લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે,
‘લખાણ શું કાગળિયામાં છે ?’
સૂક્કી તુલસી લીલી થઈ ગઈ,
કોણ આ આવ્યું ફળિયામાં છે ?
વરસાદ વિના પણ ટપકે નેવાં,
શાની ભીનપ નળિયામાં છે ?
કેદ થઈ જો જરા સ્મરણમાં,
ઘણી સુંવાળપ સળિયામાં છે.
મારામાં ડૂબીને જુઓ,
ઉપર છે એ તળિયામાં છે.
5 thoughts on “કાગળિયામાં છે ? – અનિલ ચાવડા”
LAKH PRASHNA KAGALIYAMA CHHE,
JAWAB EK ZALZALIYAMA CHHE.
I liked your remake!!
i also enjoyed Anil’s Gazal!!
Sudhir Patel.
khub sundar…..
અનિલ્
ખૂબ સરસ લખે છે
અનીલ ભાઈ નો વાર્તા સંગ્રહ એક હતી વાર્તા જરુર વાંચવા જેવો છે.