સમજ – હિમાંશી શેલત

[ નાજૂક વિષયોને સુંદર રીતે આલેખીને, કથા-પાત્રોના મનોભાવોને અત્યંત સૂક્ષ્મ રીતે રજૂ કરવા એ હિમાંશીબેનની લેખનશૈલીની વિશિષ્ટતા છે. ઘટના કે બોધ કશું જ ન હોય પરંતુ સમજનાર વાર્તાના પ્રવાહમાંથી જ ઘણું બધું સમજી જાય એ રીતની આ વાર્તાઓ તાજેતરમાં ‘ઘટના પછી….’ નામના પુસ્તકમાં પ્રકાશિત થઈ છે, જેમાંથી પ્રસ્તુત વાર્તા ‘સમજ’ સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ હિમાંશીબેનનો આ નંબર પર +91 9375824957 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

‘મોલેસ્ટેશન એટલે ખરેખર શું ?’
કૃપાના ચહેરા પર જાળું હતું. પંદર પૂરાં થયાં છે. અંગ્રેજી ભણે છે. ખાસ્સું વાંચે છે. કમ્પ્યૂટર વાપરે છે. આટલી ખબર ન હોય એમ મનાય નહીં. અમથી ભોળી થાય છે. નાટક, ચોખ્ખું નાટક. આવા વિષયમાં રસ હશે એટલે જ પૂછે છે.

વૈશાલીએ ચીડમાં કૃપાને જોઈ. ફૅશનમાં કેવી અવ્વલ રહે છે ! ચહેરો ઝગઝગે છે, ભમ્મર પાતળી અને સીધી રાખી છે. કપડાં, સેન્ડલ, બૅક-પૅક, બધુંયે એનાં અવ્વલ હોવાની તરફેણમાં. આવી કૃપાને મોલેસ્ટેશન એટલે શું એ ખબર ન હોય એમ બને ? ઈમ્પોસિબલ. હોઠ ભીડીને વૈશાલી એની નોટમાં લખતી રહી. જવાબ નથી આપવો. પણ મુદ્રાથી ન રહેવાયું. કપાળ પર નાચતી લટને કાન પાછળ ધકેલી એણે કૃપાને ચોકસાઈથી પૂછ્યું :
‘તને સાચે જ ખબર નથી કે ખાલી પૂછે છે ?’
‘આમ સાધારણ ખ્યાલ છે પણ એકઝેક્ટલી ખબર નથી.’
‘સાધારણ ખ્યાલ એટલે કેવો ખ્યાલ ?’
‘જેમકે શરીર સાથે છેડછાડ. અડવુંકરવું અને એવું બધું.’
‘બસ, એ જ તો મોલેસ્ટેશન.’
‘પણ માનો કે સ્ટેશનની ભીડમાં આપણે ડબ્બામાં દાખલ થતાં હોઈએ ત્યારે કોઈનો હાથ આમતેમ અડી જાય અને આપણને લાગે કે ભૂલમાં અડી ગયો, તોયે સાચેસાચ એ ભૂલ ના હોય અને ગણતરી હોય, તો તેની ખબર શી રીતે પડે ? એ મોલેસ્ટેશન કે મિસ્ટેક ?’

વૈશાલીએ લખવાનું અટકાવી દીધું. કૃપાની વાતમાં વજન હતું. અને એની સ્પષ્ટતા આપવાનું સરળ નહોતું. વરસ પહેલાંના એક રવિવારની બપોર પર એ અચાનક આવી ઊભી. રતન ફોઈના ઘરનું વાસ્તુ હતું. ભાવિનસર અને રતનફોઈ ભણવામાં સાથે. સરને નોતરેલા પણ ન આવ્યા. ફોઈ કહે કે પ્રસાદ આપી આવ. ડોરબેલ દેખાયો નહીં. આગળો ખખડાવ્યો.
‘આવ. આવ.’
‘આ ફોઈના ઘરનું વાસ્તુ થયું તેનો પ્રસાદ.’
‘એમ ? વાહ વાહ ! થેન્કયૂ, બેસ. બેસ. ઉતાવળ છે ?’
‘ના…હા…. એટલે એમ કે ઉતાવળ નથી પણ ખૂબ કામ છે. જવું પડશે.’
‘ભલે, ભલે.’
પછી ભાવિનસર ઊભા થયેલા અને એને ખભે હાથ દાબી ફરી થેન્કયૂ કહેલું, આંખમાં આંખ પરોવીને. એ ક્ષણે કેમ બીક લાગેલી ? સરે એવું કશું કહેલું કે કરેલું નહીં જેનાથી ગભરાટ છૂટે. તો શું બરાબર નહોતું ? ખભે દબાયો તે હાથ, કે આંખમાં ભેરવાઈ એ નજર ? ત્યારે આટલી ઝીણી બાબતે કોઈ સાથે વાત નહોતી થઈ અને આજે તો એ પૂરી યાદ પણ નહોતી રહી. આ તો કૃપાએ કાંકરી નાખી તેથી આટલાં વમળો. નૉટ બંધ કરી વૈશાલીએ સ્કર્ટ ખેંચ્યું.
‘છોડો હવે બાલની ખાલ ઉતારવાનું કામ. આપણે આ પ્રોજેક્ટ પતાવવાનો છે. કૃપાડી ખોટે વખતે ખોટી ચર્ચા લઈ બેસી ગઈ !’

છતાં કૃપાના ચિત્તમાં ફીંડલાં ઉકેલાતાં ગયાં. શાહ અંકલ. ઘરમાં પગ પડે કે તરત, વ્હેર ઈઝ ધ યંગ લૅડી ? ડૅડી કંઈ કૃપાને બૂમ પાડી બોલાવે એવું નહીં, તોયે કૃપા નજીક હોય તો શાહ અંકલ ખભે ધબ્બો મારે, હાથ પકડે. ડૅડી ત્યાં હોય, દાદાજીયે હોય અને મમ્મા તો ખરી જ. શાહ અંકલ સામે કોઈને વાંધો નહીં. ડૅડીના દોસ્ત, એમની ઉંમરના, સમજદાર, પ્રતિષ્ઠિત. એ જે કરે તે ન કરવા જવું હોય નહીં એવી પરમ શ્રદ્ધા સહુને. તો પછી માત્ર એને જ કેમ કંઈક બરાબર ન હોય એમ લાગ્યા કરતું હતું ! પોતાને જ વાંધો. મમ્મા કહેતી તેમ, સારું જોતાં શીખો. બધે વાંધાવચકા ન શોધો ! ચાલો, શાહ અંકલ જવા દઈએ. જીમ અંકલ તો શોખીન, પાર્ટીમાં ખાયપીએ અને ગાય નાચે. એમનો તો એ સ્વભાવ. ડૅડી કહે કે દિલનો સાફ છે. આમ તો એલફેલ બોલી પાડે. સ્ત્રીઓની હાજરીમાં વાંધાજનક ગાળો દઈ શકે, નિઃસંકોચ. મમ્માનો મિજાજ ક્યારેક છટકે. આવા કેવા દોસ્ત ! જુવાન છોકરી ઊભી હોય ને આવું બોલાય ? ડૅડી મલકે. અમથી જ અકળાય છે. છોકરી હરે છે, ફરે છે, રસ્તે, સ્ટેશને, બજારમાં. બધે આવું બોલાતું જ રહે. ગાળો તો આપણા કરતાંયે વધારે સાંભળે, ખરું ને કૃપા ? જીમ અંકલ અડે નહીં, માત્ર જોયા કરે. તે દિવસે ઉપરના ખાનામાંથી ચોપડી લેતી હતી ત્યારે જીમ અંકલની નજર ક્યાં હતી તે એણે શી રીતે નોંધી લીધું ? પણ આવું કોઈને કહેવાય નહીં. મમ્માને કહીએ તો એ એમ કહેવાની કે આવા વિચાર કેમ આવે છે તે જાતે જ શોધવાનું. જીમની વાઈફ કેટલી રૂપાળી છે, જોઈ છે ? એટલે કૃપાને જે કંઈ લાગે તે પર ચોકડી. જીમ અંકલની વાઈફ રૂપાળી હોય એટલે એમની નજર ધોયેલી અને સ્વચ્છ. હવે આ બંનેથી બળદેવ અંકલ જુદા લાગતા. કેમ ? એ જ્યાં બેઠા હોય ત્યાં બેધડક જવાય, કોઈ અવઢવ નહીં. એ સામે જુએ, કે ખભે હાથ મૂકે ત્યારેય ડર ન લાગે. કશુંક તો છે આ આખી વાતમાં, જે ભલે સમજાતું નથી, પણ તેથી એ મટીયે જતું નથી. ઈટ ઈઝ વેરી મચ ધેર.
‘કૃપા ક્યાં ખોવાઈ ગઈ ? ચાલ જઈએ. બાકીનું ઘેર જઈ પતાવીશું.’
***

