[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ડિસેમ્બર-2011માંથી સાભાર.]
આપણને
જે ભાષામાં સપનાં આવે
એ
આપણી માતૃભાષા
મને
હજીય ફિલાડેલ્ફિઆમાં
સપનાં ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
કેટલાક ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’
‘આ કોની છબિ છે ?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી ?)
5 thoughts on “માતૃભાષા – પન્ના નાયક”
HI HOW R U?? IT IS VERY NICE TO READ GUJARATI AWOSOME SAHITYA ON THIS SITE.VERY NICE WORK.I AM ENJOY VERY MUCH.SIR I WANT TO KNOW THAT WHAT IS THE RIGHT MIDIUM FOR GUJARATI CHILD ENGLISH OR GUJARATI PLS GIVE SOME LIGHT ON THIS TOPIC ON MY EMAIL..KEEP IT UP ONCE AGAIN JAY DWARKADHISH
તમોને “હાય,પાપા” ગમશે કે “જય દ્વારકાધીશ, બાપુજી” એ માધ્યમ મા ભણાવો
Superb poem.. Gujarati is our mother tounge so its our moral duty to respect it. Read Gujarati is doing such a beautiful work. mother language is the best midium of education for any person. Gandhiji was also in favour of this view.
તમોને “હાય,પાપા” ગમશે કે “જય દ્વારકાધીશ, બાપુજી” એ માધ્યમ મા ભણાવો
પન્નાબેન,
સાચે જ, જે ભાષામાં સપનાં આવે તે જ આપણી માતૃભાષા ! અને તેનું ગૌરવ વધારવું એ આપણા સૌની પવિત્ર ફરજ છે. જય હો ગુજરાતી ગિરાનો !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}