નન્નો – કાન્તિ કડિયા

[‘બાલમૂર્તિ’ સામાયિક ડિસેમ્બર-2011માંથી સાભાર.]

વાતવાતમાં મમ્મી આજે કચકચ ના કરીશ,
કાયમ તું તો નન્નો ભણતી મુજને ચડતી રીસ.
બેસું જો હું તકિયા ઉપર
કહેતી : તકિયો પડશે.
લખવા માટે પેન લઉં તો
કહેતી : પપ્પા લડશે.
શીખવું મારે એબીસીડી, ક્યારે હું લખીશ ?
વાતવાતમાં મમ્મી આજે કચકચ ના કરીશ.
હોડી હોડી રમવા માટે
છાપું જેવું લીધું,
લીધું એવું મમ્મી તેં તો
લેસન કરવા કીધું.
આજે મુજને રમવા દે તું, કાલે હું લખીશ.
વાતવાતમાં મમ્મી આજે કચકચ ના કરીશ.
ઘડિયા મોઢે કરવા માટે
જેવો હું બેસું,
બેબી ઊઠશે : એવું કહીને
અટકાવે છે તું.
રમું, લખું કે વાંચું તોયે કરતી ચીસાચીસ
વાતવાતમાં મમ્મી આજે કચકચ ના કરીશ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “નન્નો – કાન્તિ કડિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.