આજે આ ગૂંચવણ સાફ થવી જ જોઈએ. રોજેરોજ એક જ પ્રશ્ન સતાવે અને જવાબમાં મળે ધુમાડો. મમ્મા નહીં, વૈશાલી કે મુદ્રા પણ નહીં. શિરીન મૅડમ પાસે જવાય ? એ ખૂલીને કહે, સમજાવે. કોઈને કહેવું નથી. એકલાં જ પહોંચી જવું. સ્કૂલ છૂટે અને મૅડમ સ્ટાફરૂમની બહાર આવે એટલે તરત.
‘મે’મ મારે જરા…. મારે એક ખાસ વાત પૂછવી છે.’
‘બોલની ડીકરી, એની પ્રૉબ્લેમ ?’
‘મે’મ, મોલેસ્ટેશન એટલે એકઝેકટલી શું ?’
‘વેલ, વેલ, કાંઈ બનિયું તારી જોડે ?’
‘ના, ના, થયું કંઈ નથી ખાસ. કોઈ ચોખ્ખો જવાબ નથી આપતું અને મારે એ જોઈએ છે. વાંધાજનક બોલે કે અમુક રીતે જુએ એ મોલેસ્ટેશન કહેવાય ?’
શિરીન મૅડમ બોલ્યાં નહીં. સ્ટાફરૂમમાં કોઈ વાર બેવડા અર્થવાળું બોલાય છે, કોને સંભળાવવા ? લૅડી મેમ્બર્સને ? ક્યારેક તો એકદમ વલ્ગર લાગે એવુંયે બોલાય છે, એને મોલેસ્ટેશન કહેવાય ? વર્બલ મોલેસ્ટેશન ? જેમ કે નવમા ધોરણની એક સ્ટુડન્ટને એના એક સરે આમતેમ જોઈને દબાયેલા અવાજે પૂછેલું કે તારા હાથની રૂંવાટી જેમ સોનેરી છે તેમ પગ પર પણ સોનેરી છે કે ! એ ગભરુ સ્ટુડન્ટ આ બાબતે ક્યારેય એકેય શબ્દ બોલેલી નહીં. છેવટે એ શિક્ષક ગુજરી ગયા ત્યારે જે સાંભળેલો એ શબ્દે-શબ્દ એણે કઝીનને કહેલો. આજે કૃપાની સામે શિરીન મૅડમને થયું કે આ વિશે કેમ આટલાં વરસ એ ચૂપ રહેલાં !
‘મે’મ, તમે કેમ બોલ્યાં નહીં. મને, પ્લીઝ, કહો કે…..’
‘જો’ની, સેક્સુઅલ ઓવરચર્સ, એટલે કે છોકરીને જેને લીધે જરા બી ડીસ્કમફર્ટ થાય, જેને અવોઈડ કરવાનું દિલ થાય, તે મોલેસ્ટેશન. એમાં બોલે તે બી આવી જાય અને જોયા કરે તે બી આવી જાય.’
‘તરત ખબર પડી જાય એની ?’
‘યસ, તરત. ફીમેઈલ ઈન્સ્ટીન્કટ બહુ જબરજસ્ત ચીજ છે. એમ જ ખબર પડે કે આ માનસ સોજ્જો નથી….’
‘થેન્ક્યૂ મે’મ, થેન્ક્યૂ !’
***

‘કૃપા, આજે નાસ્તો કેમ ન કર્યો ?’
‘એમ જ, મમ્મા, ભૂખ નહોતી લાગી.’
‘આ ઉંમરે ભૂખ નથી લાગતી ?’
‘થાય એવું. ભૂખ લાગે ત્યારે ખાવું એ જ ઉત્તમ.’ ડૅડી કૃપાની વ્હારે ધાયા એટલે કૃપાએ એમનો આંખથી આભાર માન્યો.
‘મંગળથી રવિ મારે જરા રોકાણ રહેશે. ટેક્સાસથી સુનયના આવે છે.’
‘તારી સાથે ભણતી’તી એ સુનયના, બરાબર ?’
‘એ જ, એની દીકરી પણ આવવાની છે. શ્રેયા. આપણી કૃપા જેવડી હશે. બંનેને મજા આવશે.’
એવું શી રીતે ધારી લીધું ! કૃપાએ મોં બગાડ્યું. સરખી ઉંમરની હોય તેથી ફાવી જાય અને ગમી જાય એમ મમ્મા શી રીતે માની લેતી હશે ?
***

