દસ્તાવેજ છે – મનીષ પરમાર

આંખમાં થોડો સમયનો ભેજ છે,
આંસુ છે કે ગુપ્ત દસ્તાવેજ છે ?

પત્ર આખોયે લખાયો તારી પર-
ખૂટતા બે ચાર શબ્દો સ્હેજ છે.

તોય મારું બિંબ ઝીલી ના શક્યો,
અક્ષરોનો આયનો સામે જ છે.

કાલે એ જો આથમે તો આથમે,
સૂર્યમાં કોના નયનનું તેજ છે ?

કોણ તોડી ગ્યું ગુલાબો બાગના ?
આ પવન જેવો પવન નિસ્તેજ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “દસ્તાવેજ છે – મનીષ પરમાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.