[‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.]
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
આખ્ખાયે ધંધામાં રાખવાનું ધ્યાન,
ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
ભણવાના કારખાના ધમધમતા રાખવાની
આપું બે ચાર તને ટીપ ?
માછલીની પાસેથી ઉઘરાવ્યે રાખવાની
મોતી ભરેલ કંઈક છીપ.
માસુમિયત જોઈ જોઈ લાગણીનું સપનું
પણ જો જે આવે ન ક્યાંક ભૂલમાં ?
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
સીધેસીધું તો કદી મળવાનું નહીં
થોડું બેસાડી રાખવાનું બ્હાર
થનગનતી ઈચ્છાને લાગવું તો જોઈએ
ને કેટલો છે મોટ્ટો વેપાર !
ઊંચે આકાશ કૈંક દેખાડી ડાળ
પાછુ પંખીને કહેવાનું ઝૂલ મા.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
ધારદાર ફતવાઓ પાડવાના બ્હાર
અને ભાષણ તો કરવાનું લિસ્સું,
અર્જુનને પંખીની આંખ જ દેખાય
એમ તારે પણ વાલીનું ખિસ્સું.
શિક્ષણ નહીં, ફાઈવસ્ટાર બિલ્ડિંગ
જરૂરી છે સૌથી પ્હેલા તો સંકુલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
6 thoughts on “અત્તર રહી જાય નહીં ફૂલમાં !!! – કૃષ્ણ દવે”
શિક્ષણ ને લગતા આ કાવ્ય વિશે એમ કહેવનુ મન થાય કે
આવા શેક્ષણિક સન્કુલો મા માત્ર નોકરો જ તૈયાર થાય
પરન્તુ ધુડિ નિશાળ મા સોટી ખાય ને કેળવાયેલ બાળક
સિધો જ વ્યાપાર મા જઈ શેક્ષણિક સન્કુલો મા ભણેલા ને નોકરી પર રાખે
ખુબ સુંદર….
હવે લગભગ બધે જ શાળામાં પ્રવેશ લેવા માટે છોકરાઓ અને વાલીઓ એ ‘ઇન્ટર્વ્યુ’ આપવા પડે છે…..શાળામાં પ્રવેશ આપનાર લોકો એ નથી સમજતા, કે જો બાળકને બધુ જ આવડશે તો શાળામાં મૂકવાની જરુર જ શું છે….તો પછી એમણે શાળામાં શુ કરાવવાનું છે??
શ્રી સરસ્વતિનું ધામ (જગ્યા) હવે લક્ષ્મીદેવી એ લઇ લીધી છે…. પ્રથમ દિવસથી જ તેનો પરિચય બાળક ને મળે છે…પછી સ્વાભાવિક છે કે એવી શાળામાં બાળક ‘માણસ’ થઇ ને નહિ ‘ધંધાદારી માણસ’ બહાર આવશે!
સુન્દર રચના.
રાજકારણ,ધર્મ,તેમજ જ્યા જુઓ ત્યા સર્વત્ર ધન્ધાદારી તો હવે શીક્ષણ આપતી સસ્થાઓ એમાથી કેમ બાકાત રહે ? ?
વ્યંગ સાથે હ્દય સોંસરવી ઉતરતી રચના. આપણું બાલક એ શિક્ષણ જગતના વ્યાપારનું માધ્યમ બની ગયેલ છે.જેથી કેળવણીની બાદબાકી કરવામાં આવી છે.
ચાબખા મારો ચો આપ પન આ તો જાદિ ચામદિ ના ઢોરા ચે ક્યા માનવ ચે.
દવે સાહેબ,
મા સરસ્વતીનું આદરણીય સ્થાન જ્યારે લક્ષ્મીજીએ લીધું છે ત્યારે આવા જ “ખેલ” જોવા મળવાના. અહીં ઓસ્ટ્રેલિયામાં જે વિસ્તારમાં વિદ્યાર્થી રહેતો હોય તે વિસ્તારની સ્કૂલમાં તેને ફરજિયાત પ્રવેશ આપવો જ પડે છે. … ઇન્ટર્વ્યુ, ડોનેશન જેવા કોઈ લફરાં નથી.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}