડી.
  એમની બીજી વાત સાચી કે ધો. ૧૧, ૧૨માં પહેલેથી અંગ્રેજી શબ્દોનો મહાવરો હોવો જોઇએ.

  —–

  હવે, ગુજરાતી મિડિયમના પાઠ્યપુસ્તકોમાં દરેક ટોપિકનું અંગ્રેજી ભાષાંતર, ધો. ૫ થી બધા વિષયોમાં ઉપલબ્ધ છે.
  મારો અનુભવ કહું તો અમારી શાળામાં દૂરદર્શન પર પ્રસારિત, હિન્દી-અંગ્રેજી સમાચાર સાંભળવાનું ખાસ સૂચન થતું અને ડાહ્યા વિધ્યાર્થીઓ એને અનુસરતા, જેથી અંગ્રેજી બોલવા – સાંભળવાનો ખાસ હાઉ નહોતો. (જો કે કોલેજના પ્રથમ વરસે અઘરું જરુર પડેલું)

  —-
  ડૉ. સાહેબને નમ્ર વિનંતી કે તેઓ ઇ-વિદ્યાલયની મુલાકાત લઇને યોગ્ય સૂચન કરે. જેથી વધુ યોગ્ય કામ થઈ શકે.
  બીજા વાચકબંધુઓના સૂચનો પણ એટલાં જ આવકાર્ય છે.

 23. EVidyalay says:

  ડૉ. સાહેબને નમ્ર વિનંતી કે તેઓ ઇ-વિદ્યાલયની મુલાકાત લઇને યોગ્ય સૂચન કરે. જેથી વધુ યોગ્ય કામ થઈ શકે.
  બીજા વાચકબંધુઓના સૂચનો પણ એટલાં જ આવકાર્ય છે.

 24. Being in US for 20 years I am so grateful to my parents that they sent me to a gujarati medium school which had very good English teachers.

  I did my BS in US and I had my share of pain but now I equally enjoy Meghani and all our old and new writers as well as Dickens/Twain and all.

  Ashish Dave

 25. Sandip Patel says:

  Dear sir,

  Sir i am really very thank ful to you,sir in very short time i read your all books like Man no maro,samay na sathvare,anter no ujas,

 26. ashish pansara says:

  first time i read an artical of dr. i.k.vijalivala sir
  our respected sir is reputed author but at this time i am in search of his books list on net i will study of his books i listen lots of about him from my teacher friend atulbhai jagani i tank for him who aquentenced of respected sir

 27. Ridima says:

  1dam sachu 6, pan english n aavdtu hoy to khub j taklif thay 6… hu pan 12th sudhi gujarati maj bhani hati… pan tyar bad 1st year BCA thi atyarna M.Sc(IT) sem 2 sudhi ghani var lagyu ke
  english darek jagya e aagad aavi ne j ubhu 6…

 28. (૧) શીક્ષણના નીતી નિયમો ઘડવામા ગુજરાતના અશીક્ષીત કે અર્ધશિક્ષીત રાજકારણીઓએ વાળેલા ડાટનુ આ પરિણામ.
  (૨) અમે ગામડા ગામની હાઈસ્કુલમા ૧૯૬૨મા ખુબ અપુરતી શેક્ષણીક સુવીધાઓ
  સાથે SSC પાસ કરેલુ કે જે સ્કુલમા પુરતા કે ક્વોલિફાઈડ શીક્ષકો પણ ત્યારે ન હતા.
  જેના આધારે યુએસએના સ્ટુડન્ટ વીઝા મેળવવામા કે અહી ભણવામા ઝાઝી અડચણ ન અનુભવેલી.
  (૨) ડો.વીજળિવાળાએ ડોકટરી પ્રવેશની પરીક્ષા પણ ગુજરાતીમા જ આપેલિ કે કેમ?

 29. Hetal Modi says:

  Good article. Totally agree with writer. I passed through same problem when I moved to Canada. Nothing wrong to learn our language, but should learn English as well in more detail than just one subject.

  Canada has two official languages – English and French. Most of students studies in English medium but they do have option to study in both language together from Grade 1. Students do all subject in both language and after few years they can choose. I think we should try something like this for Gujarati and English.

