કહે ? – દર્શક આચાર્ય

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

પાસ એની કઈ રીતે જાવું કહે ?
દૂર થઈને કેટલું થાવું કહે ?

દોસ્ત સઘળું જ્યાં સમય સાથે વહે,
નાવ મારી કેમ થંભાવું કહે ?

હો કુહાડી જ્યાં બધાના હાથમાં,
વૃક્ષ વિષે કોને સમજાવું કહે ?

શ્વાસ લેતા હાંફ ચડતો હોય જ્યાં,
કોઈને હું કેમ હંફાવું કહે ?

મ્હેક હમણાં હુંય ફેલાવું બધે,
પણ નથી સહેલું પવન થાવું કહે ?

દોસ્ત પૃથ્વી આખી ફરતી હોય જ્યાં,
હું ચરણને કેમ અટકાવું કહે ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “કહે ? – દર્શક આચાર્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.