Archive for November, 2011

ટકોરા મારું છું આકાશને – યોગેશ જોષી

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ટકોરા મારું છું આકાશને’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.] [1] આ ખુલ્લી બારીયે…. આ ખુલ્લી બારીયે કેમ લાગે છે ……………. ભીંત જેવી ?! બંધ બારણે ટકોરા મારીએ એમ હું ટકોરા મારું છું ……………….. આકાશને…. [2] આખુંયે […]

એક અમસ્તો પતંગ – રમણીક અગ્રાવત

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] ધમધમતી શેરીઓની સંકુલતામાંથી એક પતંગ આકાશમાં, અગાસીઓની અડોઅડ જડી સંકડાશમાંથી એક પતંગ મોકળાશમાં. દોરના એક છેડે ફરફરે પ્રસન્નતા ચગે બીજે છેડે ચકિત મન, લહર પર લહર પર લહર રંગબેરંગી ખુશીમાં ફરફરે દિશાઓ તમામ. લંબાય અગાસીઓના હાથ સૂસવાતા પવનમાં, સંધાન પૃથ્વી અને આકાશનું જરીક અમસ્તા ફરકાટમાં…..

અય દોસ્ત – ફિલ બોસ્મન્સ

[ મૂળ અંગ્રેજીમાં લખાયેલી આ કૃતિનો અનુવાદ શ્રી રમેશભાઈ પુરોહીતે કર્યો છે. ‘સુખને એક અવસર તો આપો’ પુસ્તકમાંની આ કૃતિ તાજેતરમાં ‘આપણે’નામના ત્રૈમાસિકમાં પ્રકાશિત થઈ હતી, જે અહીં સાભાર લેવામાં આવી છે.] અય દોસ્ત, સુખી થવા માટે તારા સમયનો સદુપયોગ કર. તું પોતે જ જીવતોજાગતો ચમત્કાર છે. તારા સમોવડિયું કોઈ નથી. તું અનન્ય છે, તારું […]

દીકરો-પરદેશ – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] દીકરો પરદેશ જો દોડી ગયો, એક સ્મરણ પાછળ સખત છોડી ગયો. લઈ ગયો આશિષ માતાની ભલે, નામના બંધન બધાં તોડી ગયો. ભાલને ચમકાવવાના લોભમાં, ઘર તરફ જાતી નજર મોડી ગયો. લાગણીની દોર તોડી નાખી, ને- તાર દૂરસંચારના જોડી ગયો. રાતભર ખટકો રહે છે આંખમાં, એક તણખલું કેવું એ ખોડી ગયો. ‘મા’ હવે […]

માનસદર્શન – મોરારિબાપુ

[ રામકથા અંતર્ગત પૂ. બાપુ દ્વારા પ્રસંગને અનુરૂપ કહેવાયેલા સુંદર દષ્ટાંતો અને જીવનપ્રેરક વિચારોનું સંપાદન કરીને આપણા જાણીતા હાસ્યલેખક અને હાસ્યકલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીએ ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં બે વર્ષ અગાઉ ‘માનસદર્શન’ નામે કૉલમ લખવાનું શરૂ કર્યું. આ કૉલમમાં પ્રકાશિત થયેલા લેખોમાંથી ચૂંટેલા લેખોનું તાજેતરમાં ‘માનસદર્શન’ પુસ્તક રૂપે પ્રકાશન થયું છે; જેની પ્રસ્તાવના શ્રી ગુણવંતભાઈ શાહે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.