જવાનીના દિવસો – અંકિત ત્રિવેદી

જવાનીના દિવસો, જવાનીની રાતો
………… અનાયાસ આંખોથી આંખો લડી છે
અમસ્તી શરૂઆત અવસરની થઈ છે
………… અમસ્તી જ હૈયે તિરાડો પડી છે

………… અમે પણ કરી પ્રેમ હૈયું સજાવ્યું
………… અમે પણ પ્રતીક્ષાને પામી બતાવ્યું
………… રમકડું અપાવે ને બાળક ને એમ જ-
………… અમે એમ ધડકનને સપનું અપાવ્યું

અમે આજ શ્વાસોમાં ઝળહળવું લાવ્યા
………… અમે એકબીજામાં ઓગળવું લાવ્યા
બધા બંદગીના પ્રકારો પૂછે છે
………… ખુદા થઈ જવાની કઈ રીત જડી છે ?

………… અમે પણ ઉછેર્યું છે વિસ્મયનું બચપણ
………… અમે પણ સદીઓને આપીશું સમજણ
………… બધા ખેલ છે માત્ર પડદા ઉપરના-
………… આ કાયાનું કામણ આ માયા ને સગપણ

ગઝલ જેમ રોશન રહેશે આ મહેફિલ
………… અરીસોય દેખાડી દેશે આ મહેફિલ
ફરી માણસાઈને ઊજવીશું આજે-
………… સંબંધોની એવી કડી સાંપડી છે…..

(સ્મરણ : સૈફ પાલનપુરી)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “જવાનીના દિવસો – અંકિત ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.