સુનયના અને શ્રેયાની જોડી અનુપમ લાગી. મા-દીકરી આવાં હોવાં જોઈએ. માત્ર દેખાવ નહીં, વર્તન અને વાણીમાં બંને બેનમૂન. ક્યાંથી તાલીમ મળી હશે આટલી અદ્દભુત, શી ખબર ! કૃપા એની નામરજી હોવા છતાં અંજાઈ ગઈ. શ્રેયાના હલનચલનને, એના લાંબા સોનેરી વાળને, એની મોટી ભૂરી આંખોને જોવામાં એને બેહદ રસ પડ્યો. મમ્મા તો ખુશ હોય એ બરાબર, ડૅડી પણ આનંદમાં જરા બોલકા બની ગયા. બીજા દિવસની સવાર, વધારે ગુલાબી, વધારે ખુશનુમા. વરંડામાં ચા-નાસ્તાની સજાવટ. ડૅડી ગીત ગણગણતા અને એકદમ ખીલેલા. શ્રેયાનો પ્રવેશ. ચહેરા પર સુરખી, ચુસ્ત શરીરની આગવી સુગંધથી વરંડો મઘમઘાટ. કૃપાને કદાચ પહેલી વાર પોતાની સુસ્તી માટે શરમ આવી.
‘ગુડમૉર્નિંગ, આવ, બેસ, આરામ થયો બરાબર ?’
‘યાહ…. આવું રીલેક્સ થવાનું ત્યાં ક્યાં હોય !’
‘શો પ્રોગ્રામ હવે આજે ? શૉપિંગ ?’
‘તમને કેવી રીતે ખબર પડી ગઈ ?’
સુનયનાના કપાળ પરની પાતળી કમાન ઊંચકાઈ.
‘અનુમાન. એનઆરઆઈ માત્ર ચારપાંચ દિવસ રોકાવાનાં હોય તો શૉપિંગ પહેલું આવે.’
‘સાવ સાચું. આજે દસ વાગ્યે નીકળીશું. શ્રેયાનું લિસ્ટ લાંબું છે.
‘ઈઝ ઈટ ? શું ખરીદવાની શ્રેયા ?’
ડૅડીએ જરા અસામાન્ય લાગે એવો રસ બતાવ્યો એ કૃપાથી નોંધાઈ ગયું. બાકી તો સવારે છાપામાં ખાબકેલા ડૅડી ધરતીકંપ થાય તોયે જગ્યા છોડે નહીં એમ કૃપાનું ચોક્કસ માનવું હતું.
‘આજે તમે સદાનંદની લીફટ લેજો. ગાડી અમે લઈ જવાનાં.’
‘જેવો હુકમ. રાતનું જમવાનું બહાર રાખવાનું છે ?’
‘ના ભઈસા’બ, આ લોકોનાં પેટ બહુ નાજુક. જરા જરામાં વાંધો પડી જાય, આપણે ઘેર જ સારાં.’
‘આન્ટી, બહાર રાખો ને ! મને તો બહુ ગમશે બહાર.’
‘લીસન ટુ ધ યંગ બ્યુટી ! જઈશું પેલી નવી ગાર્ડન રેસ્ટોરાં !’
આ ડૅડી ? આમ તો એકેય પ્રોગ્રામ સરળતાથી ગોઠવી ન શકનારા અને જાતજાતનાં બહાનાં કાઢનારા એ આજે આટલા જુદા ! કૃપા એના ડૅડીને ઝીણવટથી જોતી રહી.
***

ખૂબ બોલતા રહ્યા ડૅડી. પોતાના કામની, સાહસની, આવડતની, પ્રવાસની અજાણી વાતોના પટારા ખોલતા રહ્યા.
‘આ માયા તમને બોલવા નથી દેતી કે શું ?’
સુનયનાની ટકોર જાણે કાને પડી જ ન હોય એમ ડૅડી ચાલુ રહ્યા. કૃપા કોકડું વળી ગઈ, સાથે કોઈ અજાણ્યો આધેડ દાખલ પડી ગયો હોય એમ. જમી રહ્યાં એટલે ડૅડીએ પાન ખરીદ્યાં.
‘અહીંના વખણાય છે. ભાવે તને ?’
‘ઓ, યા !’
શ્રેયાએ બીડું આંગળીઓ વચ્ચે જકડ્યું. ડૅડી ચાહી કરીને શ્રેયાને અડ્યા, કે એને અમથું જ એમ લાગ્યું ? કૃપા સાબદી બની ગઈ. પછી જોકે કશું બન્યું નહીં. મોડી રાત સુધી ગઝલો સાંભળવાનો કાર્યક્રમ ચાલ્યો. પોતપોતાની પસંદગી વિશે વાતચીત, ગપસપ. વચ્ચેવચ્ચે ડૅડી બેચાર કડી ગણગણી લેતા હતા.
‘તમે તો સરસ ગાઈ શકો છો !’ સુનયનાએ પ્રશંસા કરી.
‘એમ ? સારું-ખરાબ તો ખબર નથી પણ મને ગાવાનું ગમે છે એ નક્કી. તું ગાય છે કે નહીં, શ્રેયા ?’
‘ઓ…. નો…. નો…. બટ એ ગુડ લીસનર. કોઈએ સાંભળવુંયે જોઈએ ને !’
‘શ્રેયા ટેનિસ રમે છે, ચૅમ્પિયન છે યુનિવર્સિટીમાં !’
ડૅડીએ ખુશ થઈને શ્રેયાનો બરડો થપથપાવ્યો. શી જરૂર હતી આટલું બધું બતાવવાની ? નાખુશ કૃપાએ પગ પછાડ્યો. મમ્મા પણ સ્ટુપિડ જેમ વર્તે છે. ટોકવા જોઈએને ડૅડીને. શ્રેયા રાતરાણી વિશે કશુંક પૂછતી હતી અને ડૅડી બૉટનીના પ્રોફેસર પેઠે વિગતો આપતા હતા. મોટા જાણકાર ન જોયા હોય તો ! કૃપા ઊભી થઈ ગઈ. મમ્મા અને સુનયના આન્ટી ક્યાં ? કદાચ અંદર. એ બંનેની વાતો ખૂટતી જ નહોતી.

‘કૃપા, જરા સુનયનાની પર્સ લાવ તો અહીં, એમાં ડાયરી છે. ફોન કરવો છે એનાં માસીને.’
અહીંથી ખસવા કૃપા લેશ પણ મરજી નહોતી છતાં ઊઠવું પડ્યું. ઉતાવળમાં એ હડફડ પર્સ ઝડપીને અંદર ભાગી. કામ પતાવી જલદી આવી જવું હતું અહીં. મમ્માને તો પડી નથી, પણ એણે પોતે તો…..
‘છે ને નશો ચડી જાય એવી સુગંધ ?’
કૃપાએ ડૅડીને આવું બોલતા સાંભળ્યા. શ્રેયાએ પણ કંઈ કહ્યું જે બરાબર ન સંભળાયું. કૃપા લગભગ દોડતી પાછી આવી. આ રઘવાટ શેનો છે એનો સીધો જવાબ એની પાસે નહોતો. છી ! છી ! ગંદુ છે તારું મન, એટલે જ આવા ન કરવા જેવા વિચારોમાં ભટકતું ફરે છે. એણે જાતને ધમકાવી કાઢી તોયે ઉધમાતમાં તસુભાર ફરક પડ્યો નહીં. ડૅડીના વર્તનમાં આ પહેલાં અકળામણ થાય તેવું કંઈ જોવામાં આવેલું નહીં. વૈશાલી, મુદ્રા અને ભાવિકા – બધી બહેનપણીઓ ઘેર આવતી રહે છે. બોલવામાં પણ છૂટ લીધી નથી. હા, માત્ર એક વખત વૈશાલી કોઈ રેખાને લઈને આવેલી ત્યારે ડૅડી જરા છૂટછાટવાળું બોલેલા. છતાં એમાંયે ખાસ વાંધાજનક નહીં હોય, મમ્મા હાજર હતી. મોટે ભાગે તો બીજું કોઈ પણ આવેલું. ના, ડૅડી લગભગ તો પૂરા ડિગ્નીફાઈડ. કૃપાએ પગ ધીમા પાડ્યા. આવી શંકા ખોટી ગણાય. તેયે ખાસ કશા કારણ વગર. અને શ્રેયાએ ક્યાં વિરોધ નોંધાવ્યો છે ? એ તો એકદમ મોજમાં છે, હસીહસીને બોલે છે. ડૅડીનું વર્તન ન ગમતું હોય તો એ ચલાવી ન લે. બૉલ્ડ છે, સ્માર્ટ છે. એટલે અત્યારે કેવળ શકના દબાણથી એ લોકો પાસે જવું ન જોઈએ. સૂવાનો સમય છે, બંને હમણાં આ તરફ આવશે. કૃપા આગળ ન વધી. મમ્મા અને સુનયના આન્ટીના અવાજ સાવ ધીમા પડી ગયા હતા. બધી લપ છોડીને પોતે ઊંઘી જવું જોઈએ. શ્રેયાનું શ્રેયા જાણે અને ડૅડીને જોવા મમ્મા બેઠી છે.

