[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]
ઘરમાં સૌથી નાનો ભૈલુ અને સૌથી મોટાં બા – બીજા બધાં ખરાં પણ એ બેને બને બહુ. ભૈલુ તો એનું હુલામણું નામ, બાકી એનું સાચું નામ દ્વિજ. પણ ઘરમાં અને અડોશ-પડોશમાં એ ભૈલુ નામે જ ઓળખાય. આગળ નાની ઓસરી અને પાછળ મઝાનો વાડો એવું મોટું ઘર. એમાં ભૈલુ રમ્યા કરે….. દોટો કાઢ્યા કરે અને ઘૂમ્યા કરે પેલા ચકલાની જેમ ! ચકલો ય જાણે ભૈલુને જાણતો હોય તેમ એની સામે આવીને જ તાર પર બેસે; ચક…ચક… કરે, એકાદ ચક્કર લગાવે અને પાછો ભૈલુની સામે ! ભૈલુય એની પાછળ દોટો કાઢે, પડી જાય તો યે પાછો દોટ મૂકે. બેની પાકી ભાઈબંધી.
‘અલ્યા પડી જઈશ…. વાગશે તને.’ બા ચિંતા યે કરે.
‘પણ જો ને બા, એ મારી સામે જ ચક..ચક… કરે છે. તે હું એને ઉડાડું જ ને ?’ કહીને ભૈલુ પાછો દોટ મૂકવા જ્યાં ગયો કે પડ્યો ચત્તાપાટ…. વાગ્યું ય ખાસ્સું. બા ટેકો દઈ ઊભી થઈ અને એને ઝાલી રૂનું પૂમડું દાબી માથે હાથ ફેરવતી ખોળામાં બેસાડી બોલી :
‘તારામાં તે અક્કલ છે ? એ એની મસ્તીમાં ઊડે….આવે…. અને ચક…ચક…. કરે એમાં તું શાનો ખીજવાય છે ? જો આ કેવું વગાડ્યું ? આ તને ઝાલવામાં હું ય પડતી પડતી રહી ગઈ… મને વાગ્યું હોત તો ?’
‘બા… હવે નહીં દોડું, ચકલો તો ગાંડો છે… હું નહીં, બસ.’
આમ બા અને ભૈલુની જોડી જામતી જ રહે. બા સેવા કરવા બેસે એટલે ભૈલુ ઝીણવટથી જોતો રહે, ‘બા, તમે ચોડેલું ચંદન કાઢીને પાછું ચંદન જ ચોડો છોને, તો કાઢો છો શું કામ ?’ એના કુતૂહલનો પાર નહોતો.
‘એ તને ખબર નહીં પડે.’
‘ના, એમ નહીં, મને ખબર ના પડે, કારણ કે હું નાનો છું. પણ તમે તો મારાં બા છો ને, તમને તો ખબર પડે ને ?’
‘હા, મને ખબર પડે છે એટલે તો દેવને નવડાવી ચાંલ્લો કરું છું.’ બા તેને પટાવે.
‘પણ મને સમજ પાડો, તમે ભૂસીને પાછો ચાંલ્લો કરો છો, તો ભૂંસો છો શા માટે ?’
‘તારી મમ્મી તને સાબુ ચોપડ્યા પછી સાબુ કાઢે છે કે નહીં ? એને કેમ નથી પૂછતો કે તો પછી સાબુ ચોપડે છે કેમ ?’ બાએ જાણી જોઈને અવળવાણી ઉચ્ચારી.
‘સાબુ ભેળો મેલ પણ નીકળી જાય ને ! ચોખ્ખા થઈ જવાય.’
‘બસ, એ જ રીતે દેવને નવડાવવાથી દેવ પણ ચોખ્ખા થઈ જાય અને આપણી પૂજા પણ થઈ જાય.’ બાના જવાબથી ભૈલુ ઠેકડો મારતોકને ઊભો થઈ પોતાને સમજ પડી ગઈ માની, ચકલી જેમ આખા ઘરમાં બે પગે સામટા કૂદકા મારતો ચક્કર લગાવી આવે. આવીને પાછો બા પાસે જ બેસી જાય.
‘શું કરો છો, બા ?’
