અય દોસ્ત – ફિલ બોસ્મન્સ

[ મૂળ અંગ્રેજીમાં લખાયેલી આ કૃતિનો અનુવાદ શ્રી રમેશભાઈ પુરોહીતે કર્યો છે. ‘સુખને એક અવસર તો આપો’ પુસ્તકમાંની આ કૃતિ તાજેતરમાં ‘આપણે’નામના ત્રૈમાસિકમાં પ્રકાશિત થઈ હતી, જે અહીં સાભાર લેવામાં આવી છે.]

અય દોસ્ત,
સુખી થવા માટે તારા સમયનો સદુપયોગ કર.
તું પોતે જ જીવતોજાગતો ચમત્કાર છે.
તારા સમોવડિયું કોઈ નથી.
તું અનન્ય છે, તારું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી,
એ વાતને તેં કદીયે જાણી છે ખરી ?
તને કેમ કોઈ અચંબો નથી થતો ? તું કેમ તારા પર ખુશખુશાલ
કે વિસ્મયથી ફાટફાટ થતો નથી.
અને બીજાઓ વિશે પણ તું કેમ આવી રીતે ઓવારી જતો નથી ?
આ બહુ સહજ છે. દેખીતું છે કે તું જીવતો છે.
કે તું પળેપળને જીવી શકે
તને ગાવા અને નર્તન કરવા
અને સુખી થવા માટે સમય અપાવ્યો છે,
એનો તને ક્યારેય વિચાર આવે છે ખરો ?
તો પછી શા માટે તું તારા સમયને પૈસા પાછળની
નકામી હાયવોયમાં અને બધું મેળવી લેવામાં બરબાદ કરે છે ?
આવતી કાલ, પછીની કાલ અને આવનારી કાલની
ચિંતાઓનાં પોટલાંઓ માથે લઈને શા માટે ફરે છે ?
શા માટે આ લડવું-ઝઘડવું અને કંટાળી જવું ?
શા માટે રાતભર ખાલીખમ મનોરંજનમાં ડૂબે છે ?
અને સવારે સૂર્ય માથા પર આવે ત્યાં સુધી ઊંઘે છે ?
અત્યંત શાંતિથી તું તારા સમયનો સદુપયોગ કર અને સુખી થા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “અય દોસ્ત – ફિલ બોસ્મન્સ”

Copy Protected by Chetan's WP-Copyprotect.