Archive for November, 2011

કાગળિયામાં છે ? – અનિલ ચાવડા

લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે, ‘લખાણ શું કાગળિયામાં છે ?’ સૂક્કી તુલસી લીલી થઈ ગઈ, કોણ આ આવ્યું ફળિયામાં છે ? વરસાદ વિના પણ ટપકે નેવાં, શાની ભીનપ નળિયામાં છે ? કેદ થઈ જો જરા સ્મરણમાં, ઘણી સુંવાળપ સળિયામાં છે. મારામાં ડૂબીને જુઓ, ઉપર છે એ તળિયામાં છે.

દિવાળી પછી….! – રેણુકા દવે

[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.] દિવાળી આવી ને જતી રહી ને આ વખતેય એવો અહેસાસ કરાવતી ગઈ કે જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી….. ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….! તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે પણ એના […]

ઈશ્વર – ભાનુપ્રસાદ ત્રિવેદી

‘અગોચર’ના નામે ચરી ખાય ઈશ્વર, ને ભક્તોની નાવે તરી જાય ઈશ્વર. સુકર્મોનું લૈ લે એ ઍડવાન્સ પેમેન્ટ ને ફળ આપતાં છેતરી જાય ઈશ્વર પરાભવની શિશિરે ઘટાદાર બનતો, ને પ્રભુતા-વસન્તે ખરી જાય ઈશ્વર. ભરચક સ્થળોમાં એ ગંઠાઈ જાતો ને એકાન્ત-ગાંઠે સરી જાય ઈશ્વર. વસે સાવ નિર્ભય એ નાસ્તિકની ભીતર, ને આસ્તિકને આસન ડરી જાય ઈશ્વર. જમા […]

જીવનની માવજત – કાન્તિલાલ કાલાણી

[‘સર્જક ઉદ્દગાર’ સામાયિકમાંથી સાભાર.] સાડા છ દાયકાનું જીવન વિતાવ્યા પછી એટલી ખાતરી થઈ ગઈ છે કે મનુષ્યજીવન પરમાત્માની સર્વોચ્ચ ભેટ છે. જીવે જેવાં કર્મો કર્યાં હોય તે પ્રમાણે તેને શરીરરૂપી સાધન પ્રાપ્ત થાય છે. શરીર પર કર્મોની સત્તા પ્રવર્તે છે અને કર્મના ફળદાતા ભગવાન છે. પિંડ અને બ્રહ્માંડનું સર્જન ઉપયોગ માટે છે. પણ શરીરને ભગવાને […]

તમારા બાળકના સારથિ બનો, ચોકીદાર નહિ ! – જયકિશન લાઠીગરા

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે, કૉલેજમાં અભ્યાસ કરી રહેલા યુવાસર્જક શ્રી જયકિશનભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. લેખનક્ષેત્રે તેઓ સતત પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે jplathigara@gmail.com સંપર્ક કરી શકો છો.] આપણે રોજિંદા વ્યવહારમાં ઘણીવાર એવું સાંભળીએ છીએ કે માતા-પિતા પોતાના બાળકો માટે સારા-સારા સપનાં જુએ છે. જેમ કે મારા બાળકને વાર્ષિક […]

Copy Protected by Chetan's WP-Copyprotect.