આગલા ઓરડાને વરંડાથી જુદો પાડતી મોટી બારીઓના જાડા પડદા બિલકુલ સળવળતા નહોતા. દીવાલ જેવા જ સ્થિર પડદા. ત્યાં બહાર શું થઈ રહ્યું હતું એનો અણસાર ન આવે. કશો નિર્ણય ન લઈ શકવાની સ્થિતિમાં કૃપાએ રીમોટ પર આંગળી દાબી. મોડી રાતના કોઈ મનોરંજનમાં તરવરાટ ભર્યું નૃત્ય ચાલતું હતું, અડધાં ઉઘાડાં શરીર ઊછળતાં હતાં. વૉલ્યુમ વધાર્યું. કદાચ એનાથી શ્રેયા ખેંચાય અને અહીં આવી જાય તો બહુ સારું. છતાં એમ ન થયું. શ્રેયા બહાર જ રહી. શું કરતાં હશે એ લોકો ! થડકારાને શાંત પાડવા મથતી કૃપા અંતે બહાર જ પહોંચી ગઈ. રાતરાણીની પાસે ગોઠવેલા બાંકડા પર શ્રેયાની હથેળી ઝાલીને ડૅડી કોઈ ભવિષ્ય ભાખવામાં હતા કે શું ! કૃપાએ આંખો મટમટાવીને સ્થિર કરી. ડૅડીનો હાથ એક એક દોરો આગળ સરકી રહ્યો હતો કે એ કેવળ ભ્રાંતિ ? જોકે શ્રેયા તો એકદમ આરામથી બેઠી હતી, સાવ સહજ ભાવે. કૃપાએ પાછળ જોયું. મમ્મા અને સુનયના આન્ટી હજી પોતાની દુનિયામાં ડૂબોડૂબ હતાં. એકાદ પળ કૃપાને થયું કે પાછાં જતાં રહેવું જોઈએ. ડૅડી વિશે આવી કલ્પનાને નજીક ફરકવા દેવી એ પણ ખોટું. નજરને ખૂબ વાળી છતાં એણે જોયું જ કે ડૅડીના સરકતા હાથની આંગળી શ્રેયાને ક્યાં અડવા મથતી હતી. હવે તો શ્રેયાએ દૂર ખસવું જ જોઈએ. કદાચ એને ખસવું જ હશે. કેવળ સંકોચને કારણે બાપડી બેસી રહી હશે. અંકલ માટે રિસ્પેક્ટ એટલે.

કૃપા વંટોળમાં ફંગોળાતી રહી, કાનમાં સુસવાટા સંભળાતા હતા, ગળામાંથી બહાર આવવા શબ્દો તરફડતા હતા અને એકદમ અચાનક, પોતે શું કરી રહી છે એ પૂરેપૂરું સમજાય તે પહેલાં જ, એણે તીણી ચીસ નાખી :
‘ડૅડી, છોડો એનો હાથ ! જસ્ટ લીવ હર અલોન…..’
બરાબર એ જ ક્ષણે ઓરડામાંથી બહાર આવેલી મમ્માએ ગળું ફાડીને ઘાંટો પાડ્યો : ‘કૃપા, આ શી ચીસાચીસ છે ? કંઈ ભાન છે શું બોલી રહી છે એનું ? બીહેવ યોરસેલ્ફ !’

[ કુલ પાન : 120. (પાકું પૂઠું). કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ટકોરા મારું છું આકાશને – યોગેશ જોષી
જો આ હોય મારું અંતિમ પ્રવચન – દિનકર જોષી Next »   

52 પ્રતિભાવો : સમજ – હિમાંશી શેલત

 1. Payal says:

  Extreamly interesting story

 2. Parul says:

  Like a reality. Every where same situation.Why men are like that?

 3. Namrata says:

  very nice narration of delicate feelings of a teenager. Till now,i had read in some stories where female senses some discomfort in male’s behaviour and raises her voice. People present there also support her. But then the male gives some emotional reason that he was seeing his dead daughter in her and so was staring at her. He then wins the crowd’s sympathy and the lady is embarassed for misunderstanding. I always had that doubt that female instinct generally doesn’t go wrong here. Himanshi madam’s story supports this.

 4. Kaumudi says:

  હિમાંશી બહેને એક નાજુક અને વરવી વાત ને બહુ જ અસરકારક રિતે રજુ કરી છે. મને હતુ કે આટલી વાસ્તવિક વાત પછિ તો વાચકોના અભિપ્રાયો છલકાઇ જશે – પણ તેમ ન બન્યુ એટલે વિચાર કરુ છુ કે વાચકો આ વાર્તા સાથે સહમત છે કે નહિ.

  આ વારતા દરેક મા અને દરેક દિકરી એ વાંચવી જોઇએ.

  બની શકે તો સ્ત્રી સાપ્તાહિકોમા છાપવી પણ જોઇએ.

  The topic of child molestation was very effectively presented in the movie “Monsoon Wedding”, directed by Mira Nair.

 5. Preeti says:

  સ્ત્રી પુરષ દરેકે વાંચવા અને સમજવા જેવી વાર્તા. આપણી આસપાસ દરરોજ આવું કંઈને કઈ બનતું જ હોય છે. જે આપણે નજર હેઠળ કાઢી દેતા હોઈએ છે.

 6. વાત પુરૂષની મનો‌-જાતીયતાની છે. પણ આ વાર્તાની મજા એ છે કે વાત એ પુરૂષની દીકરીની આંખે કહેવાઈ છે ! માટે જ ધારદાર બની છે.હા સાથે સાથે શ્રેયાના તરૂણાવસ્થાની વાત પ્રચ્છ્ન રીતે કહીને વાર્તા શ્રીયાના ડેડીની ન રહેતા શ્રેયાની બની જાય છે. આ વાર્તાકારની ખૂબી છે. જોકે હિમાંશી શેલત પાસે આવી અપેક્ષા સહજ હોય જ !

 7. Ruchir Gupta says:

  હું હિમાંશી આંટી ને એક સારા લેખિકા માનતો હતો પણ આ વાર્તા વાંચ્યા પછી મારો ભ્રમ તૂટી ગયો. છોકરીઓના મન માં દરેક છોકરા માટે એક જ વિચાર હોય છે કે આ છોકરો તેમના વિષે ખરાબ વિચારે છે. જયારે એ છોકરા ના મનમાં એવું કશું નથી હોતું. છોકરો કલ્પના પણ ના કરી શકે એવું છોકરીઓ એ છોકરા વિષે વિચારી લે છે. અને આવી પરિસ્થિતિ નો સામનો દરેક છોકરો કરતો હોય છે.

