પ્હાડને તોડ પણ સમજ સાથે,
જાતને જોડ પણ સમજ સાથે.
સત્ય શું છે એ જાણવા માટે,
ઘર ભલે છોડ પણ સમજ સાથે.
દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ પણ સમજ સાથે.
વ્હેણ જીવનનાં હોય જે બાજુ,
નાવને મોડ પણ સમજ સાથે.
સર કરીને બધાય સોપાનો,
પગને તું ખોડ પણ સમજ સાથે.
2 thoughts on “સમજ સાથે – દર્શક આચાર્ય”
ખુબ સરસ કાવ્ય,મન ને સ્પર્શિ જાય એવો શબ્દ સમુહ, ખુબ સરસ
ખુબ સરસ