‘ચાંલ્લા.’
‘કેમ ?’
‘કરવા પડે.’
‘તે મનેય ચાંલ્લા કરોને !’ ને બા તેનું નાનકડું મોઢું પકડી, વાળ સરખા કરી કપાળે ચાંલ્લો કરે.
‘હે… બાએ મારી પૂજા કરી.’ કરતોકને ખુશ થઈ જાય.
બપોરે ખાવાનો સમય થાય એટલે પુત્રવધૂ થાળી મૂકી જાય. પાણીનો લોટો-પ્યાલો પણ. વહુ કહે, ‘બા… જમી લો.’
‘હા, તે ખાઉં છું.’ એમ બા કહે, પણ બા ક્યારેય પેલા ચકલાને ચણ નાખ્યા વિના ખાય નહીં ને બૂમ મારે.
‘વહુ…. તે ક્યાં ગયો પેલો ભૈલુ….?’
ને ભૈલુ દોડતો દોડતો આવે, ‘બા…બા…. શું જોઈએ છે ? બા તેને માથે હાથ મૂકી, નાના નાના બે ત્રણ કોળિયા ભરાવે પછી જ ખાય….
ભૈલુ ય બોલી ઊઠે, ‘મારાં બા….! મારાં વહાલાં બા….!’
બા બપોરે આડેપડખે થવાં ટેવાયેલાં. જમીને જેવા સૂવા જાય કે ભૈલુ દોડતો અંદરના રૂમમાં જાય અને માથા નીચે બાનું પ્રિય ઓશિકું મૂકી આપતાં કહે : ‘બા…. આ તમારો ઓકો, હવે સૂઈ જાવ.’ ઓકો એટલે ઓશિકું. બા માટે એક જરા વધારે રૂનું પોચું ઓશિકું માથા નીચે મૂકી દે અને બહુ વહાલ ઊભરાય તો માથે હાથ ફેરવી આપે અને કૂદતો કૂદતો જતો રહે. કોણ જાણે એ ક્યાંથી જાણી ગયેલો કે આ બાનું ઓશિકું છે. કોઈની મજાલ છે કે એ ઓશિકાને કોઈ અડે !
‘લાવ, મારી બાનો ઓકો… હા… આ તો બાને જ મળે…. તમારે નહીં લેવાનો…’ જાણે કે એ બાનો અને બાના ઓકાનો રખેવાળ ના હોય !’
થયું એવું કે બા પડ્યાં માંદા, અને તે ય એવાં કે હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં. દીકરો અને વહુ બાની પાસે જાય પણ ભૈલુને કાયમ ના લઈ જાય. ને આ બાજુ બા ભૈલુને સોરે…. અને ઘરમાં ભૈલુ બાને સોરે….
‘તે તું મને લઈ કેમ નથી જતી મમ્મી….? મારે બાને હાથ ફેરવવો છે.’ બહુ જિદ કરી ત્યારે એક દિવસ ભૈલુને દવાખાને લઈ ગયાં એ દિવસે બા અને ભૈલુ એટલાં પ્રસન્ન હતાં કે ના પૂછો વાત !
‘તે બા… ઘેર ચાલોને…!’
‘કેમ ?’
‘મને કોઈ ચાંલ્લો નથી કરતું ! બા…બા… હું તમારે માટે કંઈ લાવ્યો છું.’
‘શું લાવ્યો છે બેટા…..?’
‘તમારો ઓકો…. તમને ઊંઘ આવે છે ઓકા વગર ?’ અને બા ભાવવિભોર થઈ ગયાં. પાસે બોલાવી, ભૈલુને માથે અપાર હેતથી હાથ ફેરવી આશીર્વાદ આપ્યા.
‘બેટા…. તું બહુ મીઠડો છે. આ ઓકો ઘેર પાછો લઈ જા… આ દવાખાનાવાળાએ બીજો ઓકો આપ્યો છે.’
‘ના….બા, બધા તમારો ઓકો લઈ લે છે તે તમે જ અહીં રાખો.’