  કોઈ છોકરી વિષે સારું વિચારો કે કોઈ સદભાવના રાખો, અરે એક બેન ની નજરો થી જુઓ તો પણ એ સમજશે કે છોકરો એની સાથે મોલેસ્ટેશન કરી રહ્યો છે. એ જ છોકરીને અવગણો તો કહેશે કે છોકરો ટણી માં રહે છે. ૯૦% સંજોગો માં છોકરો નિર્દોષ હોય છે પણ છોકરીઓ જ એનો ખોટો અર્થ કાઢે છે.

  જો છોકરીઓ ને છોકરાઓ થી આટલી એલર્જી હોય તો કોઈ પણ છોકરા જોડે સામે ચાલીને વાતો કેમ કરે છે???

  • Bhumika says:

   maf karjo Ruchirbhai,Aa aakhi vartama mane kyany chhokraone badnam karvano koi aashay dekhayo nathi.parantu,aa vartama je kaheva mange che ke darek strie ane darek chhokrie jivanma koine koi rite anubhaveli vat che.આ બંનેથી બળદેવ અંકલ જુદા લાગતા. કેમ ? એ જ્યાં બેઠા હોય ત્યાં બેધડક જવાય, કોઈ અવઢવ નહીં. એ સામે જુએ, કે ખભે હાથ મૂકે ત્યારેય ડર ન લાગે…lekhika jyare aam kahe che tyare temno kahevano bhavarth spast che,ke samajma badha aava hota nathi…ફીમેઈલ ઈન્સ્ટીન્કટ બહુ જબરજસ્ત ચીજ છે. એમ જ ખબર પડે કે આ માનસ સોજ્જો નથી….ane,aa vat pan 100% sachi j che,teni khatari aap aapne jena mate khub j man ane aadar hoy teva koi pan stri patr sathe kari shako cho…mane to bilkul nathi lagtu ke Himanshibene kain pan purusho vishe ajugtu lakhyu hoy,,,tevoe fakt ek strini manovythane vacha aapi che,,Mane to aapna lakhanma strio par aarop thata hoy tevu lage che.aa aakhi vartama ek vaky mane evu batavo ke purush jati vishe Himanshibene kain pan jugtu lakhyu hoy,,,ane aapni aa tran commentsma ketla vakyo eva che ke strio vishe -stri jati vishe aape lakhyu hoy???mate,Aapne aa badhu fari ek vakhat vanchva namr vinanti,,,ane ha,aap jarur aapne jene mate respect hoy teva koi stri patr sathe aa babte charcha karjo…darek strie anubhaveli vat che aa,Himanshibenno khub aabhar aa aakhi manovyathane shabdonu rup aapva mate…

   • Ruchir Gupta says:

    ભૂમિકાબેન,
    તમે માનો કે ના માનો, પણ આ વાર્તા છોકરાઓને જ બદનામ કરે છે. ઉપર ની માવજી મહેશ્વરી બેન ની જ કમેન્ટ વાંચી લો. ખબર નહિ તમે મારા વિષે શું વિચારો છો પણ મને દરેક સ્ત્રી પ્રત્યે માન છે કારણ કે મારી પણ મા અને બેન છે, પણ હું એક વાત નો સખત વિરોધી છું કે પુરુષો જ હંમેશા ખોટા હોય છે. તમારી વાત કહેવા માટે તમે આ વાર્તા ને જ એક ઉદાહરણ બનાવ્યું છે જે તમારી કમેન્ટ માં જણાય છે. પણ તમે એક વસ્તુ ભૂલી ગયા કે આ વાર્તા કાલ્પનિક છે. અને જો કાલ્પનિક વાર્તા નું જ ઉદાહરણ આપવું હોય તો હું અક્ષયકુમાર વાળી “ઐતરાજ” ફિલ્મ નું પણ ઉદાહરણ આપી શકું.

    પહેલી વાત: એક રીઅલ લાઈફ ઉદાહરણ: બસ માં એક છોકરો અને છોકરી બાજુ બાજુ માં બેઠા છે. હવે ધારો કે છોકરી જોડે ઘડિયાળ નથી. જો એ છોકરી એ છોકરા ને ટાઈમ પૂછશે તો આ એ છોકરા અને છોકરી બંને માટે એક નોર્મલ ઘટના છે. પણ ધારો કે એ છોકરા જોડે ઘડિયાળ નથી અને એ જો પેલી છોકરી ને એ ટાઈમ પૂછશે તો એ છોકરી એનો એ જ અર્થ કાઢશે કે એ છોકરો એની નજીક આવવા ઈચ્છે છે. હવે આ વાત તમે જે પુરુષ નું સન્માન કરતા હોવ એને પુછજો: શું દરેક સંજોગો માં સ્ત્રિયો પ્રત્યે જ સહાનુભુતિ દાખવવામાં આવે છે તે પુરુષો પ્રત્યે અન્યાય નથી? દરેક પુરુષ જોડે આ બાબતે અન્યાય થાય છે.
    summary : છોકરીઓ છોકરાઓ ને હમેશા ખોટો જ ગણે છે જે ૯૦% સંજોગો માં ખોટું છે.

    બીજી વાત: આ વાર્તા એક નાદાન વયની કિશોર છોકરી માં પુરુષો પ્રત્યે કેવી છાપ પાડી શકે એ વિચારજો જરા. આ વાર્તા જો કોઈ અણસમજુ છોકરી વાંચે, અને એના માનસપટલ પર એક ખરાબ છાપ બેસી જાય, તો પછી જો કોઈ છોકરો એને બેન ની રીતે જોતો હોય, એ પણ “ભૂલમાં”, એક વાર ફરીથી કહું છું – “ભૂલમાં” એને અડી જશે તો આ છોકરી એને બદનામ કરી મુકશે… હવે હું કઈ જાત ની ભૂલ કહેવા માંગું છું અને તમે એનો કેવો અર્થ કાઢો છો એ તમારી માનસિકતા પર નિર્ભર કરે છે. માટે હું હિમાંશી આંટી ની આ વાર્તા સાથે સહમત નથી. આવી ઘટિયા વાર્તાઓ લખવા કરતા બીજા પણ ઘણા બધા વિષયો છે જેના પર લખી શકાય.
    summary : આ વાર્તા એક અણસમજુ છોકરી ના મગજ માં છોકરાઓ પ્રત્યે ખૂબ જ ખરાબ ભાવના પેદા કરી શકે છે.

