દીકરો-પરદેશ – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

દીકરો પરદેશ જો દોડી ગયો,
એક સ્મરણ પાછળ સખત છોડી ગયો.

લઈ ગયો આશિષ માતાની ભલે,
નામના બંધન બધાં તોડી ગયો.

ભાલને ચમકાવવાના લોભમાં,
ઘર તરફ જાતી નજર મોડી ગયો.

લાગણીની દોર તોડી નાખી, ને-
તાર દૂરસંચારના જોડી ગયો.

રાતભર ખટકો રહે છે આંખમાં,
એક તણખલું કેવું એ ખોડી ગયો.

‘મા’ હવે માખણને ક્યાં સંતાડશે,
કાનજી ઘરને જ તરછોડી ગયો.

હસતે મુખ ‘નાશાદ’ કીધું આવજે,
બાકી એક એક શ્વાસ ઝંઝોડી ગયો.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous માનસદર્શન – મોરારિબાપુ
અય દોસ્ત – ફિલ બોસ્મન્સ Next »   

15 પ્રતિભાવો : દીકરો-પરદેશ – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

 1. વાહ, ઉંચા પદ અને ઢગલો આવક રળવાના મોહમાં મા-બાપને છોડીને દૂર જતા રહેવાથી આવા કેટલાય દંપતિઓ અકળાતા હશે.

  • Navin N Modi says:

   આ અકળામણના મોટા ભાગના કિસ્સાઓમાં દિકરો ભણવા અને કમાવા પરદેશ જાય એ શું ભૂતકાળમાં માતા-પિતાનું જ સ્વપ્ન નથી હોતું?

   • GuRu says:

    Na Navin, Mata-Pita nu sapanu evu hoy chhe k santan saru bhane gane jethi bhavishya ma a saru kamay ane atle enu jivan shanti thhi ane sukhmay rite pasar thay, saru bhane gane eno matlab evo nathi hoto k videsh ma jaine j bhane, aapana BHARAT desh ma rahine pan saru bhani gani sakaya chhe, uchh padavi melavi sakay chhe ane saru kamayine tame tamaru jivan mata-pita sathe sari rite jivi sako chho…

    • Vijay says:

     aapana BHARAT desh ma rahine pan saru bhani gani sakaya chhe

     >>Don’t agree. Unless you belong to SC/ST/OBC and others who are benefiting without lifting a finger in life.

     If you don’t belong to reservation caste then Good luck.

 2. સુંદર…

  અહીં હવે આ વાત માત્ર પરદેશ જતા દિકરાની નથી પણ અર્થોપાજન માટે ઘર અને મા-બાપ થી દૂર જતા દરેક ની વાત છે….

  પણ સાથે સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે દિકરો કે દીકરી જ્યારે મા-બાપ થી દૂર માત્ર કમાવવા માટે જાય છે ત્યારે ઘરનો ઝૂરાપો એમને’ય હોય છે. એ જાય છે તો એટલા માટે જ કે હવે પોતાનો વારો છે ઘરને ટેકો કરવાનો….એ મહત્ત્મ કેટલી સારી રીતે ટેકો કરી શકે.

  • GuRu says:

   A tamari vat sachi Hiral k have potano varo chhe ghar ne teko karvano, pan jo sachi disha ma thodi mahenat kare ne to gar aangane j rahine, ma-baap ni seva karine temani sathe rahine pan ghar ne teko kari sakay chhe…Baki aavi rite ghar ne teko karvana vichar thhi videsh jata rahela ketala santano eva chhe jemane kharekhar teko karyo chhe ane…hu evu nathi kaheto k videsh javu khotu chhe pan have to aapana desh ma pan videsh karata pan gani sari tako chhe…

   • Kalidas V. Patel { Vagosana } says:

    ગુરુ,
    મોટાભાગે દરેક વ્યક્તિ પરદેશ ” રોટલાને હાટુ ” જ જતી હોય છે. જનારને તથા મોકલનારને ઉભયને તેનું દુઃખ અવશ્ય હોય છે જ. જનાર માટે ત્યાં ફૂલોની સેજ બિછાવેલી નથી હોતી ! રાત-દિવસ કાળી મજૂરી કરીને , બચત કરીને તે પોતાના દેશના કુટુંબને તથા પોતાને આગળ લાવવા મથે છે અને મહદ
    અંશે સફળ થાય છે.
    વળી, પરદેશ વેઠવાથી હંમેશાં ફાયદો જ થતો રહ્યો છે. જો મહાત્મા ગાંધી પરદેશ ન ગયા હોત તો આપણને આઝાદી મળી હોત ? અને પરદેશ વેઠનારાઓ લગભગ બધા સુખી-સંપન્ન થયા છે તે નિર્વિવાદ છે. ઔસ્ટ્રેલિઆમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓમાંના મોટા ભાગનાઓએ માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં અહીં પોતાનાં વિશાળ મકાનો બાંધ્યા છે જેનો હું સાક્ષી છું. આવાં મકાન અમારી આખી જિંદગીની કમાણીથી પણ અમે નથી લઈ શક્યા! … પછી પરદેશગમનને કાં વખોડવું ?
    આવી તકો ભારતમાં છે ખરી ? અને હોય તો કેટલી ? કોના માટે ?
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 3. vijay says:

  દુધ ઢોયાળા પછીનુ ડહાપણ શુ કામનુ?

 4. ashok pandya says:

  આ એક બહુ જ અંગત લાગણી છે..આને જનરલાઈઝ ના કરી શકાય..નવી પેઢી પોતાના શ્રેય માટે પરદેશ જાય તેનો આટલો હોબાળો ન હોવો ઘટે..This is nothing but emotional ATYACHAAR…

 5. ઘરનુ આર્થીક ચીત્ર બદલવા, અજાણીભુમી ઉપરની વ્યથા-મથામણમાથી પસાર થનારાની લાગણીને વાચા આપતી, એક સુન્દર રચના.
  ઝુરાપો તો બન્ને પક્ષે હોય જ.યાદ આવે છે ? ચીટ્ઠી આયિ હે વતનસે ચીટ્ઠી આયી હે.

 6. Rahul Patel says:

  ‘મા’ હવે માખણને ક્યાં સંતાડશે,
  કાનજી ઘરને જ તરછોડી ગયો.
  Heart touching line……

 7. Amee says:

  Lots of people writing lots things in comments like “chokra o ne sokh thai che maa-baap ne muki ne pardesh javano”

  Kone sokh hoi che foreign jaine potanu kahvanu pote banavvanu..kone sokha hoi che potani grocery kari ne londry bi karvi…kone sokh hoi che ke study karta karta maa-baap per bahu bojo na pade etle waiter ke vasan ghasvanu ke cleaning nu kam karvu…….koi chokra ne eva sokho hota nathi ….ane maa ane baap j emni ankho ma pardesh nu sapnu muke che…joyu “falana bhai no dikaro gayo..haas emne santi..” but maa-baap kahe etle javanu e kahe etle pacha avta rahevanu ………

  Their is something like self esteem….when any boy go to foregin he definately cry in silence alone in rememberance of parent and family…if you dont belive than ask your 1str relationship relatives (koi na sam nakhi ne puchjo).

 8. gita kansara says:

  મનોવેદનાનેી વાચા આપતેી વ્યથાનુ આબેહુબ શ્બ્દ્ચિત્ર રજુ કર્યુ.
  બન્ને પક્ષે વિરહનેી વેદના તો હોયજ.

 9. DHIREN AVASHIA says:

  desh re joya dada perdesh pan joya
  what you actually need?
  batku rotali? thodu brithing.
  baki aapnu india to aakash manu meghdhanush chhe.
  satey rango bas phakat aahiyaj jova male chhe.
  aak var jindagi mali chhe mani le ne manva.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.