‘જો ભૈલુ, સાંભળ, આપણો ઓકો બહુ સરસ છે. આ દવાખાનાવાળા બદલી લેશે તો મને ઘેર ઊંઘ નહીં આવે. તું ઘેર લઈ જા. ને તારી પાસે જ સાચવી રાખજે, કોઈને ય ના આપીશ. હું પાછી આવું ત્યારે મને જ આપજે.’ કોણ જાણે ભૈલુ શું સાર પામી ગયો કે ચૂપચાપ એ ઓશિકું ઘેર લઈ ગયો. બાએ કહ્યું હતું કે ‘મારે ઘેર જોઈશે. હું આવું ત્યાં સુધી આ ઓકો સાચવજે. કોઈનેય લેવા ના દઈશ હોં….કે…. તારી વહાલી બાનો વહાલો ઓકો છે. શું સમજ્યો ?’ બસ, ભૈલુને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું. છાતીસરસો ઓકો દાબી ફરે અને ગાતો જાય…
‘ઓકો, બાનો ઓકો.
મારી બાનો ઓકો.’
ને દવાખાનેથી ખબર આવ્યા કે બા ગયા…. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. બાની સ્મશાનયાત્રા ભૈલુને તો ઊંઘતો રાખીને જ કાઢવી પડી. પછી એ પૂછે ત્યારે સાંજે, કાલે… કાલે નક્કી દવાખાને જઈશું કહી દિવસોના દિવસો પસાર થવા દીધા. પણ તેને ગંધ આવી ગઈ હતી કે બાને કશુંક થઈ ગયું છે અને આવ્યો સરવણીનો દિવસ. બધા શોકગ્રસ્ત ચહેરે બેઠા હતા. વચમાં બાનો ખાટલો ઢાળ્યો હતો. કોઈ છાનું ડૂસકું ભરી લેતું તો મહારાજ આશ્વાસન આપતા કે ‘બા લીલીવાડી મૂકીને ગયા છે, તમે સુખી છો તે બાના પ્રતાપે. ને હજુ વધુ સુખી થશો.’ ભૈલુને કંઈ ગેડ પડે નહીં ને આમતેમ બઘવાયા કરે ને ખાટલામાં ગોઠવેલી વસ્તુ જુએ… ગણે… ને વિચારે ચઢે ને મહારાજે જોરથી બૂમ પાડી.
‘બા વાપરતા હતા તે વસ્તુઓ ખાટલામાં મૂકો, બાને પહોંચે….’
ને બાની લાકડી… બાના ચંપલ, બાના ચશ્માં, જોડું લૂગડાં, ને એવી બીજી ગમતી વસ્તુઓ પણ ખાટલામાં ગોઠવાઈ.
ને મહારાજે પૂછ્યું : ‘હવે કંઈ બાકી છે ?’
કોઈ બોલ્યું : ‘બાનું ઓશિકું ?’
એ સાંભળતાં જ ભૈલુ સ્પ્રિંગની જેમ ઊછળ્યો, ‘શું બોલ્યા ? ઓકો ? બાનો ? નહીં મળે બાનો ઓકો. બા મને કહીને ગયાં છે કે હું પાછી આવું ત્યાં સુધી સાચવી રાખજે, લાવો…. મારાં બા પાછા લાવો…. જાવ, દવાખાનેથી બા લઈ આવો… નથી દવાખાને લઈ જતા, નથી બાને લાવતા. તે હું બાને શો જવાબ દઈશ ? બા પણ નથી, હવે બાનો ઓકો ય લઈ લેવો છે ? હું કોની જોડે રમું ? એ મારાં બા છે અને આ મારી બાનો ઓકો છે. નહીં મળે….’ છાતીસરસો ઓકો દબાવી ગભરાયેલો ભૈલુ રડતો જાય ને ડૂસકાં ભરતો જાય.
‘ના….. નૈ આપું… ના નથી લેવાનો….. ના મારી બાનો ઓકો હવે તો આ ઓકો નીચે નહીં જ મૂકું. લઈ જાવ મને બા પાસે, મારે એના માથે મૂકી બાને હાથ ફેરવવો છે….’ કહી ભૈલુ આક્રંદ કરવા લાગ્યો. અને શોકના વાદળથી છવાયેલી સ્વજનોની આંખોએ ઊમટ્યું આંસુનું પૂર….
