બસ એક વાર – વર્ષા બારોટ

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

તમારી પાસે મારી કોઈ જ
માગ નથી.
બસ,
મારે તમને એટલું જ કહેવું છે
કે જ્યારે તમે હિંસા તરફ વળો
એ પહેલાં,
બસ એક વાર
ફૂલોના ચહેરા જોજો
કોઈ પંખીનું ગીત સાંભળજો
રમતાં બાળકોમાં થોડું રમી લેજો
વૃક્ષોને વ્હાલ કરજો
મજૂરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ
છુટ્ટા હાથે થોડાંક ચુંબન વેરજો
આકાશને બાથમાં લેજો
ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં
આખા વિશ્વને જોજો
ને છેલ્લે
આ ધરતીને સલામી ભરજો
બસ એક વાર
હિંસા તરફ વળો એ પહેલાં……


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હસતાં-હસતાં – સંકલિત
ગોત ! – યોગેન્દ્ર વિ. ભટ્ટ Next »   

8 પ્રતિભાવો : બસ એક વાર – વર્ષા બારોટ

 1. ખુબ સરસ. હ્રદયસ્પર્શિ. અભિનન્દન.
  જગદિશ બારોત

 2. it’s heart touching poem wonderful congrats….

 3. AJAY OZA says:

  ખુબ સુંદર

 4. આ વિશ્વ મા ઘણુબધુ સુન્દર ચે એ માટે વિધાયક દ્રશ્ટિ જોઇએ અતિ સુન્દર્

 5. Triku C . Makwana says:

  દિલ ને સ્પર્શે તેવુ, મન ભાવન.

 6. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  વર્ષાબેન,
  અતિસુંદર, મર્મસ્પર્શી કાવ્ય આપ્યું. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.