    ત્રીજી વાત: મેં સ્ત્રીજાતિ ને કોઈ અપશબ્દ નથી કહ્યા મારી કમેન્ટ્સ માં. હું ફક્ત એટલું કહું છું કે જો સ્ત્રિયો ને પુરુષો થી અન્યાય થાય છે તો કાં તો એમણે પુરુષોથી દૂર રહેવું જોઈએ, કાં તો આવા બૂમ-બરાડા કરવાનું છોડી દેવું જોઈએ, કારણ કે પુરુષો ને સ્ત્રિયો ના લીધે જે અન્યાય થાય છે, તેના વિષે પુરુષો કદી બૂમ-બરાડા નથી પાડતા. હું પણ આ બધું ના લખી રહ્યો હોત જો જો પુરુષોને બદનામ કરતી આવી વાર્તા અને તમારી કમેન્ટ અહિયાં ના લખાઈ હોત.
    summary : છોકરીઓએ બે માં થી એક કામ કરવું જોઈએ: કાં તો ઘરે પુરાઈ રહેવું જોઈએ, કાં તો આવી વાહિયાત આધારવિહિન વાતો કરવી બંધ કરવી જોઈએ.

    ચોથી વાત: હું માનું છું કે અમુક પુરુષો ખરાબ હોઈ શકે, પણ આ વાર્તા બધા જ પુરુષો માટે એક ખરાબ છાપ છોડી ને જાય છે – જે ઉપર ની બધી જ કમેન્ટ્સ માં જણાય જ છે.
    summary : જો દુનિયા ના બધા જ પુરુષો ખરાબ છે, તો શું દુનિયાની બધી જ સ્ત્રિયો દૂધની ધોયેલી છે?

    હવે તમારી એકની એક જ વાત ને ગોળ ગોળ ફેરવ્યા વગર પોઈન્ટ ટુ પોઈન્ટ બોલો, આમાંથી એક પણ દલીલ નો જવાબ છે આપની પાસે?

    • Editor says:

     રુચિરભાઈ અને સૌ વાચકમિત્રો,

     અહીં ફક્ત લેખના સંદર્ભમાં જ વાત કરશો તો વધુ અનુકૂળ રહેશે. આપનો એક જ પ્રતિભાવ હોય તે ઈચ્છનિય છે. કૃપયા વ્યક્તિગત વાત કરવા માટે પરસ્પર એક-મેકનું ઈ-મેઈલ મેળવી લેશો.

     આભાર.

     લિ.
     તંત્રી.

     • Ruchir Gupta says:

      માનનીય તંત્રી શ્રી, માફ કરશો. મારા પ્રતિભાવો દ્વારા રીડગુજરાતી ના નિયમો નું ઉલ્લંઘન કરવું એ મારો આશય નહોતો. હું મારી ભૂલ સ્વીકાર કરું છું અને હવેથી મારાથી આ ભૂલ નહિ થાય તેની ખાતરી આપું છું. આપે કહ્યું એમ, જેને મારી જોડે ચર્ચા કરવી હોય એ મારું ઈ-મેલ એડ્રેસ ગૂગલ પર મારા નામનું સર્ચ કરીને જાણી લે.

    • Anonymous says:

     Mr. Ruchir, ત્his is just a story and you need not need to make any conclusions from it. It just depicts how people are not that all are of same kind.

     To answer your questions:

     1. Asking time does not involve touching or tone.

     2. Every girl knows when there is a mistake and where there is intention involved.

     3. This does not depict any one’s character on the whole.
     To provide an example: There are many stories in which the character of daughter-in-law is shown bad like she is harassing her husband’s parents and all. But this is not for all daughter-in-laws. The same is the case for this story.

     Better don’t take this to yourself and post such comments.

     Summary: This is not about a gender, but is a story.

  • nicky says:

   ruchirji mavji maheswari boy 6 girl nai
   hve e coment fari vancho………

 8. Ruchir Gupta says:

  ગુજરાતી લેખકો પણ સ્ત્રિયો દ્વારા પુરુષોને થતા અન્યાય વિષે વાર્તાઓ લખી શકે છે પણ ગુજરાતી સાહિત્ય નું નસીબ હજી આટલું બદતર થયું નથી. આવી પુરુષ જાતિ ને ગાળો કાઢતી વાહિયાત વાર્તાઓ લખવાનું ગુજરાતી લેખિકાઓ છોડી દે તો ખરેખર ગુજરાતી સાહિત્ય નું નામ આખી દુનિયા માં પ્રચલિત થાય. તમે જ વિચારો, બંગાળી સાહિત્ય આખી દુનિયા માં પ્રચલિત છે. શું ગુજરાતી સાહિત્ય એટલું પ્રચલિત છે??? અને જો નથી, તો તેનું કારણ એ જ છે કે અહીની વાર્તાઓ માં માનવીય મુલ્યો કરતા વધારે પારકી પંચાત પર વધુ ધ્યાન આપવામાં આવે છે.

  • Moxesh Shah says:

   Very good. Very sharp and true observation about Gujarati Sahitya.

  • Enna says:

   You are not matured enough to understand the story and no need to compare two different literature.And for your kind information, Gujarati literature is also very famous. If you are talking about Bengoli literature, those people are open enough to adopt new things… unlike you, who is unable to understand this topic…

 9. Ruchir Gupta says:

  ખરેખર છોકરીઓની વિકૃત માનસિકતા જ એમના પતન નું કારણ છે. હવે આઅને મારી ઉપરની બધી કમેન્ટ્સ વાંચીને કેટલીક છોકરીઓ કહેશે કે હું છોકરો છું એટલે છોકરીઓ ની મજબૂરી ના સમજી શકું. આવી નકામી દલીલ સિવાય કોઈ જવાબ છે એમની પાસે?

 10. Ruchir Gupta says:

  ખરેખર છોકરીઓની વિકૃત માનસિકતા જ એમના પતન નું કારણ હોય છે… હવે મારી ઉપરની બધી કમેન્ટ્સ વાંચીને કેટલીક છોકરીઓ કહેશે કે હું છોકરો છું એટલે એમની મજબૂરી ના સમજી શકું. આવી નકામી દલીલ સિવાય કોઈ જવાબ છે એમની પાસે?

 11. Nayan Gurjar says:

  I agree with mr. Ruchir. U r rigth bro

 12. pratik modi says:

  બધી કમેન્ટ્સ બાજુ પર મુકો તો પણ વર્તા ટેરિબલ છે.

 13. pratik modi says:

  ખરેખર ઘટના કે બોધ કશું જ નથી.

 14. Karasan says:

  ક્રુપાનુ માનસ વધારે પડતુ, બિનજરુરી શન્કાશીલ દર્શાવાયુ છે.
  આવી વ્યકિત કોઇ ચોક્ક્સ શારિરિક માનસિક બિમારીથી પીડાતી પણ હોય શકે.
  લેખીકાએ પુરુશોને વિક્રુતમાનસના ચીતરવામા, ” કોઠી ધોઇને કાદવ કાઢવા ” જેવી વાત લખી નાખી.

 15. Karasan says:

  ક્રુપાનુ માનસ સતત શન્કાથી ખદબદતુ અને કોઇ બિમારીથી પીડાતુ હોય તેવુ દર્શાવાયુ, જ્યારે પુરુશોને વિક્રુત માનસના ચીતરવામા “કોઠી ધોઇને કાદવ કાઢવા ” જેવી વાર્તા.

 16. Karasan says:

  Molestation = To annoy or disturb,bother,trouble. To make sexual advances to or force physicale contact on(someone) indecently or illegaly. Who noticed these sorts of acts in above story? Why mostly womens dressed exoitic and atteractive cloths?

  All living creatures do all sorts of pleaseing acts to attract opposite genders, which is naturaly.