અને એ પૂરમાં તણાયા પેલા મહારાજ પણ. ‘સારું બેટા…! બા તારા આત્મામાં જ જીવે છે. ના આપીશ કોઈને આ ઓકો !
ને બીજાને રડવાની ના પાડનાર મહારાજ પણ બે હાથ આંખો પર મૂકી બોલતાં બોલતાં રડી પડ્યા.
30 thoughts on “બાનો ઓકો – ડૉ. વિરંચિ ત્રિવેદી”
ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા.
અદ્ભુત વાર્તા. બાળકો અને દાદા-દાદીનો સંબંધ અતિશય લાગણીસભર હોય છે.
It’s realy heart touching story.
આનું જ નામ વારતા !
લાગણીઓ તો હૃદયમાંથીજ જન્મતી હોય છે એમો ઉમર નો સેતુ ન હોય .
બે પેઢીના નીસ્વાર્થ સબન્ધોને જોડતી નીવીવાદ એક ખુબ સરસ વાર્તા !
આપણાથી આ પડીતો,ગોરો,અને સાધુબાવાઓની ક્રીયાકાડની ચુન્ગાલમાથી ક્યારે અને કેમે કેમ છુટાશે?
મહારાજે ક્યા વાહન દ્રારા બાના સઘળા સાધનો પહોચાડ્યા હશે?
ચન્દ્ર અને બીજા અવકાશી ગ્રહો ઉપર પહોચેલા આધુનીક વેગ્નાનીકો આ પહેલા આવા મહારાજો અને પડીતોને મળ્યા હોત તો કેવુ રુડુ?
Karsan, very good sarcastic comment.
Even, KABIRJI,DAYANAN SARASWATI may reborn in huge numbers still, we refused to change.
Our forefathers and we are simply scared of FAKE KRIYAKAN and these pundits.
aakh ma pani avi gya….
ashu roki na sakyo….
કેવિ સુન્દર જોડી .
કેવો નિર્દોશ પ્રેમ.વ્યાજ કેવુ વ્હાલુ લાગે દાદિમા ને!
ખુબ સરસ લખાણ્
રિટા ઝવેરિ
p.s.
i wonder if he is is same VIRANCHIBHAI FROM SURAT?
તેઓ વડોદરામાં રહે છે.
I read all comments but and feel it is very emotional story.
i like all your comments on behalf of my respected sir. v r very thankful to you. and keep reading his next stories.
adrilata and pinki, this comment is from dr. viranchi trivedi to you,
baa ni sathena laagni bharya sambandh na tame pratyaksh shakshi cho, baa ne aapne raday maa jeevti rakhiye eej shraddha. thank you all.
dr. viranchi trivedi.
ના. આ વિરન્ચિ ત્રિવેદેી વદોદરાના …..
Lucky that I studied Gujarati under Dr Viranchi Saheb in Baroda. Still remember gramya mata(Kalapi) Kavita
મને મરા બા એ આપેલું મારૂ પહેલું ક્રિકેટ બેટ યાદ આવી ગયું. આજે પણ એ બેટ છે મારી પાસે અને એ મારા માટે મારી બા ના આશીર્વાદ છે. જ્યારે હું ૫ વર્ષનો હતો ત્યારે બા એ આપેલું. આજે એ વાત ને ૨૭ વર્ષ થયા… હું જ્યારે પણ એ બેટ ને પકડું છું ત્યારે એવો ભાસ થાયછે કે મારો હાથ પકડી ને બા ઉભા છે અને મને શિખવાડે છે… Baa I really miss you
This story make me cry….Really wonderful……..
મારા દાદી ને મેં કોઈ દિવસ જોયા નથી કારણ જ્યારે મારા પપ્પા ૧૦ વરસ ના હતા ત્યારે તેમનુ અવસના થયુ માટે મારે માટે આ અનુભવ ફક્ત વાર્તા અને લેખો પુરતો જ સિમિત છે કારણ નાની ને કુલ મળી ને ૧૬ દોહિત્રી-દોહિત્રા માટે આવી લાગણિ કદી જોવા નહતી મળી. પરંતુ મારી દિકરી આ બાબત મા બહુ નસિબ વાળી છે.
