કોણ ? – સુન્દરમ

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વીઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?

અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ ?

કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?

ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળવાદળ માંડી ફાળ ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જવાનીના દિવસો – અંકિત ત્રિવેદી
પસંદગી – વિજય બ્રોકર Next »   

4 પ્રતિભાવો : કોણ ? – સુન્દરમ

 1. priyangu says:

  પ્રુથવી અલ્નકાર મા સુન્દરમ નુ કાવ્ય મઝા આવી .

 2. Dinesh Gohil says:

  ખુબજ સરસ સુન્દરમ નુ કાવ્ય

 3. Kalidas V. Patel { Vagosana } says:

  પ્રિયાન્ગુભાઈ,
  ‘ પ્રુથવી અલ્ન્કાર ‘ જેવો ગુજરાતી સાહિત્યમાં કોઈ અલંકાર નથી. કદાચ આપ ‘પ્રુથ્વી છંદ’માં આ કવિતા છે તેવું કહેવા માગતા હો તો તે પણ ખોટું છે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 4. Ravishankar Joshi says:

  આ કાવ્ય સવૈયા છંદમાં છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.