  • pratik modi says:

   આઈ અગ્રી,, if a girl have right to wear anything than a man must have the right too see her in any manner.(without. bothering physically) like siti vagadvi, aankh marvi, chen chaala karva,etc. but aa harkato ma desency nathi, mate NAA KARVI JOIE. to sathe sathe girls also should not behave in exoitic ways. sannari jevi cheshtao jaalvi raakhvi joie..

   • Enna says:

    oh please… there is no relation in wearing some clothes and molestation… nai to SALWAR SUIT pahereli 6okri sathe kai that j nai India ma…

 17. Ankita says:

  દરેક પોતાની રીતે વિચારી શકે છે. વાર્તા મને મારી દ્રષ્ટિ એ મને સારી લાગી, હાલ ના સમય માં આવી ઘટના માંથી કોઈ બાકાત નહિ હોઈ.

 18. આ વાર્તા ખુબ જ સરસ જો કોઇને વાતમા રહેલો હાર્દ્ ન સમજાય તો એમા લેખિકાનો કોઇ દો નથિ …. પણ ઘણા માણ્સો ખુબ ઉતવળિય હોય ચ્હે કહે ચ્હે ને કે “રાઈનો પહાડ બનાવવો” તેવા હોય ચ્હે ………… સાહિત્યને માણવુ જોઈ એ વધારે પડ્તા વાધા વચકા ન કાડ્ડ્વા જોઇએ………………………………. દરેકે સમજવા જેવિ બાબત ચ્હે…………

 19. Ruchir Gupta says:

  દરેક વાર્તા સારી જ હોય એ જરૂરી નથી. દરેક કલાકાર એ પોતાના સર્જન દ્વારા એક રીતે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જો આપણને લેખક/લેખિકાની વાત ખોટી લાગે તો એમાં વાંધો ઉઠાવવો જ જોઈએ, ના કે એમની ખુશામત કરીએ. અલબત્ત, સારા મુદ્દાઓના વખાણ પણ કરવા જ જોઈએ.

 20. Ruchir Gupta says:

  દરેક વાર્તા સારી જ હોય એ જરૂરી નથી. દરેક કલાકાર એ પોતાના સર્જન દ્વારા એક રીતે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જો આપણને લેખક/લેખિકાની વાત ખોટી લાગે તો એમાં વાંધો ઉઠાવવો જ જોઈએ, ના કે એમની ખુશામત કરીએ. અલબત્ત, સારા મુદ્દાઓના વખાણ પણ કરવા જ જોઈએ..

 21. RITA PRAJAPATI says:

  અમુક બાબતો સમજવા માટે મુકવામા આવે ચે જે સમજવિ જોઇએ
  આતો એક માધ્યમ ચ્હે
  બાકિ આમા ઘણા લોકો આવે ચ્હે તો ઘણા સારા પન હોય ચ્હે જે સ્વિકારવુ પડે
  આમ પન દરેક બાબત દરેક માતે લાગુ નથિ પડતિ
  પચ્હિ ભલે તે સ્ત્રિ હોય .. પુરુશ હોય …

 22. Ruchir Gupta says:

  પ્રતિભાવો પણ સમજી વિચારીને વાર્તા ઉપર જ આપવા જોઈએ. પ્રતિભાવકોના પ્રતિભાવો ઉપર નહિ. અને સાહિત્ય પણ સમાજલક્ષી હોવું જોઈએ. પુરુષ કે સ્ત્રિયો ને નીચું પાડતું નહિ.

 23. RITA PRAJAPATI says:

  આ વાર્તાનુ શિર્શક સરસ ચ્હે “સમજ”
  જે દરેજક માટૅ સમજવા જેવુ ચ્હે

 24. Ruchir Gupta says:

  પણ કમનસીબે જે લોકો બહુ સમજુ હોવાનો દાવો કરે છે તેવા લોકોએ અહિયાં સમજ્યા વગર જ બધું લખી નાખ્યું છે.

 25. Sweta says:

  એક સ્ત્રી જ આ વિષયને આટલી સહજતા અને નાજુકઈથી વર્ણવી શકે. સ્ત્રી ને એક છઠ્ઠી ઇન્દ્રિય હોય છે જેથી એને સ્પર્શ સ્પર્શ નો ભેદ ખબર પડે છે. દરેક છોકરીએ કદાચ પોતાની કિશોરાવસ્થા મા આવો અનુભવ કર્યો જ હશે. એક સ્ત્રી છુ એટલે કદાચ આ વાર્તા સાથે વધારે અનુસન્ધાન સાધી શકુ છુ. કોઇ ને નીન્દવા ની વાત નથી પણ હકિકત છે. બધા પુરુષો આવા નથી હોતા પણ કોઇની દાનત મા ખોટ હોય તો એને સમજી શકવાની શક્તિ એને જન્મજાત મળેલિ હોય છે.

 26. Meet panchal says:

  Vat sachi to 6…
  per 6ata gani var 6okri o thi bi avi bhool thati hoy 6…
  vishay khubaj saro 6..
  himanshi ben ne hu kaish k avi biji stores lakhta rejo…

 27. shruti maru says:

  હિમાંશી બહેન નો ખુબ આભાર આટ્લા સુંદર લેખ બદલ.

  જે વાત અહિયાં વાર્તા રુપે રજુ થઈ છે એ મહદઅંશે એ સાચી પણ છે અને થોડીક વધુ પડતી વાસ્તવિકતા દર્શાવાઈ છે.

  દરેક વખતે પુરુષ જ ખરાબ નથી હોતા પણ સ્ત્રી પણ એ માટે જવાબદાર બંને છે અહિયા આ વાર્તા માં શ્રેયા એ વિદેશમાં વિકસિત થયેલી સ્ત્રી છે તો તેનું ઉથવું,બેસવું,દિનચર્યા સામન્યથી અલગ છે અને અહિયા કૃપા ની શંકા પણ ખોટી નથી પણ શ્રેયા પણ સામન્ય છેડછાડ નો વિરોધ નથી દર્શાવતી એ પણ ઘણી મોટી બાબતનો નિર્દેશ કરે છે.સ્ત્રી તરિકે તેને ખબર છે કે કેટલું સારું છે અને કેટલું અયોગ્ય તેને રોકવું કેવી રીતે એ પણ એ ખુબ સારી રીતે જાણે છે.

  ahinya hu ek vaat jarur kahish purush ne aakrshva mate stri pan vani vakhat vadhu dekhava kare chhe je tena mate khatararup chhe aa j dekhado jyare vikruti ma fervaai chhe tyare dos purush ne aapai chhe pan hakikat no dos stri no chhe

  maro oodesh ahinya koi pan stri nu dil dubhavvano nathi pan je nari hakikat chhe te batav vano chhe.jethi je pan aa commect vanche ane kai ayougya laage to maaf karso.

  હિમાંશીબહેન વાર્તાનૉ વિષય ખુબ સુંદર રીતે જળવાયો છે સાથે સાથે તે સમાજ ને ઘણું બધું કહિ જાય છે.અને આ વાર્તા એક દિકરી પિતા ને જોઈ ને જે અનુભવે છે તેને કારણે વધ હર્દયસ્પર્શી બની છે.

