[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]
અંધકારમાં ઓગળે છે
બરફના ડુંગરાઓ…..
એના એકધારા પ્રવાહમાં
તરતો રહે છે એનો કલકલ નિનાદ…..
સ્તબ્ધ રાત્રિના પહાડ પર
ચમકે છે સૂરમાંથી જન્મેલી
તેજસ્વી તારાઓની પંક્તિ !
ને એ પંક્તિના તારાઓને
ભીંજવે છે પેલો ભીનો ભીનો કલનાદ !
એ ભીનો કલનાદ,
એ
તારાઓનું તેજ-સૂરે મઢેલું,
ચીરી નાંખે છે
મારી છાતીમાં જામેલા અંધકારને !
ને રાતભર
ઓગળતા રહેલા મારા ડૂમામાં
તરતું રહે છે મારું હૈયું !
અસંખ્ય રાત્રિઓની આંખમાં
આમ બનેલું
એ આ ક્ષણે યાદ આવે છે.
2 thoughts on “જગજિતસિંઘને….. – સિલાસ પટેલિયા”
ખુબ સુન્દર્….મારેી પન જગ્જિત સાથે ઘનિ યાદ ચે
Nice