તેને દાદી નો તો નહીં પણ નાના-નાની નો બહુ જ પ્રેમ મળ્યો છે અને એ પ્રેમ ની અવિરત ધારા ભગવાન ની દયા થી હજુ પણ ચાલૂ છે. બદલા મા મારી દિકરિ પણ જો તેના નાના-નાની કંઈ થાય તો ટેન્સન મા આવી જાય.
આજ થી ૩ વરસ પહેલા મારી મમ્મી ને એન્જ્યોપ્લાસ્ટી ઈમરજ્ન્સી મા કરાવવી પડી હતિ અને એન્જ્યોપ્લાસ્ટી કરનાર ડો. ના હાથે અમે બહુ હેરાન થયા હતા, તે મારી દિકરી ને માટે સહન કરવાનુ બહુ અઘરુ હતુ અને આજ ની તારિખ મા પણ છે. જોગાનુ જોગો . નો છોકરો તેની જ શાળા મા તેની જોડે ભણે છે તે વાત ની જ્યારે તેને ખબર પડિ ત્યારે તેને નાની ને હેરાન કરવાનુ વેર જો તેનુ બસ ચાલે તો તેના છોકરા ને હેરાન કરી ને કાઢે તેવુ તેને તેની ડાયરી મા લખ્યુ હતુ જે જોગાનુ જોગ એક દિવસ મારા હાથ મા આવિ ગઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે તે તેની નાની માટે કેટલી પસેસિવ છે. આ લખાણ તેને લખ્યુ ત્યારે અને અત્યારે પણ તે નાદાન છે માટે તેને મે સમજાવ્યુ કે આપણે બદલો લેવા કોણ? પણ હજી પણ જ્યારે પણ મમ્મી ને ડો. ને બતાવવા જવાનુ હોય ત્યારે તે મમ્મી ને કહે કે તેને હવે તેના ડો. બદલી કાઢવા જોઈએ.
સુંદર હ્ર્દય સ્પર્શી વાર્તા બદલ લેખક ને અભિનંદન.
Wow…What a heart-touching story! Full of emotions. I did not feel at all as if I was reading a story. It is so well-written, in simple words that I could feel as if I am in front of that little kid and grandmother listening to their beautiful conversations.
Definitely this story brought tears in my eyes and made me miss my Grandmother even more today. I am fortunate enough that she is with us and I will meet her very soon during my visit to India 🙂
Thank you so much Dr. Viranchi Trivedi for sharing this story with us.
Very heartly story. Thank you so much.Dr.Trivedi
Nice Storyline with lots of emotions…
Ashish Dave
બાના સન્સ્મરણો તાજા થયા. બાને માથામાં તેલ નાખતા’તા ને વલુરતા’તા તે યાદ આવી ગયું.
વાહ, અદભૂત વાર્તા ! બાને ઓશિકું તો અમે પણ ઘણી વાર આપ્યું હતું પણ ભઈલુએ બાના દવાખાનેથી પાછા આવવાની રાહ જોઈને ઓશિકું જે રીતે સાચવી રાખ્યું એ વાંચીને ભઈલુની લાગણીમાં અમારી લાગણી પણ ભળી ગઈ અને આંખમાંથી બે મોતી બિંદુ સરી પડ્યા.
ધન્યવાદ.
કાશ મારે પણ “બા” હોત …….
This is the matter of realization…only!!!
ખુબ જ સરસ. ટચીંગ
ખુબ જ હ્રિદય સ્પર્શિ વાત્…મને મારિ બા યાદ આવિ ગઇ….
nanpan ma vadilo ne aatlu bdhu chahnaar balko yuvan thaay tyare temni lagnio ma ot aavi km aavi jati hase..?!
ખુબજ ગમેી .. !
ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા.
nice story thxs
બા યાદ આવઇ ગયા
ખુબ સ્રસ વારત્તા
Extraordinary story.. Aaj Na kids ne shlok sikhva “Hare Rama Hare Krishna” ma tuition lagavva pade.. Jyare ame bhagvan ne nvdavta bhajan shlok chandlo krta daddu Bali jde sikhya chie.. Hu pn mari Bali ne khub prem kru chu.. Amne bnne ne ek bija vgr Na chale.. Lv u Bali..