 28. Ruchirbhai nu vanchan gyan saru che,Hu temni vaat ma sahmat chu

 29. Shruti ni vaat pan sachi hoi sake?

 30. sumeet says:

  મેડમ હિમાંશીજી.. ખુબ જ સરસ… ખુબ જ સરસ… ઘણા લોકો ને કદાચ વારતા ગમી કે ના ગમી એની સાથે મને કોઈ નિસ્બત નથી પણ લોકો કોમેન્ટ કરવામાં એ ભૂલી ગયા કે કઈ ઘડી એ વ્યક્તિ શું વિચારે છે એ ફક્ત એજ વ્યક્તિ જાણે છે. આગળની કોમેન્ટોમાં કોઈએ છોકરાઓને ગંદા ચીતર્યા કે કોઈએ છોકરીઓને… ગંદુ કોઈજ નથી હોતું એ ફક્ત આપણા વિચારો અને આપણી વિચાર સરણી છે. વાર્તા માં જોવા જઈએ તો છોકરી અવઢવ માં હતી. એ એજ વિચારી રહી હતી જે એના મગજ માં ફરતું હતું..

 31. Anonymous says:

  Mr. Ruchir please grow up. This is just a story and you need not need to make any conclusions from it. It just depicts how people are not that all are of same kind.

  To answer your questions:

  1. Asking time does not involve touching or tone.

  2. Every girl knows when there is a mistake and where there is intention involved.

  3. This does not depict any one’s character on the whole.
  To provide an example: There are many stories in which the character of daughter-in-law is shown bad like she is harassing her husband’s parents and all. But this is not for all daughter-in-laws. The same is the case for this story.

  Better don’t take this to yourself and post such comments.

  Summary: This is not about a gender, but is a story.

 32. Moxesh Shah says:

  “શિરીન મૅડમ: સેક્સુઅલ ઓવરચર્સ, એટલે કે છોકરીને જેને લીધે જરા બી ડીસ્કમફર્ટ થાય, જેને અવોઈડ કરવાનું દિલ થાય, તે મોલેસ્ટેશન. એમાં બોલે તે બી આવી જાય અને જોયા કરે તે બી આવી જાય.”

  હિમાંશીબેન, આ વાક્ય માં તમારો જાતીવાદી પક્ષપાત દેખાઈ આવે છે. છોકરા ને જેને લીધે જરા બી ડીસ્કમફર્ટ થાય, તેને મોલેસ્ટેશન કહેવાય કે નહિ? એમાં પોતાના શરીર ના સંવેદી અંગો પુરુષ ને અડકે તે રીતે જાણી જોઇને ઉભા રહે તે, દ્વિઅર્થી વાતો કરે તે, પુરુષો ને excite કરે તેવા કપડા પહેરે તે, ચેનચાળા કરે તે અને તીરછી મારકણી નજરે ઈશારા કરે તે બી આવી જાય?

 33. Moxesh Shah says:

  Summary: This is not about a story, but is a gender based story with negative, biased mind creating partiality.

 34. keerti says:

  i am agree with sweta.

 35. Enna says:

  I really feel that rather than enjoying story the people has started to discuss totally different thing…
  I like the story and ya I agree with that… every girl will face the same what the main character in the story… so please appreciate the story and work of author.

 36. kartik makwana says:

  મેડમ હિમાંશીજી.. ખુબ જ સરસ…વાર્તાનૉ વિષય ખુબ સુંદર રીતે જળવાયો છે

 37. Shailesh Pujara says:

  ‘ફીમેઈલ ઈન્સ્ટીન્કટ બહુ જબરજસ્ત ચીજ છે. એમ જ ખબર પડે કે આ માનસ સોજ્જો નથી….’ આ હકીકત છે, સ્ત્રિઓ ને આ god gift છૅ. રુચિર ગુપ્તા અને બીજા like minded ની comments વાંચી. પ્રમાણિક પણે કહો ક્યારેય કે ક્યારેક તમારી નજર માં વિકાર નથી આવ્યો? અને સામે તે સ્ત્રિ નું reaction note કર્યૂ છૅ? હું એમ નથી કહેતો કે સ્ત્રિ ની નજર માં વિકાર નથી આવતો, પણ એ વિકાર જોયા પછી પુરુષ નું reaction શું હોય છે? બાકી ‘એતરાઝ’ ની વાર્તા સિક્કા ની એક બાજુ છે અને આ બીજી બાજુ. બન્ને બાજુ એક સાથે રજુ ના થઇ શકે. જો કરવી હોય તો એ વાર્તા નહિ, નિબંધ બની જાય્.

 38. Gopal Khetani says:

  પ્રસ્તુતી ઘણી સરસ. તો જ આટલા બધા પ્રતિભાવો મલ્યા.. નહી?
  દરેક સર્જક ને પોતાના સમાજ ને અનુલક્ષી ને સર્જન કરવાની છુટ છે જ.
  મિત્રો, અહી બધા ને અનુરોધ કરીશ કે અહી વાર્તા મા કેહવાયેલી ઘટના ને તટસ્થ નજરે જોવ હુ ત્રણ ફિલ્મો નુ સુચન કરુ છુ.
  ૧. “થેન્ક્સ મા”
  ૨. “યે મેરા ઇન્ડીયા”
  ૩. “એક મે ઓર એક તુ”
  સ્ત્રી – સ્ત્રી, સ્ત્રિ-પુરુશ અને પુરુશ – પુરુશ ના સમ્બન્ધ પર રચયેલિ ક્રુતી ઓ ને આપ માણી ને કશાક નિર્ણય પર તો આવિ જ શકાશે. આભાર.

 39. Manoj says:

  I respect u himanshimam..,tamari varta ni shaili no hu fan 6u……pn aa varta jara khunchi. Su purushoj ava hoy….?

 40. shirish dave says:

  ભગવાન જાણે શું થયું? અને શો અંત આવશે? પણ વિશ્વમાં કશું અશક્ય નથી. સરસ વાત કરી. જેણે બોધ લેવો હોય જે ભાઈઓ (પિતાશ્રીઓ)ને ટોપી બરાબર બંધબેસતી હોય તેમણે જરુર પહેરવી અને સુધરી જવું.

 41. manish shah says:

  Good Article. I would say it is all about how you look at the person & In what circumstances person is behaving and what is the intention of that person at that time. So if we don’t know the full story or the details we must not judge that person be it a male or female. For that i would like to narrate real life incident that happened few days back on the station in Mumbai.

  Before that i would ask you one questions to all readers how one female would react if some male pushes her very oddly and in discomforting manners ? i know that you all will have the same answer… that you will slap that male .

  But if you will know the incident you would like to thank that person because the intention of that person was not to molest her but save her life. Yes it was unfortunate incident that the lady was getting down from the train and fell down all most near the edge of the platform, If that person had not pushed her towards the plat form side that lady would have met with accident definitely.

  So it is the intention which is important not the action. And yes the female are better than the male in reading the person’s body language.

  manish

 42. Smita Bhatt says:

  ખૂબ જ સરસ વાર્તાથી કાંઈક વધુ છે. આ ‘સમજ’

  મોલેસ્ટેશનનો સામનો દરેક સ્ત્રી વધતા ઓછાં અંશે કરે જ છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.