વાચકમિત્રોને નોંધ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

બદલાતા સમય સાથે નવા નવા ઉપકરણો બજારમાં આવતા રહે છે. ટેકનોલોજીનું ક્ષેત્ર સતત નવા શિખરો સર કરતું રહે છે. આ પરિવર્તન સાથે કદમ મિલાવીને ચાલવું જરૂરી છે, અને સાથે એટલું જ જરૂરી છે આપણાં સનાતન મૂલ્યોને સાથે લઈને ચાલવાનું. રીડગુજરાતીનો ઉદ્દેશ છે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણું સનાતન સાહિત્ય સૌના હૈયા સુધી પહોંચાડવાનો. આ માટે જરૂરી સુવિધાઓનો ઉમેરો સતત થતો રહે છે. આ હેતુસર તાજેતરમાં જ ‘ગુજરાતી કેલેન્ડર’ અને ‘સર્ચ’ની સુવિધાઓ નવા સ્વરૂપે ઉમેરવામાં આવી છે.

પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી અનેક યુવા વાચકોના ઈ-મેઈલ, ફોન અને એસ.એમ.એસ. મને સતત મળ્યા રહ્યાં કે ‘મોબાઈલમાં રીડગુજરાતી સરળતાથી વાંચી શકાય એ માટે કંઈક કરો.’ આ બધા ઈ-મેઈલમાં સૌથી વધારે ઈ-મેઈલ હતા ‘Android’ પ્રકારના મોબાઈલ અંગે. એ પછી થોડી ઘણી તપાસ કરીને આ બાબતે શું થઈ શકે તેની માહિતી મેળવી અને ત્યારબાદ હમણાં થોડા દિવસો અગાઉ ‘ટેકનિકલ સહાયતા’ શીર્ષક હેઠળ કેટલીક વિગત આપની સમક્ષ મૂકી હતી. મને એ જણાવતાં આનંદ થાય છે કે બે-ત્રણ વાચકોએ ખૂબ રાહત દરે આ અંગેની એપ્લિકેશન તૈયાર કરવાનું બીડું ઝડપી લીધું છે અને એ માટેનું કાર્ય શરૂ પણ થઈ ચૂક્યું છે. પરંતુ આજે આપને આ બાબત અંગે જણાવવાનું મુખ્ય કારણ એ છે કે આ કાર્ય માટે જરૂરી મોબાઈલ તેમજ અન્ય સાધનોનો ઈતર ખર્ચ આશરે રૂ. 15,000 જેટલો થવા જાય છે. આપ સૌ જાણો છો કે રીડગુજરાતીની તમામ પ્રવૃત્તિઓ માત્ર સૌ વાચકોના યોગદાન પર આધારિત હોય છે. આથી, આ વિશેષ કાર્ય માટે સૌ વાચકમિત્રોને યથાશક્તિ યોગદાન પૂરું પાડવા નમ્ર વિનંતી છે. આપણું આ પગલું કદાચ અનેક યુવાનો સુધી ગુજરાતી સાહિત્યને લઈ જવામાં મદદરૂપ નિવડશે એવી શ્રદ્ધા છે. જે કોઈ વાચકમિત્રો યોગદાન આપવા માંગતા હોય તેઓ અહીં ક્લિક [Click Here ] કરીને ઓનલાઈન, મનીઓર્ડર કે ચેક દ્વારા પત્ર-પુષ્પ રૂપે કંઈક મોકલી શકે છે.

મોબાઈલ આવૃત્તિ માટેની આ એપ્લિકેશન હાલ તો નિર્માણ હેઠળ છે પરંતુ એ એપ્લિકેશન કેવી તૈયાર થશે તેની એક પ્રારંભિક ડિઝાઈન, માત્ર આપની જાણ ખાતર અત્રે પ્રસ્તુત છે :

આપ સૌના સહકારની અપેક્ષા સહ,
લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256

Leave a Reply to SHAILESH DHANESHA MALAWI Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “વાચકમિત્રોને નોંધ – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.