કાગળિયામાં છે ? – અનિલ ચાવડા

લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે,
‘લખાણ શું કાગળિયામાં છે ?’

સૂક્કી તુલસી લીલી થઈ ગઈ,
કોણ આ આવ્યું ફળિયામાં છે ?

વરસાદ વિના પણ ટપકે નેવાં,
શાની ભીનપ નળિયામાં છે ?

કેદ થઈ જો જરા સ્મરણમાં,
ઘણી સુંવાળપ સળિયામાં છે.

મારામાં ડૂબીને જુઓ,
ઉપર છે એ તળિયામાં છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દિવાળી પછી….! – રેણુકા દવે
સમજ સાથે – દર્શક આચાર્ય Next »   

5 પ્રતિભાવો : કાગળિયામાં છે ? – અનિલ ચાવડા

 1. parth mehta says:

  LAKH PRASHNA KAGALIYAMA CHHE,
  JAWAB EK ZALZALIYAMA CHHE.

 2. darshana says:

  khub sundar…..

 3. NEETIN MEHTA says:

  અનિલ્
  ખૂબ સરસ લખે છે

 4. Rupen patel says:

  અનીલ ભાઈ નો વાર્તા સંગ્રહ એક હતી વાર્તા જરુર વાંચવા જેવો છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.