એક અમસ્તો પતંગ – રમણીક અગ્રાવત

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

ધમધમતી શેરીઓની સંકુલતામાંથી
એક પતંગ આકાશમાં,
અગાસીઓની અડોઅડ જડી સંકડાશમાંથી
એક પતંગ મોકળાશમાં.

દોરના એક છેડે ફરફરે પ્રસન્નતા
ચગે બીજે છેડે ચકિત મન,
લહર પર લહર પર લહર
રંગબેરંગી ખુશીમાં ફરફરે દિશાઓ તમામ.

લંબાય અગાસીઓના હાથ
સૂસવાતા પવનમાં,
સંધાન પૃથ્વી અને આકાશનું
જરીક અમસ્તા ફરકાટમાં…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “એક અમસ્તો પતંગ – રમણીક અગ્રાવત”

Copy Protected by Chetan's WP-Copyprotect.