નિવૃત્ત થતા શિક્ષકનું ગીત – કિશોર બારોટ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

હૈયાંનાં દફતરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ

રમવું ને લડવું ને રડવું ને રીસાવું પળભરમાં સઘળું એ ભૂલવું.
ભૂલીને સ્મિતતણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબસમું ખૂલવું.
મંદિરમાં નહીં, મેં તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ

આંગળીમાં ઉગાડ્યો અક્ષરનો બાગ અને કંઠોમાં ઘડિયાના સૂર
ગાંધી અશોક બુદ્ધ શિવાજી કલાસમહીં પ્રગટેલા હાજરાહજૂર
મોહન-જો-ડેરોમાં ફેરવાશે સઘળું ને થઈ જશે મારો ઈતિહાસ
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ

નીરખી લઉં એક એક ઓરડાને મનભરી સ્પર્શી લઉં બારી ને બારણાં.
ફાગણમાં ફૂલ હોય ડાળી પર એમ, અહીં કણકણમાં લાખો સાંભરણાં
કાળ તણા હાથ વડે વાગ્યો છે બેલ અને બદલાયો જીવતરનો તાસ
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાતો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કહે ? – દર્શક આચાર્ય Next »   

13 પ્રતિભાવો : નિવૃત્ત થતા શિક્ષકનું ગીત – કિશોર બારોટ

 1. ખુબ સુંદર

  “મોહન-જો-ડેરોમાં ફેરવાશે સઘળું ને થઈ જશે મારો ઈતિહાસ
  શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ”

  “કાળ તણા હાથ વડે વાગ્યો છે બેલ અને બદલાયો જીવતરનો તાસ
  શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ”

 2. wov ! very nice gazal, i like it.

 3. એક સાચો શિક્ષક ક્યારેય નિવૃત નથી થઈ શકતો…..નિવૃતિની વેદના મેં મારા પિતાજીની નિવૃતિ સમયે અને ત્યાર બાદ જોઈ અને અનુભવી છે. એ જીવનભર શિક્ષક રહ્યા અને સતત તેમનાં પરિચયમાં આવતા દરેક પાત્રોને જીવન પધ્ધતિ શિખવતા રહ્યા…. છેલ્લાં શ્વાસ સુધી….શિક્ષક.

 4. Really very heart touchable Nivrut Shikshak nu GEET. Jo tamo kharekhar nivrut thai gaya ho to Tamari Amas dur karvana gana rasta che…. Ek Hu Chokkas Kahis “Andh Jan Mandal” ma seva.. Prayas Kari Jojo..

  Salah Aapva Badal Maaf Karsho..

 5. MAHESH GOHIL says:

  khotu nahi lagadata pan aato nivrut shikashk mate lakhayelu git che jyare tena thi pan vadhu aa jamana ma shikshak banva mate ni mara jeva ketlay loko ni vedna aa git karta vadhu che bhai..

 6. Kp says:

  ખુબ સરસ ! ઍક એક પક્તિ જાને લાગનિ નિ ધારા !

 7. Jhala Ajaysinhji says:

  Kharekhar khub sundar!!! Kem k virah ni vedana ane laganio nu dukh hammesha rahej 6e.baki atyare pan shala ma panch divasathi vadhare balakothi dur java man raji nathi to aato kharekhari vastvikata mukine javanu te k m game.

 8. ramesh solanki says:

  kishorbhai renuka mari sathe j staff ma che.mota deshar kumar shala,ta-una,junagadh.

  aa git temne tena priy mitra ane amaara sauna ladila ramjibhai chauhan ni yaad ma present karyu che.

  we will lots miss u ramjisir.

 9. daxa p. makwana says:

  સાહેબ જો નિવૃત્તિ પછી આ જ અનુભવવાનું હોય તો મારે તો નિવૃત નથીજ થવું. એક એજ લીટી જાણે ઊંડી વેદના બસ અંદર થી હાલી જવાયું વાંચીને …..ખુબજ લાગણી નીતરતી એક એક લીટી……

 10. B.C.Panchal says:

  ખરેખર ખુબજ સરસ કાવ્ય….સાચા શિક્ષકનિ વેદનાનુ કાવ્ય….

 11. Dr. Durga Naveen Joshi, Dhari says:

  કિશોરભાઇ,
  શિક્ષકની નિવૃત્તિ અને બીજાની નિવૃત્તિ વચ્ચે સ્પષ્ટ તફાવત દેખાઇ આવે તેવો છે. શિક્ષકને બાળકો વચ્ચેથી વસમી વિદાય લેવાની છે. તેની વેદના ગીતમાં વણી લીધી.
  કેટલાંક એવું સામર્થ્ય ધરાવે છે કે જીવે ત્યા સુધી વર્ગખંડને સ્વર્ગ માની સ્વર્ગને પણ ઠોકર મારે.અભિનંદન.
  =Dr. Durga Naveen Joshi, Dhari

 12. કેતન પટેલ says:

  કવિતા મનને સ્પર્શી ગઇ દરેક વાક્ય માં યાદ સમાય જાય

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.