[‘શબ્દસૃષ્ટિ’ માંથી સાભાર.]
છોડ આ ભાઈ-ભાઈની વાતો,
સાવ દંભી દુહાઈની વાતો.
હોય કરવી તો કર ખુલ્લા દિલથી,
આ દીવાલો ચણાઈની વાતો.
કોઈ હિન્દી ફિલમની સ્ટોરી છે,
લોહીની આ સગાઈની વાતો.
માણસો બૉમ્બ બનીને ફૂટે,
ધર્મની, કઈ ઊંચાઈની વાતો ?
બંદગી-તસ્બીમાં છે રસ કોને ?
વ્યર્થ કરશે ખુદાઈની વાતો.
કોણ છે કેટલામાં જાણું છું,
મૂક મિસ્કીન બડાઈની વાતો.
2 thoughts on “વાતો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”
રાજેશભાઈ,
મજાની ગઝલ આપી. ખુદામાં નહીં ખુદાઈની વાતોમાં રસ લેતા ઢોંગીઓનો પર્દાફાસ કરતી ગઝલ ગમી.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
wahhhhhhhhhhhhhh……
maja avi…tamara gazal no pala zaline tene manva niiiiiii…..