દીકરો-પરદેશ – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

દીકરો પરદેશ જો દોડી ગયો,
એક સ્મરણ પાછળ સખત છોડી ગયો.

લઈ ગયો આશિષ માતાની ભલે,
નામના બંધન બધાં તોડી ગયો.

ભાલને ચમકાવવાના લોભમાં,
ઘર તરફ જાતી નજર મોડી ગયો.

લાગણીની દોર તોડી નાખી, ને-
તાર દૂરસંચારના જોડી ગયો.

રાતભર ખટકો રહે છે આંખમાં,
એક તણખલું કેવું એ ખોડી ગયો.

‘મા’ હવે માખણને ક્યાં સંતાડશે,
કાનજી ઘરને જ તરછોડી ગયો.

હસતે મુખ ‘નાશાદ’ કીધું આવજે,
બાકી એક એક શ્વાસ ઝંઝોડી ગયો.

Leave a Reply to DHIREN AVASHIA Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “દીકરો-પરદેશ – ગુલામ અબ્બાસ ‘નાશાદ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.