Archive for November, 2011

માતૃત્વનો મર્મ – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] મારી અને આકાંક્ષાની મૈત્રી અંગે ઘણાંને કૌતુક થતું હતું. ઘણી વખત તો અમને પોતાને પણ એનું આશ્ચર્ય થાય છે. ‘એક રૂપાળી, બીજી શામળી તોય બેઉ બહેના.’ મારું અને આકાંક્ષાનું આવું જ હતું. અમારી વચ્ચે કોઈ લોહીનો સંબંધ ન હતો. વિચાર અને વૃત્તિમાં પણ ભિન્નતા હતી. અમારી પ્રકૃતિ પણ જુદી હતી. જીવનની અપેક્ષાઓ […]

એક અનોખો પરિવાર – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] કોઈ રાકેશનો બાયોડેટા માગે તો આ રહ્યો: નામ : રાકેશ પ્રકાશભાઈ દવે માતા : હયાત નથી. પિતા : હયાત નથી. અભ્યાસ : એમ.ઈ (મીકે. એન્જિ.) નોકરી/ધંધો : મશીનના સ્પેરપાર્ટ બનાવતી કંપનીમાં સુપરવાઈઝર. ભાઈ : નથી. બહેન : નથી. માતા-પિતા નથી એના કરતાં ય મોટું દુઃખ રાકેશ માટે ભાઈ-બહેન નથી એ હતું. એને […]

અમૃતની શોધ – ડબલ્યુ જે. મેકિન

[તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘શ્રેષ્ઠ વિદેશી વિજ્ઞાનકથાઓ’માંથી સાભાર. અન્ય ભાષાઓમાંની આ કથાઓનો અનુવાદ ડૉ. કિશોરભાઈ પંડ્યાએ કર્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] પ્રોફેસરનો ઘણોખરો સમય પોતાના ખાસ બંગલામાં જ પસાર થતો. બંગલાનો મોટો ભાગ પ્રયોગશાળા રૂપે રોકાયેલો હતો. પ્રોફેસર પોતાની […]

બાનો ઓકો – ડૉ. વિરંચિ ત્રિવેદી

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] ઘરમાં સૌથી નાનો ભૈલુ અને સૌથી મોટાં બા – બીજા બધાં ખરાં પણ એ બેને બને બહુ. ભૈલુ તો એનું હુલામણું નામ, બાકી એનું સાચું નામ દ્વિજ. પણ ઘરમાં અને અડોશ-પડોશમાં એ ભૈલુ નામે જ ઓળખાય. આગળ નાની ઓસરી અને પાછળ મઝાનો વાડો એવું મોટું ઘર. એમાં ભૈલુ રમ્યા કરે….. દોટો કાઢ્યા […]

સમજ સાથે – દર્શક આચાર્ય

પ્હાડને તોડ પણ સમજ સાથે, જાતને જોડ પણ સમજ સાથે. સત્ય શું છે એ જાણવા માટે, ઘર ભલે છોડ પણ સમજ સાથે. દોસ્ત, દર્પણનાં સત્યને જાણી, કાચને ફોડ પણ સમજ સાથે. વ્હેણ જીવનનાં હોય જે બાજુ, નાવને મોડ પણ સમજ સાથે. સર કરીને બધાય સોપાનો, પગને તું ખોડ પણ સમજ સાથે.

Copy Protected by Chetan's WP-Copyprotect.