 30. હર્ષ આર જોષી says:

  ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીને અંગ્રેજી માધ્યમમાં ભણતી વખતે ભાષા અભિવ્યક્તિની તકલીફ જરૂર પડે છે પણ દરેક વિષયના કન્સેપ્ટ અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થી કરતા ક્લીઅર હોય છે.
  માતૃભાષા સમજ્યા વગર જ આ અંગ્રેજી માધ્યમના તુત ઉભા કરનારાઓની સંખ્યા ઘણી વધારે છે.

 31. rucha patel says:

  I totaly agry with sir, even this is the common phynomena … but my persnl exprnc says tht i could learn english jst bcz i kno gujrati very wel with grammer like alankar,chhand,kartari-karmani, sangna na prakar… in fst sem of my BCA i ws beter thn english medium student as i hav already read lio tolstoy,shidny sheldon, shobha day, arundhati roy, Sir Tagor n Nehru etc….. n Brilint studnts frm english medium are totaly novice 4 these names… i wonder wht they study with convent school. i got shockd whn i came 2 knw tht they never heard sarsvati chandra, harivashray bachchan, premchand, Zaverchand Meghani, Harkishan Mehta, ર વ દેસાઇ, ચ ચિ મેહ્તા વગેરે. So poor …

 32. dee35 says:

  નાની ઉંમરમાં જે શીખી શકાય છે તે મોટી ઉંમરે શીખી તો શકાય પણ ઘણુ અઘરું પડે છે.માટે ગુજરાતીની સાથે સાથે અંગ્રેજી પણ શીખવું જ જોઈએ.

 33. vishakha says:

  હું હજી અત્યારે એફ વાય બીબીએ માં ભણી રહી છું .હા,થોડો સમય તકલીફ પડશે પણ મુશ્કેલ નથી જો તમે તમારી વોકેબ્લલરી પોવેરફુલ બનાવો.પણ હું પણ લેખક ની એક વાત સાથે સંમત છું ગુજરાતી માધ્યમ ના વિધાર્થી તરીકે ની લાગુતાગ્રંથી .

 34. Khantesh Agrawal says:

  Its always a pleasure to read Dr. I K VIJADIWADA, Can anyone let me know an online source which contain more of his articles?

 35. Devendra n patel says:

  All writer who are favour English medium they told English medium is better with good teaching Guajarati school.
  And who favour mother language they told Guajarati medium is better with Good English teaching from initial stage.
  NO one comes with scientific reason,analysis,latest Research on this subject or no one tell with 100 % ownership -do this things.
  Really its a headache & daily pain for me, which medium is better for my children?
  Finally I kept one children in Guajarati medium & another one in English medium.let’s see what happen?

 36. Kalidas V.Patel { Vagosana } says:

  વીજળીવાળાસાહેબ,
  આપનો અનુભવ તદ્દન સાચો અને ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે દિશાસૂચક છે.

  બાળકનું પ્રાથમિક ભણતર માતૃભાષામાં જ હોવું જોઈએ. તે પછીનું … તે ચર્ચાનો વિષય છે.
  પરંતુ … …
  ૧. ગુજરાતી માધ્યમની સારી કહી શકાય તેવી સ્કૂલો કેટલી ?
  ૨. વિજ્ઞાનના અંગ્રેજી શબ્દોનું સંસ્કૃતમય { કે ભદ્રંમભદ્રીય } ગુજરાતી કરવાની શી જરૂર છે ? અને કરો તો કોંસમાં અંગ્રેજી શબ્દ પણ આપો ને ?
  ૩. જે શિસ્ત અને વહેવાર અંગ્રેજી સ્કૂલોમાં ભણાવાય છે, તે ગુજરાતી સ્કૂલોમાં કેમ નહિ ?
  ૪. ગુજરાતી સ્કૂલોમાં અંગ્રેજી નું લેવલ નબળુ કેમ ?
  ૫. ટૂંકમાં, માધ્યમ ભલે માતૃભાષાનું પણ અંગ્રેજી મજબૂત જરૂરી જ નહિ પણ અનિવાર્ય.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.